Market Opening 2 Sep 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

વૈશ્વિક બજારોમાં સ્થિરતા

મોટાભાગના શેરબજારો સાધારણ વધ-ઘટ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બુધવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 10 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. જોકે નાસ્ડેકમાં સુધારો આગળ વધ્યો હતો અને તેણે 15380ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જોકે એશિયન બજારોમાં જાપાન, હોંગ કોંગ અને ચીન ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે તાઈવાન, કોરિયા અને સિંગાપુર નરમાઈ દર્શાવી રહ્યાં છે. બુધવારે યુરોપ બજારોમાં જર્મનીએ દિવસ દરમિયાન પોઝીટીવ ઝોનમાં રહ્યાં બાદ નેગેટિવ બંધ દર્શાવ્યું હતું.

SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 10 પોઈન્ટ્સના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ફ્લેટ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી બુધવારે 17226ની ટોચથી પરત ફર્યો હતો. જોકે હજુ પણ તે 17 હજારના લેવલ પર જળવાયેલો છે. આમ તેમાં સુધારાનો ટ્રેન્ડ અકબંધ છે. ટ્રેડર્સે 16700 અને ત્યારબાદ સ્ટોપલોસને જાળવી લોંગ પોઝીશન રાખવી જોઈએ.

ક્રૂડમાં રેંજ બાઉન્ડ ટ્રેડ

વૈશ્વિક બજારમાં ક્રૂડ ફરી એકવાર સાંકડી રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યું છે. છેલ્લા ચારેક સત્રોથી બ્રેન્ટ ક્રૂડ વાયદો 71-72 ડોલર આસપાસ અથડાઈ રહ્યો છે. જો તે 70 ડોલર નીચે ઉતરી જશે તો વધુ ઘટાડાની શક્યતા છે. જ્યારે 75 ડોલર ઉપર તે તાજેતરની ટોચ દર્શાવી શકે છે. વૈશ્વિક સ્તરે કોવિડ કેસિસ વચ્ચે માગ જળવાયેલી રહી છે અને તેથી ક્રૂડમાં તીવ્ર ઘટાડાની શક્યતાં એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં નથી.

ગોલ્ડમાં સુસ્તી

વૈશ્વિક ગોલ્ડ સાંકડી રેંજમાં અથડાઈ ગયું છે. તે છેલ્લાં ત્રણ સત્રોથી 1810-1820 ડોલરની રેંજમાં ટ્રેડ થઈ રહ્યું છે. જોકે અન્ડરટોન મજબૂત છે અને 1820 ડોલરને પાર કર્યાં બાદ તે ઝડપથી સુધારો દર્શાવે તેવી પૂરી શક્યતા છે.

મહત્વની હેડલાઈન્સ

 • આઈએમએફે ભારતને 17.86 અબજ ડોલરના સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સની ફાળવણી કરી.
 • વેદાતાં વચગાળાના ડિવિડન્ડ તરીકે રૂ. 6700 કરોડની ચૂકવણી કરશે.
 • ક્રિસિલના મતે અર્થતંત્રમાં બાઉન્સ બાદ રોડ ટ્રાફિકમાં 14 ટકા વૃદ્ધિ જોવા મળશે.
 • દેશની સૌથી મોટી ઓનલાઈન બ્રોકરેજ ઝેરોધાને એસેટ મેનેજમેન્ટ માટે લાયસન્સની મંજૂરી મળી છે.
 • કોલ ઈન્ડિયાએ તેના ડંપર્સને ડિઝલના બદલે એલએનજી ચલિત કરવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે.
 • વૈશ્વિક ફંડ્સે બુધવારે ભારતીય બજારમાં રૂ. 667 કરોડની ખરીદી દર્શાવી હતી.
 • સ્થાનિક ફંડ્સે બજારમાં રૂ. 1290 કરોડનું વેચાણ કર્યું હતું.
 • વિદેશી રોકાણકારોએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 5980 કરોડની વેચવાલી દર્શાવી હતી.
 • આરબીઆઈએ એક્સિસ બેંકને નિયમોનું પાલન નહિ કરવા બદલ રૂ. 25 લાખનો દંડ ફટકાર્યો છે.
 • કોલ ઈન્ડિયાએ ઓગસ્ટ મહિનામાં 4.86 કરોડ ટનનો ઓફટેક નોંધાવ્યો છે. જે એક વર્ષ અગાઉ 4.44 કરોડના સ્તરે હતો. કંપનીનું ઉત્પાદન વર્ષ અગાઉના 3.72 કરોડ ટન સામે ચાલુ વર્ષે ઓગસ્ટમાં 4.26 કરોડ ટન રહ્યું હતું.
 • આઈશર મોટર્સે ઓગસ્ટમાં 45,860 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 9 ટકાનો ઘટાડો સૂચવે છે.
 • હિંદુસ્તાન ઝીંકઃ કંપનીએ પ્લાન્ટ શટડાઉનને કારણે ઉત્પાદનમાં 25 હજાર ટનનો ઘટાડો નોંધાવ્યો.
 • કિટેક્સ ગાર્મેન્ટ્સે જણાવ્યું છે કે તેલંગાણામાં રૂ. 1000ના વિસ્તરણ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.
 • એનએમડીસીએ ઓગસ્ટમાં 29.1 લાખ ટનનું વેચાણ દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 17.9 લાખ ટન હતું.
 • એસબીઆઈએ એટીવન બોન્ડ્ મારફતે રૂ. 4000 કરોડ ઊભા કર્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage