Market Opening 20 April 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારમાં મજબૂતી વચ્ચે એશિયામાં વેચવાલી

ગુરુવારે યુએસ માર્કેટમાં મજબૂતી જોવા મળી હતી અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 240 પોઈન્ટ્સના સુધારે ફરી 34000ના સ્તરને પાર કરી ગયો હતો. જોકે તેમ છતાં એશિયન બજારોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે. જેમાં હોંગ કોંગ માર્કેટ 1.53 ટકા સાથે સૌથી વધુ ખરાબી દર્શાવી રહ્યું છે. જ્યારે જાપાન 0.5 ટકા, કોરિયા 0.4 ટકા અને ચીન 0.7 ટકાનો ઘટાડો દર્શાવે છે.

SGX નિફ્ટીનો એક ટકાથી વધુ ગેપ-ડાઉનનો સંકેત

સિંગાપુર નિફ્ટી 180 પોઈન્ટ્સ અથવા તો 1.2 ટકાના ઘટાડે 14752ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર નોંધપાત્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવે તેવી શક્યતા છે. જ્યાં સુધી બેન્ચમાર્ક 14700ના સ્તરને જાળવી રાખે ત્યાં સુધી તેમાં વધ-ઘટે સુધારાની શક્યતા રહે છે. આજથી શરૂ થતી મે સિરિઝ પણ એપ્રિલ સિરિઝની જેમ વોલેટાઈલ રહેવાની શક્યતા એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે.

ક્રૂડમાં અન્ડરટોન મજબૂત

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ મજબૂત ટકેલાં છે. હાલમાં તે 67-68 ડોલરની સાંકડી રેંજમાં કોન્સોલિડેટ થઈ રહ્યાં છે. જે દોઢ મહિનાની પહેલા બનાવેલી ટોચથી 3 ડોલર જ છેટે છે. આમ ક્રૂડ નવી ટોચ દર્શાવે તેવી શક્યતા વધુ છે.

ગોલ્ડ-સિલ્વરમાં દિશાહિન ટ્રેડ વચ્ચે નરમાઈ

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં દિશાહિન ટ્રેડ જોવા મળી રહ્યો છે. ગુરુવારે સોનુ ટોચથી 20 ડોલરથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જ્યારે ચાંદી પણ ફરી 26 ડોલર નીચે ઉતરી ગઈ હતી. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 353ના ઘટાડે રૂ. 46740 પર ટ્રેડ થતો હતો. જ્યારે સિલ્વર વાયદો રૂ. 284ની નરમાઈ સાથે રૂ. 67502 પર ટ્રેડ થતો હતો. એકમાત્ર ક્રૂડ પોણો ટકો સુધારો દર્શાવતું હતું.

મહત્વની હેડલાઈન્સ

· સેબીએ કંપનીઓને તેમના ત્રિમાસિક પરિણામો 30 જૂન સુધીમાં રજૂ કરવાની છૂટ આપી છે.

· વૈશ્વિક ફંડ્સે ગુરુવારે રૂ. 809 કરોડની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 942 કરોડની વેચવાલી દર્શાવી હતી.

· ગોલ્ડમેનના 5.6 અબજ ડોલરના બોન્ડ ફંડે બ્રિક્સની સામે પિક્સની કરેલી પસંદગી.

· અંબુજા સિમેન્ટે માર્ચ ક્વાર્ટરમાં 66 ટકા વૃદ્ધિ સાથે રૂ. 664 કરોડનો નફો નોંધાવ્યો છે. જ્યારે આવક 28 ટકા વધી રૂ. 3620 કરોડ રહી છે.

· એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકે ચોથા ક્વાર્ટરમાં રૂ. 169 કરોડનો નફો નોંધાવ્યો છે. જે 39 ટકા વૃદ્ધિ સૂચવે છે. જોકે કંપની રૂ. 214 કરોડના અંદાજને ચૂકી છે.

· ભારત ફોર્જે જણાવ્યું છે કે 41 કંપનીઓએ વીઆરએસ માટે પસંદગી દર્શાવી છે. જે હેઠળ કંપનીને રૂ. 6.29 કરોડનો પેઆઉટ ખર્ચ આવશે.

· ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ યુએસ માર્કેટમાં આલ્બેન્ડાઝોન ટેબ્લેટ્સનું વેચાણ કરશે.

· એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝનો ચોથા ક્વાર્ટરનો નફો 45 ટકા વધી રૂ. 244 કરોડ રહ્યો હતો. જ્યારે આવક 43 ટકા વધી રૂ. 2940 કરોડ રહી હતી.

· ઈક્વિટાસ સ્મોલ ફિન બેંકનો ચોથા ક્વાર્ટરનો નફો ત્રિમાસિક ધોરણે એક ટકો ઘટી રૂ. 110 કરોડ રહ્યો હતો. તેની ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે 2.27 ટકા પરથી વધી 3.73 ટકા રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage