બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં આગળ વધતી વેચવાલી
ભારતીય બજારમાં ગુરુવારે રજા વચ્ચે વૈશ્વિક બજારોમાં 3 ટકા ઘટાડા બાદ શુક્રવારે પણ એશિયન બજારો 1.5 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં છે. ગુરુવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરજ 67 પોઈન્ટ્સના સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો પરંતુ હોંગ કોંગ બજાર આજે 1.7 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. ચીનનો બેન્ચમાર્ક પણ 1.42 ટકા નરમાઈ દર્શાવી રહ્યો છે. કોરિયા 0.9 ટકાનો જ્યારે જાપાન અને તાઈવાન પણ ઘટાડો નોંધાવી રહ્યાં છે.
SGX નિફ્ટીમાં સાધારણ સુધારો
સિંગાપુર નિફ્ટી 13 પોઈન્ટ્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે. તે 16352ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. ગુરુવારે જોકે તે 200 પોઈન્ટ્સથી વધુ નરમાઈ સાથે બંધ રહ્યો હતો અને તેથી સ્થાનિક બજારમાં 200-250 પોઈન્ટ્સના ગેપ-ડાઉન ઓપનીંગી શક્યતા છે.
ક્રૂડે મહત્વનો સપોર્ટ તોડ્યો
વૈશ્વિક ક્રૂડે ગુરુવારે મહત્વનું લેવલ તોડ્યું હતું. બ્રેન્ટ ક્રૂડે 66 ડોલરની સપાટી નીચે ટ્રેડ દર્શાવ્યો હતો. આજે સવારે તે 0.45 ટકાના સુધારા સાથે 66.75 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. જોકે 68 ડોલરનું સ્તર તૂડતાં તેને માટે 65 ડોલરનો સપોર્ટ છે. જેની નીચે તે વધુ ઘટાડો દર્શાવી શકે છે.
ગોલ્ડમાં સ્થિરતા
વૈશ્વિક ગોલ્ડમાં 20 ડોલરની રેંજમાં વધ-ઘટ જોવા મળી રહી છે. ગુરુવારે સવારે નરમાઈ બાદ બપોરે પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યાં બાદ તે ફરી ફ્લેટ બન્યું હતું. આજે સવારે તે 3 ડોલરના સુધારે 1786 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે ગોલ્ડમાં ઘટાડે બાઈંગ જોવા મળી રહ્યું છે. જે સૂચવે છે કે એક તબક્કે 1800 ડોલર પાર થતાં તે વધુ સુધારો દર્શાવશે.
મહત્વની હેડલાઈન્સ
• આરબીઆઈ બોન્ડ બાઈંગ પ્રોગ્રામના ભાગરૂપે રૂ. 25 હજાર કરોડનું ડેટ ખરીદશે.
• રૂ. એક લાખ કરોડના બોન્ડ્સને લાંબાગાળાના પેપર્સમાં ફેરવવામાં આવશે.
• સરકારે 1.5 અબજ ડોલરના પામ મિશનને આપેલી મંજૂરી.
• વિયેટનામ અને ભારતમાં વ્યક્તિગત રોકાણકાર મારફતે ક્રિપ્ટોમાં સૌથી ઝડપે વધી રહેલું રોકાણ.
• મંગળવારે વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ. 1903 કરોડની ખરીદી દર્શાવી હતી.
• કાર્લાઈલ રૂ. 300 કરોડમાં હેક્ઝાવેરનો હિસ્સો ખરીદશે.
• એડવાન્સ્ડ એન્ઝીમ જેસી બાયોટેકમાં વધુ 15 ટકા હિસ્સો ખરીદશે.
• ઓનજીસીએ તેના 43 જેટલાં નાના ઓઈલ-ગેસ ફિલ્ડ્સ માટે ભાગીદારીઓ પાસેથી બીડ્સ મંગાવ્યાં.
• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નાગોથાણે ડિવિઝનને 24 ઓગસ્ટ સુધી બંધ રાખશે.
• એક્સચેન્જે વેદાંતા પાસેથી તુતીકોરિન યુનિટને લઈને સ્પષ્ટતા માગી.
Market Opening 20 August 2021
August 20, 2021