બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં બીજા દિવસે નરમાઈનો ટ્રેન્ડ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં 726 પોઈન્ટ્સના છેલ્લા કેટલાંક મહિનાઓના તીવ્ર કડાકા પાછળ એશિયન બજારો સતત બીજા દિવસે નરમાઈ દર્શાવી રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ, કોરિયા, તાઈવાન, સિંગાપુર અને ચીનના બજારો લગભગ 0.9 ટકા સુધી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. તેઓ છેલ્લા ત્રણ મહિનાના તળિયા પર જોવા મળી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 23 પોઈન્ટ્સના ઘટાડે 13719ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોમાં સોમવારની સરખામણીમાં નીચાં ઘટાડા પાછળ તે નીચેના સ્તરેથી બાઉન્સ થયો છે. જોકે વૈશ્વિક બજારોમાં નરમાઈ જોતાં સ્થાનિક બજાર ઉંચા સ્તરે ટકી શકે છે કે કેમ તે જોવું રહ્યું. નિફ્ટી માટે 15750 મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં 15600 અને 15450ના સ્તરો જોવા મળે છે.
વૈશ્વિક ક્રૂડમાં તીવ્ર નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 7 ટકાથી વધુ તૂટી 69 ડોલર નીચે ઉતરી ગયો છે. જે સૂચવે છે કે ક્રૂડના ભાવમાં વેચવાલીનો દોર ચાલુ થયો છે. 65 ડોલર નીચે ક્રૂડ વધુ ઘટાડો દર્શાવી શકે છે. ભારતીય બજારમાં એમસીએક્સ ખાતે ક્રૂડના ભાવ 5000 ડોલર નીચે ઉતરી ગયા છે.
મહત્વની હેડલાઈન્સ
• મહામારીને કારણે બીપીસીએલની પ્રક્રિયામાં વિલંબ. એલઆઈસી આઈપીઓ પણ વિલંબમાં મૂકાઈ શકે.
• કોર્ટે વેદાંતની વિડિયોકોનની ખરીદીના પ્લાનને અટકાવ્યો.
• સુપ્રીમ કોર્ટ આજે એમેઝોન અને ફ્યુચર રિટેલના કેસ અંગે સુનાવણી કરશે.
• અદાણી જૂથની કંપનીઓની તપાસ ચાલુ હોવાનું જણાવતી સરકાર.
• 12 જુલાઈએ દેશમાં ઈથેનોલ બ્લેન્ડિંગનું પ્રમાણ વધી 7.93 ટકા પર પહોંચ્યું.
• 19 જુલાઈ સુધીમાં દેશમાં કુલ વરસાદ સામાન્યની સરખામણીમાં 6 ટકા નીચો નોંધાયો.
Market Opening 20 July 2021
July 20, 2021