Market Opening 20 May 2021

માર્કેટ ઓપનીંગ

યુએસમાં નરમાઈ પાછળ એશિયા પણ મંદ

બુધવારે રાતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 165 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ આવ્યો હતો. તે ફરી 34000ના સ્તર નીચે ઉતરી ગયો હતો. જેની પાછળ એશિયન બજારોમાં પણ સુસ્તી જોવા મળી રહી છે. મોટાભાગના બજારો સાધારણ નેગેટિવ અથવા પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર સિંગાપુર 0.7 ટકા સાથે નોંધપાત્ર સુધારો નોંધાવી રહ્યું છે. જ્યારે જાપાન આને તાઈવાન સાધારણ સુધારો દર્શાવે છે. કોરિયા અને ચીન નરમાઈ દર્શાવી રહ્યાં છે.

SGX નિફ્ટીમાં સાધારણ મજબૂતી

સિંગાપુર નિફ્ટી 29 પોઈન્ટ્સના સુધારા સાથે 15064ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ સાધારણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 15150નો મજબૂત અવરોધ છે. જે પાર થશે તો તે ઝડપથી નવી ટોચ બનાવે તેવું સંભવ છે. જોકે માર્કેટમાં હાલમાં બેંકિંગ સિવાય કોઈ અન્ય ક્ષેત્ર તરફથી સપોર્ટ સાંપડી રહ્યો નથી અને તેથી તે કોન્સોલિડેટ થાય તેવું બની શકે.

ગોલ્ડમાં મજબૂતી, ચાંદીમાં કોન્સોલિડેશન

વૈશ્વિક બજારમાં ગોલ્ડે બુધવારે નવી ટોચ દર્શાવી હતી. જોકે આજે સવારે તે 6 ડોલર નરમાઈ સાથે 1876 પર ટ્રેડ થઈ રહ્યું છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે તેણે રૂ. 48500ના અવરોધને પાર કર્યો છે. આમ તે રૂ. 49000 અને ત્યારબાદ રૂ. 50000 તરફ આગળ વધી શકે છે. ચાંદી જોકે વૈશ્વિક બજારમાં ફરી 28 ડોલર નીચે સરકી ગઈ છે. સ્થાનિક કોમેક્સ ખાતે તે રૂ. 71-73ની રેંજમાં અથડાઈ રહી છે. એનાલિસ્ટ્સ જોકે રૂ. 70 હજારના સ્ટોપલોસ સાથે ચાંદીમાં તેજી કરવા જણાવી રહ્યાં છે. જેના ટાર્ગેટ્સ રૂ. 75000 અને રૂ. 78000 રહેશે.



મહત્વની હેડલાઈન્સ

· ફિચ રેટિંગ્સના મતે વિકસિત દેશોમાં આર્થિક વૃદ્ધિ ઈમર્જિંગ માર્કેટ્સથી ઊંચી જોવા મળી રહી છે.

· સરકારે ફર્ટિલાઈઝર સબસિડી પર અધિક રૂ. 1.48 લાખ કરોડ ખર્ચવાનો નિર્ણય લીધો છે. જે ખાતર કંપનીઓના લાભમાં રહેશે.

· આરબીઆઈ ગવર્નરે જાહેર ક્ષેત્રની બેંક્સનો એમડી અને સીઈઓ સાથે મંત્રણા કરી.

· એનસીએલટીએ ડીએચએફએલના લેન્ડર્સને પ્રમોટર વાધવાને આપેલી સેટલમેન્ટ ઓફર અંગે વિચારણા કરવા જણાવ્યું.

· બુધવારે વિદેશી ફંડ્સે સ્થાનિક બજારમાં રૂ. 698 કરોડની વેચવાલી નોંધાવી હતી.

· સ્થાનિક ફંડ્સે બજારમાં રૂ. 853 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.

· વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ સ્થાનિક બજારમાં બુધવારે રૂ. 1670 કરોડની ડેરિવેટિવ્સ ખરીદી દર્શાવી હતી.

· સરકાર ક્રિપ્ટોકરન્સિઝ ટ્રેડિંગ માટે રેગ્યુલેશન અંગે વિચારી રહી છે.

· એનબીસીસી, સુરક્ષાએ જયપી ઈન્ફ્રા માટે નવેસરથી બીડ રજૂ કર્યાં.

· ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈ.એ ચોથા ક્વાર્ટરમાં રૂ. 276 કરોડનો નફો નોંધાવ્યો. કંપની પ્રતિ શેર રૂ. 9નું ડિવિડન્ડ ચૂકવશે.

· ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને અપેક્ષાથી ખૂબ સારા પરિણામ દર્શાવ્યાં. કંપનીના રિફાઈનીંગ માર્જિનમાં વાર્ષિક ધોરણે તીવ્ર વૃદ્ધિ જોવા મળી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage