બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમા મિશ્ર માહોલ
મંગળવારે યુએસ બજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ છતાં આજે સવારે એશિયન બજારોમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. જાપાન, સિંગાપુર, હોંગ કોંગ અને તાઈવાન પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે કોરિયા અને ચીન ઘટાડો સૂચવે છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 197 પોઈન્ટ્સના સુધારે તેની સર્વોચ્ચ સપાટીથી 200 પોઈન્ટસ કરતાં પણ ઓછા અંતરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક પણ ફરી 15000ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. આમ યુએસ બજારો નવી ટોચ ભણી ગતિ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 21 પોઈન્ટ્સના સુધારા સાથે 18447ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ સાધારણ પોઝીટીવ ટ્રેડિંગ સાથે ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે મંગળવારે ઊપરના સ્તરેથી માર્કેટમાં જોવા મળેલો ઘટાડો જોતાં જણાય છે કે મીડ-કેપ્સમાં વેચવાલીનું દબાણ જળવાશે. લાર્જ-કેપ્સમાં પસંદગીના કાઉન્ટર્સ પાછળ બજાર કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. નિફ્ટીમાં 18200ના સ્ટોપ લોસે લોંગ પોઝીશન જાળવવી.
ક્રૂડમાં સાધારણ નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.82 ટકા ઘટાડા સાથે 84.38 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. શોર્ટ ટર્મમાં ઓવરબોટ હોવાના કારણે તે કેટલોક વધુ ઘટાડો દર્શાવી શકે છે. જોકે તેજીનો ટ્રેન્ડ હજુ અકબંધ છે અને તેથી મધ્યમગાળે સુધારાની ચાલ જળવાય રહેશે.
ગોલ્ડમાં સ્થિરતા
વૈશ્વિક ગોલ્ડ ત્રણ સત્રોથી સાંકડી રેંજમાં અથડાઈ રહ્યું છે. કોમેક્સ ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર્સ 3.55 ડોલરના સુધારે સવારે 1774 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેને 1750 ડોલરનો સપોર્ટ છે. જ્યારે 1800 ડોલરનો અવરોધ છે. યુએસ ખાતે મિશ્ર ડેટા પાછળ તે બે બાજુની વધ-ઘટ દર્શાવી રહ્યું છે.
મહત્વની હેડલાઈન્સ
• મહારાષ્ટ્ર સરકારે તમામ રેસ્ટોરન્ટ્સને રાતે 12 વાગ્યા સુધી કામ કરવાની છૂટ આપી છે. અન્ય સંસ્થાઓ માટે 11 વાગ્યા સુધી કામ કરવાની છૂટ આપવામાં આવી છે.
• રિલાયન્સ રિટેલ વેન્ચર્સે રિતુ કુમારની માલિકીની રિતિકા પ્રા. લિ.માં 52 ટકા હિસ્સો ખરીદ્યો છે.
• આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શ્યિલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 445 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે તેની આવક રૂ. 928 કરોડ રહી હતી.
• નેલ્કોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2.2 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 53.2 કરોડ સામે ચાલુ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 61.2 કરોડ રહી હતી.
• આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝે બીજા ક્વાર્ટરમાં રૂ. 351 કરોડનો નફો દર્શાવ્યો છે. છે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 278 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 680 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 856 કરોડ જોવા મળી હતી.
• સોનાટા સોફ્ટવેરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 93.3 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 87 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 806 કરોડ પરથી વધી રૂ. 963 કરોડ રહી હતી.
• એસ્ટ્રાલ પાઈપ્સે ગ્રોથ સ્ટ્રેટેજીના ભાગરૂપે ફોસેટ્સ અને સેનિટરીવેરના બિઝનેસમાં પ્રવેશવાનો નિર્ણય લીધો છે.
• એલએન્ડટી ઈન્ફોટેકઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 230.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે તેની આવક રૂ. 1607 કરોડ રહી હતી.
• નવીન ફ્લોરિને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 63.2 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 61.5 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 339 કરોડ રહી હતી.
• એસીસીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 449 કરોડનો નફો નોંધાવ્યો છે. જ્યારે તેની આવક રૂ. 3749 કરોડ પર જોવા મળી હતી.
• નેસ્લેઃ એફએમસીજી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 617 કરોડનો નફો નોંધાવ્યો છે. જ્યારે તેની આવક રૂ. 3882 કરોડ પર જોવા મળી હતી.
Market Opening 20 October 2021
October 20, 2021