બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ સહિત વૈશ્વિક બજારોમાં નરમાઈ
ગયા સપ્તાહના આખરી દિવસે યુએસ બજાર 166 પોઈન્ટ્સની નરમાઈ સાથે બંધ જોવા મળ્યું હતું. જ્યારે આજે સવારે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોકે હોંગ કોંગ માર્કેટ 3.4 ટકા સાથે તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યું છે. સિંગાપુર અને તાઈવાન પણ નેગેટિવ ટ્રેડ સૂચવે છે. માત્ર જાપાન, કોરિયા અને ચીન 0.6 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી સૂચવે છે કે સ્થાનિક બજારની શરૂઆત પણ ગેપ-ડાઉન રહેશે. સવારે 8-15 આસપાસ સિંગાપુર નિફ્ટી 164 પોઈન્ટસના ઘટાડે 17438ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજારમાં કેશ નિફ્ટી 17585ના અગાઉના બંધ સામે 17500 નીચે જ ઓપનીંગ દર્શાવશે. તેને 17450નો નજીકનો સપોર્ટ છે. જે ટકે છે કે કેમ તે જોવાનું રહેશે. જો આ સ્તર તૂટશે તો નિફ્ટીમાં વધ-ઘટે ચાલ ઘટાડાતરફી જળવાય શકે છે. જે સ્થિતિમાં તે 17000 સુધીના સ્તર દર્શાવી શકે છે.
ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે સવારે 0.8 ટકા ઘટાડા સાથે 74.75 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ગયા સપ્તાહે 75 ડોલર પાર કર્યાં બાદ તે કોન્સોલિડેશનમાં જણાય છે. વધ-ઘટે હજુ ચાલ સુધારાતરફી છે અને તેથી શોર્ટ કરવાથી દૂર રહેવું જોઈએ. તે 70 ડોલર નીચે ટ્રેડ થાય પછી શોર્ટ ટ્રેડ માટે ખાતરી મળશે.
ગોલ્ડમાં આગળ વઘતો ઘટાડો
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે થઈ છે. કોમેક્સ ડિસેમ્બર ગોલ્ડ વાયદો 2.3 ડોલરની નરમાઈ સાથે 1749 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તે એક મહિનાથી વધુના તળિયા પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. તેણે 1765 ડોલરનો સપોર્ટ તોડતાં વધુ નરમાઈ અપેક્ષિત છે. સોના અને કોપર પાછળ ચાંદીમાં પણ ગયા સપ્તાહે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ ખાતે સિલ્વર ફ્યુચર્સ 60 હજારના સ્તર નીચે ઉતરી ગયો છે. જેને રૂ. 58 હજારનો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં રૂ. 55 હજારનું સ્તર જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• ગ્રીન ફ્યુઅલનો વ્યાપ વધારવાના પગલે સરકારે 65 સિટી ગેસ લાયસન્સ માટે બીડ મંગાવ્યાં છે.
• નાણાપ્રધાને પેટ્રોલિયમ પદાર્થોને જીએસટી હેઠળ આવરી લેવાનો ઈન્કાર કર્યો હતો.
• જીએસટી કાઉન્સિલની બેઠકમાં ફૂડ ડિલિવરી એપ સર્વિસિસ પાસેથી જ ટેક્સ ઊઘરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
• માર્ચ સુધીમાં ભારતીય બોન્ડ્સને વૈશ્વિક બોન્ડ ઈન્ડેક્સમાં સમાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
• ભારતનું ફોરેક્સ રિઝર્વ 10 સપ્ટેમ્બરે પૂરા થતાં સપ્તાહની આખરમાં 1.34 અબજ ડોલરના ઘટાડે 641.1 અબજ ડોલર રહ્યું હતું.
• વૈશ્વિક ફંડ્સે શુક્રવારે ભારતીય બજારમાં રૂ. 1550 કરોડની ખરીદી દર્શાવી હતી.
• સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1400 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
• ડેરિવેટિવ્સ માર્કેટમાં વિદેશી રોકાણકારોએ રૂ. 3660 કરોડની ખરીદી નોંધાવી હતી.
• ક્વાડ ગ્રૂપના લીડર્સ તેમની બેઠક દરમિયાન ચીપ સપ્લાયના મુદ્દે પણ ચર્ચા-વિચારણા હાથ ધરશે.
• સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન ત્રણ દિવસના ભારતના પ્રવાસે આવશે.
• ભારતે યૂકે અને કેનેડાના નાગરિકોને ઈ-વિઝા આપવાનો ઈન્કાર કર્યો.
• 3એમ ઈન્ડિયાએ તેના ત્રણ યુનિટ્સને પોતાની સાથે ભેળવવાનો લીધેલો નિર્ણય.
• અદાણી પોર્ટ્સે રૂ. 1000 કરોડના ડિબેન્ચર્સ ઈસ્યુને આપેલી મંજૂરી.
• બજાજ હોલ્ડિંગ્સ વર્ષના મધ્યે રૂ. 90 પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવશે.
• કેડિલા હેલ્થકેરને એન્ડિડિપ્રેસન્ટ દવા માટે યુએસએફડીએની મંજૂરી.
ફ્રિક ટ્રેડ્સને ખાળવા NSE સ્ટોપલોસ-માર્કેટને દૂર કરે તેવી શક્યતા
ઓપ્શન્સ ટ્રેડિંગમાંથી સ્ટોપલોસ-માર્કેટનો દૂર ઉપયોગ કરી કેટલાંક તત્વો નિરંતર ફ્રિક ટ્રેડ્સ કરતાં રહે છે
સતત જોવા મળી રહેલી ફ્રિક ટ્રેડ્સની ઘટનાઓથી કંટાળીને દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ એનએસઈ તેના ઓપ્શન્સ ટ્રેડિંગ સેગમેન્ટમાંથી ‘સ્ટોપલોસ-માર્કેટ’(SL-M)ને દૂર કરે તેવું જાણવા મળે છે. સ્ટોપલોસ-માર્કેટ ઓપ્શન ટ્રેડર્સને પોતે નક્કી કરેલી પ્રાઈસ મૂકવાના બદલે તેને માર્કેટમાં શ્રેષ્ઠ પ્રાઈસ મેળવવા માટેની સુવિધા પૂરી પાડે છે. એકવાર ટ્રેડર કોલ અથવા પુટ ઓપ્શન્સ માટે તેની પ્રાઈસ મૂકે છે ત્યારબાદ કોઈપણ ફ્રિક ટ્રેડ ઓટોમેટિકલી સ્ટોપલોસને ટ્રિગર કરી શકતો નથી. જેને કારણે ટ્રેડરે અપેક્ષા બહારનું નુકસાન ઉઠાવવાનું રહે છે.
ફ્રિક ટ્રેડ્સથી બચવા માટે અગાઉ કેટલાંક બ્રોકરેજિસે પોતાને ત્યાં આ સુવિધા આપવાનું બંધ કર્યું હતું. ચાલુ સપ્તાહની શરૂઆતમાં અગ્રણી લાર્જ-કેપ્સના ફ્યુચર્સમાં બજારભાવથી 10 ટકા ઉંચી વેલ્યૂ પર જોવા મળેલા આવા ફ્રિક ટ્રેડ બાદ અગ્રણી ઓનલાઈન બ્રોકરેજ કંપની ઝેરોધાએ પણ એસએલ-એમને બંધ કર્યું છે. આમ કરવાથી ફ્રિક ટ્રેડને ટાળવામાં સહાયતા મળશે અને તેની અસરને નોધપાત્ર રીતે ઓછી કરી શકાશે. એનએસઈ ખાતે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અસંખ્યવાર ફ્રિક ટ્રેડ્સ જોવા મળ્યાં છે. લાર્જ-કેપ્સ અને કેટલાક મીડ-કેપ્સમાં ઓપ્શન્સ ટ્રેડિંગમાં કોઈપણ પ્રકારની રોક-ટોક વિના ફ્રિક ટ્રેડ્સ કરી આત્મવિશ્વાસ મેળવી ચૂકેલાં આવા તત્વોએ ગયા મંગળવારે પણ આમ કર્યું હતું. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બેંક, એચડીએફસી અને ભારતી એરટેલ જેવા અગ્રણી કાઉન્ટર્સના ફ્યુચર્સમાં 10 ટકા પ્રિમિયમે ટ્રેડ્સ થયાં હતાં. જેમકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સપ્ટેમ્બર ફ્યુચર્સ અગાઉના રૂ. 2378ના ભાવ સામે 10 ટકા ઉછાળા સાથે ગેપમાં રૂ. 2616ના ભાવે ખૂલ્યો હતો. બીજી બાજુ સ્પોટ માર્કેટમાં તેનો ટોચનો ભાવ રૂ. 2394 પર જો જોવા મળ્યો હતો. આ જ રીતે ભારતી એરટેલનો ફ્યુચર્સ પણ ઉછળીને રૂ. 762.15 પર જ્યારે ટીસીએસનો ફ્યુચર રૂ. 4230ના સ્તરે ખૂલ્યાં હતાં. જોકે અન્ડરલાઈંગ સ્ટોક્સ તથા નિફ્ટી કોઈપણ પ્રકારની અસાધારણ મૂવમેન્ટથી દૂર હતાં.
વર્તુળોના જણાવ્યા મુજબ ઓપ્શન્સ માર્કેટમાં ડેપ્થનો અભાવ હોય છે અને તેથી મોટાભાગના ટ્રેડર્સ એસએલએમ મિકેનિઝમ પસંદ કરતાં હોય છે. જોકે વારંવાર થતાં ફ્રિક ટ્રેડ્સને જોતાં તેમણે પોતાની આદત બદલવાની જરૂર છે. અગ્રણી બ્રોકરેજિસના માર્કેટ સ્ટ્રેટેજિસ્ટના મતે જ્યારે એક નોર્મલ માર્કેટ ઓર્ડર મૂકવામાં આવે છે ત્યારે ટ્રેડર્સ ટ્રેડિંગ સ્ક્રિનની સામે હોય છે અને તેથી તેમનો નિર્ણય ભાવ સાથે મેચ થતો બોય છે. જ્યારે સ્ટોપ-લોસ ટ્રેડર્સ મોટેભાગે સ્ક્રિનથી દૂર હોય છે અને તેમને બજારની વોલેટિલિટીનો ખ્યાલ હોતો નથી. આવા કિસ્સામાં માર્કેટ ઓર્ડર્સમાં ફ્રેક ટ્રેડ્સની શક્યતાઓ વધી જાય છે. ખાસ કરીને ઓપ્શન્સમાં આ બાબત વિશેષ જોવા મળે છે. કેમકે પ્રોડક્ટના નેચરને જોતાં ત્યાં અતિશયોક્તિ સાથેના ભાવ બિલકુલ શક્ય છે.
Market Opening 20 September 2021
September 20, 2021