બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારોમાં મજબૂતી પાછળ એશિયામાં પોઝીટીવ ટ્રેડ
જો બાઈડનની યુએસ પ્રમુખ તરીકેની શપથવિધિને શેરબજારોએ વધાવી લીધી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અવરેજ 258 પોઈન્ટ્સ સુધરી 31188ની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ પણ 260 પોઈન્ટ્સ અથવા 2 ટકા ઉછાળે 13457ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જેની પાછળ એશિયન બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. જેમાં તાઈવાન 1.7 ટકા સાથે સૌથી વધુ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું છે. જ્યારબાદ કોરિયા 1 ટકો, જાપાન 0.7 ટકા અને ચીન 0.5 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીમાં 45 પોઈન્ટ્સનો સુધારો
સિંગાપુર નિફ્ટી 45 પોઈન્ટ્સની મજબૂતી સાથે 14689ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ આ સ્તર આસપાસ જ ખૂલશે. આજે સેન્સેક્સ 50000નું સીમાચિહ્ન હાંસલ કરે તેવી શક્યતા છે. જ્યારે નિફ્ટી 14700ના સ્તરને પાર કરી શકે છે. નિફ્ટીને 14800-15000ની રેંજમાં મહત્વનો અવરોધ છે.
ક્રૂડ કોન્સોલિડેશનમાં
વૈશ્વિક ક્રૂડના ભાવમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. અંતિમ ત્રણ ટ્રેડિંગ સત્રોથી બ્રેન્ટ ક્રૂડ 55-57 ડોલરની રેંજમાં ટ્રેડ થઈ રહ્યું છે. આમ ઉપર તેને અવરોધ નડી રહ્યો છે. જ્યારે 55 ડોલરનો સપોર્ટ મળી રહ્યો છે. જોકે ટૂંકમાં તે કોઈએક બાજુ બ્રેકઆઉટ આપે તેવી શક્યતા છે. એનાલિસ્ટ્સના મતે ક્રૂડ ઓવરબોટ છે અને યુરોપ ખાતે લોકડાઉન વચ્ચે નીચે તરફી બ્રેકઆઉટ દર્શાવી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં સતત મજબૂતી
ચાલુ સપ્તાહે કિંમતી ધાતુઓના ભાવ ધીમે-ધીમે પણ મક્કમતાપૂર્વક સુધારો દર્શાવી રહ્યા છે. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 5 ડોલર મજબૂતી સાથે 1872 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી 1 ટકા મજબૂતી સાથે 26.027 ડોલરના સ્તર પર ટ્રેડ થઈ રહી છે. બુધવારે રાતે એમસીએક્સ ખાતે માર્ચ સિલ્વર વાયદો 1.6 ટકા અથવા રૂ. 1054ના સુધારે રૂ. 67090ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. જ્યારે સોનુ રૂ. 586 અથવા 1.2 ટકાના સુધારે રૂ. 49569 પર બંધ રહ્યું હતું.
મહત્વની હેડલાઈન્સ
· વૈશ્વિક સ્તરે સોલાર ક્ષેત્રે કોર્પોરેટ ફંડીગ 2020માં ઉછળીને 8 અબજ ડોલર પર પહોંચ્યું હતું.
· ડિસેમ્બરમાં ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં 3.6 ટકાનો જ્યારે નેચરલ ગેસના ઉત્પાદનમાં 7.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
· ટેલિકોમ કંપનીઓએ આગામી બજેટમાં કરવેરામાં ઘટાડાની માગણી કરી છે.
· સીસીઆઈએ ફ્લિપકાર્ટના આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલમાં રૂ. 1500 કરોડના હિસ્સાની ખરીદીને મંજૂરી આપી છે.
· ડીજીટીઆરે ન્યૂઝપ્રિન્ટ પરની આયાત પર પાંચ વર્ષ માટે એન્ટી-ડમ્પીંગની ભલામણ કરી છે.
· રાજ્યોની નાણાકીય ખાધ રૂ. 87 હાજર કરોડની ટોચ પર જોવા મળે તેવી શક્યતા.
· ફેડરલ બેંકના ત્રીજા ક્વાર્ટરના ચોખ્ખા નફામાં 8 ટકા ઘટાડો નોઁધાયો. બેંકે રૂ. 404 કરોડનો નફો નોંધાવ્યો.
· હેવેલ્સે ત્રીજા ક્વાર્ટર દરમિયાન નફામાં 75 ટકા વૃદ્ધિ સાથે કુલ રૂ. 349 કરોડનો નફો નોંધાવ્યો.
· ફિલિપ્સ કાર્બનનો ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો વધીને રૂ. 125 કરોડ થયો.
· હિંદુસ્તાન ઝીંકનો નફો ઊંચા મળતર પાછળ 36 ટકા ઊંચકાયો.
· એચડીએફસી એએમસીનો ડિસેમ્બર ક્વાર્ટરનો નફો 5 ટકા ઉછળી રૂ. 369.26 કરોડ થયો.
· આઈઆરએફસી આઈપીઓ 3.49 ટકા ભરાયો.