Market Opening 21 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

વૈશ્વિક બજારોમાં વેચવાલીનો દોર ચાલુ
યુએસ બજારોમાં સતત ચોથા દિવસે નરમાઈ પાછળ એશિયન બજારો એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જાપાનનો નિક્કાઈ 1.5 ટકા, તાઈવાન અને કોરિયા પણ એક ટકાથી વધુ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. ચીન પોણો ટકા ડાઉન જોવા મળે છે. જ્યારે સિંગાપુર અને હોંગ કોંગ સાધારણ નરમાઈ સૂચવે છે. ગુરુવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 313 પોઈન્ટ્સ ગગડી 34715ના સ્તરે બંધ રહ્યો હતો. તેણે 35 હજારની સપાટી ગુમાવી હતી. નાસ્ડેક પણ 1.3 ટકા ઘટાડે ટ્રેડ થયો હતો.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 157 પોઈન્ટ્સના ઘટાડે 17643ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવે એમ જણાય છે. નિફ્ટી માટે 17600-17700ની રેંજમાં સપોર્ટ છે. જો આ રેંજ તૂટશે તો નિફ્ટી 17200-17300 સુધીનો ઘટાડો દર્શાવી શકે છે. સતત ત્રણ દિવસ ઘટાડો જોયા બાદ માર્કેટ બાઉન્સ પણ દર્શાવી શકે છે. જોકે તે કેટલો ટકશે તે મહત્વનું બની રહેશે.

મહત્વની હેડલાઈન્સ
• ભારતમાંથી કૃષિ નિકાસ 2021-22માં 50 અબજ ડોલરને પાર કરે તેવી શક્યતા.
• ફ્યુચર જૂથ ફરી એકવાર 47.1 કરોડ ડોલરના ડેટ ચૂકવણીમાં નિષ્ફળ.
• વૈશ્વિક સ્તરે એલ્યુમિનિયમના ઉત્પાદનમાં માસિક ધોરણે 0.3 ટકા વૃદ્ધિ જોવા મળી.
• વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 4680ની વિક્રમી વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે ગુરુવારે રૂ. 769 કરોડની ખરીદી કરી.
• વિદેશી રોકાણકારોએ ડેરિવેટિવ્સ માર્કેટ્સમાં ગુરુવારે રૂ. 2380 કરોડની ખરીદી કરી.
• એમક્યોર ફાર્મા રૂ. 5 હજાર કરોડન આઈપીઓ સાથે આગામી મહિને બજારમાં પ્રવેશશે.
• અદાણી વિલ્માર 27 જાન્યુઆરીએ આઈપીઓ સાથે બજારમાં પ્રવેશશે.
• આદિત્ય બિરલા એએમસીને ગિફ્ટ સિટીમાં પીએમએસ માટેની મંજૂરી મળી છે.
• કન્ટેનર કોર્પોરેશને ડિસેમ્બરમાં 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 287 કરોડનો નફો નોંધાવ્યો હતો.
• સાયન્ટ ટેક્નોલોજીએ ડિસેમ્બરમાં રૂ. 132 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 38 ટકા ઊંચો છે. કંપનીની આવક 13 ટકા વધી રૂ. 1180 કરોડ જોવા મળી હતી.
• પર્સિસ્ટન્સ સિસ્ટમ્સે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 178 કરોડનો નફો દર્શાવ્યો હતો.
• પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે ત્રીજા ક્વાર્ટરમાં 17 ટકા ઘટાડા સાથે રૂ. 184 કરોડનો નફો દર્સાવ્યો હતો. જ્યારે આવક પણ 21 ટકા ગગડી રૂ. 1480 કરોડ રહી હતી.
• સાઉથ ઈન્ડિયન બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 50 કરોડની ખોટ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 91 કરોડ પર હતી. બેંકની ગ્રોસ એનપીએ ત્રિમાસિક ઘોરણે 6.65 ટકાથી સુધરી 6.56 ટકા પર રહી હતી.
• સૂર્યો રોશનીએ રૂ. 123 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage