Market Opening 21 June 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
નવા સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે થશે
યુએસ બજારમાં સતત ઘસારા તથા એશિયન બજારોમાં પણ નરમાઈ પાછળ નવા સપ્તાહની શરૂઆત ગેપ-ડાઉન ઓપનીંગ સાથે થવાની શક્યતા છે. સપ્તાહાંતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 533 પોઈન્ટ્સના ઘટાડે બંધ આવ્યો હતો. જ્યારે એશિયન બજારો સતત નરમાઈ 3.4 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન બજાર મુખ્ય છે. આ સિવાય હોંગ કોંગ, તાઈવાન, કોરિયા અને ચીન પણ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં છે. આમ સોમવારે બજારોમાં પાછળથી પેનિક સેલીંગ જોવા મળી શકે છે.
SGX નિફ્ટીનો તીવ્ર ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 200 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યો છે અને તે 15547ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ બજારમાં કામકાજની શરુઆત ગેપડાઉન રહેશે. શુક્રવારે બજાર 15450ના સપોર્ટથી પરત ફર્યું હતું. જોકે આજે બજાર તેની નીચે જ ઓપનીંગ દર્શાવે તેવી શક્યતા છે. આમ તેણે નવો સપોર્ટ મેળવવો પડશે. એનાલિસ્ટ્સ 15450 પછી 15200ને સપોર્ટ તરીકે જોઈ રહ્યાં છે. જે તૂટશે તો માર્કેટ 15000ની નીચે ઉતરી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• માર્ચમાં દેશમાં મોબાઈલ વપરાશકારોની સંખ્યામાં 1.18 કરોડનો ઉમેરો થયો.
• સેબીએ પીએનબી હાઉસિંગમાં કાર્લાઈલના રોકાણને અટકાવ્યું. પીએનબી હાઉસિંગ સેબીના ઓર્ડરને સેટમાં પડકારશે.
• દેશનું વિદેશી હુંડિયામણ 11 જૂને પૂરાં થતાં સપ્તાહ દરમિયાન 3.1 અબજ ડોલર વધી 608 અબજ પર પહોંચ્યું. વિશ્વમાં ચીન, જાપાન અને સ્વિટર્ઝ્લેન્ડ બાદ ભારત ડોલર એસેટ ધરાવતો ચોથો મોટો દેશ બન્યો.
• આરબીઆઈ ગ્રીન ફાઈનાન્સિંગના મુદ્દાને ચકાસી રહી છે.
• એચડીએફસી બેંક તેના ઈન્શ્યોરન્સ સાહસ એચડીએફસી અર્ગોમાં 4.99 ટકા હિસ્સો ખરીદશે.
• વૈશ્વિક ફંડ્સે શુક્રવારે ભારતીય બજારમાં રૂ. 2680 કરોડની ખરીદી કરી હતી.
• સ્થાનિક ફંડ્સે પણ શુક્રવારે રૂ. 446 કરોડની ખરીદી કરી હતી.
• સરકાર અર્થતંત્રને પુનર્જિવિત કરવા માટે વધુ ઉપાયો હાથ ધરશે એમ ચીફ ઈકોનોમિક એડવાઈઝરનું નિવેદન.
• ઝાયડસ કેડિલાએ તેની વેક્સિનના ઉપયોગ માટે ઈયુએ પાસે મંજૂરી માગી.
• ભારતીએ માર્ચ મહિનામાં 41 લાખ નવા યુઝર્સનો ઉમેરો કર્યો.
• વોડાફોન આઈડિયાએ માર્ચ મહિનામાં નવા 11 લાખ યુઝરોનો ઉમેરો કર્યો.
• રિલાયન્સ જીઓએ 79 લાખ મોબાઈલ યુઝર્સ ઉમેર્યાં.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage