બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
શેરબજારો મક્કમ
વૈશ્વિક શેરબજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ દર્શાવી રહ્યાં છે. એક માત્ર કોરિયન બજાર ઘટાડો સૂચવે છે. જાપાન, તાઈવાન, ચીન, સિંગાપુર અને હોંગ કોંગ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. ગયા સપ્તાહાંતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 274 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ રહ્યો હતો. નાસ્ડેકે પણ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 106 પોઈન્ટ્સ મજબૂતી સાથે 17388ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીમાં 17300 આસપાસ અવરોધ છે. જે પાર થતાં તે વધુ 300-400 પોઈન્ટ્સનો સુધારો દર્શાવી શકે છે. 16800ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવ મજબૂતી દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 2.7 ટકા સુધારે 110.82 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. આમ ગયા સપ્તાહની 97 ડોલરના તળિયેથી તેણે 14 ટકા જેટલું બાઉન્સ દર્શાવ્યું છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ ઉપરમાં 120 ડોલરનું સ્તર જોઈ રહ્યાં છે. જોકે ક્રૂડના ભાવાં બે બાજુની વધ-ઘટ જોવા મળી શકે છે.
ગોલ્ડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક ગોલ્ડના ભાવ આજે સવારે 2.4 ડોલરના ઘટાડે 1927 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. ગયા સપ્તાહે 1900 ડોલર સુધી નીચે ઉતરી ગયા બાદ સુધરીને 1945 ડોલર થયા બાદ તે કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યાં છે. જીઓપોલિટીકલ રિસ્ક અને ઈન્ફ્લેશન જેવા મુદ્દાઓને જોતાં ગોલ્ડના ભાવમાં મધ્યમથી લાંબા ગાળે મજબૂતી જળવાય રહેવાની શક્યતાં છે.
ફોરેક્સ રિઝર્વ્સમાં 9.65 અબજ ડોલરનો તીવ્ર ઘટાડો
દેશના ફોરેક્સ રિઝર્વ્સમાં સાપ્તાહિક ધોરણે વિક્રમ ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ 11 માર્ચે પૂરા થતાં સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયામણ 9.646 અબજ ડોલર ઘટી 622.275 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. અગાઉ 4 માર્ચે પૂરા થતાં સપ્તાહ દરમિયાન હૂંડિયામણ 39.4 કરોડ ડોલર વધી 631.92 અબજ ડોલર પર નોંધાયું હતું. 3 સપ્ટેમ્બર 2021ના રોજ પૂરા થતાં સપ્તાહ દરમિયાન દેશનું વિદેશી હૂંડિયામણ 642.453 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યું હતું. જ્યારબાદ તે ઘટાડા તરફી રહ્યું છે. 11 માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન તે છેલ્લાં ઘણા મહિનાની નીચી સપાટી પર જોવા મળ્યું હતું. સપ્તાહ દરમિયાન સૌથી મોટો ઘટાડો એફસીએમાં 11 અબજ ડોલરનો જોવા મળ્યો હતો અને તે 554.35 અબજ ડોલર પર રહ્યું હતું.
અદાણી જૂથ અને સાઉદી અરામ્કો વચ્ચે જોડાણ માટે વિચારણા
દેશમાં અગ્રણી ઔદ્યોગિક જૂથ અદાણી અને સાઉદી અરેબિયા ભાગીદારી માટેની શક્યતાં ચકાસી રહ્યાં હોવાનું જાણવા મળે છે. જેમાં અદાણી જૂથ વિશ્વમાં સૌથી મોટા ઓઈલ નિકાસકાર સાઉદી અરામ્કોમાં હિસ્સો ખરીદે તેવી શક્યતા હોવાનું વર્તુળો જણાવે છે. ગૌતમ અદાણી પ્રમોટેડ જૂથે સંભવિત શ્રેણીબધ્ધ સહકાર અને સંયુક્ત રોકાણની તકોને લઈને શરૂઆતી વાતચીત હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જેમાં સાઉદી સરકારની પીઆઈએફના અરામ્કોમાંના હિસ્સામાંથી કેટલોક હિસ્સો ખરીદવાની વાતચીતનો પણ સમાવેશ થાય છે. અદાણી અરામ્કોના શેર્સ માટે મોટી રકમ ખર્ચે તેવી શક્યતાં નથી. જોકે આ માટે તે વ્યાપક જોડાણ અથવા એસેટ સ્વેપ ડિલ કરી શકે છે. જેમાં તે પીઆઈએફને ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોકાણની તક ઓફર કરી શકે છે.
વોડાફોનની હોંગ કોંગથી રોકાણ માટે ટ્રાઈની મંજૂરી અંગે પૃચ્છા
નવા રોકાણકારો તરફથી ફંડ્સ ફ્લોની સખત જરૂરિયાત અનુભવી રહેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી છે કે શું હોંગ કોંગ બેઝ્ડ રોકાણકાર માટે કંપનીમાં રોકાણ માટે સરકારની મંજૂરીની જરૂરિયાત રહેશે ખરી. આમ તો ભારત સરકારે ટેલિકોમ ક્ષેત્રે 100 ટકા સીધા વિદેશી રોકાણની છૂટ આપેલી છે. જોકે ભારત સાથે સરહદ ધરાવતાં દેશોની કંપનીઓએ તેમના રોકાણ અગાઉ ભારત સરકારની મંજૂરી મેળવવાની રહે છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ સમક્ષ એક રજૂઆતમાં વોડાફોને ભારત સાથે સરહદ ધરાવતાં દેશોની યાદી માગી છે. તેણે જણાવ્યું છે કે હોંગ કોંગ આવા દેશોની યાદીમાં સમાવિષ્ટ છે કે નહિ તે સ્પષ્ટ નથી.
ફેબ્રુઆરીમાં MF રોકાણકારોની રૂ. 60 હજાર કરોડની વેલ્થનું ધોવાણ
યુક્રેન વોર પાછળ ફેબ્રુઆરીમાં ટોચના 10 મ્યુચ્યુલ ફંડ્સના રોકાણકારોની વેલ્થમાં રૂ. 59965 કરોડનું ગાબડું પડ્યું હતું. તેમનું કુલ એસેટ્સ ઘટીને રૂ. 30,75,695 કરોડ પર જોવા મળી હતી. જે જાન્યુઆરી આખરમાં રૂ. 31,35,660 કરોડ પર હતી. ટોચના 10 ફંડ હાઉસિસ કુલ મ્યુચ્યુલ ફંડ એયૂએમનો 82 ટકા હિસ્સો ધરાવે છે. ટોચના 10 ફંડ હાઉસિસમાંથી દરેકે ફેબ્રુઆરીમાં 1-4 ટકાનો એયૂએમ
મહત્વની હેડલાઈન્સ
• માઈન્ડટ્રીએ પૂણે ખાતે વિસ્તરણ કર્યું છે. તેણે આઈસીસી ટેક પાર્ક ખાતે નવી સુવિધા શરૂ કરી છે.
• ગ્રેન્યૂલ્સ ઈન્ડિયાએ એમપીપી તરફથી નિર્માટ્રેલ્વિર અને રિટોનાવિરના માર્કેટિંગ માટે લાયસન્સિસ મેળવ્યાં છે.
• સેલાન એક્સપ્લોરેશન બ્લેકબક એનર્જી ઈન્વેસ્ટમેન્ટ્સ ઓપન ઓફર મારફતે રૂ. 200 પ્રતિ શેરના ભાવે 31.92 લાખ શેર્સની ખરીદી કરશે.
• રિલાયન્સ રિટેલ વેન્ચર્સે પર્પલ પાંડા ફેશન્સમાં રૂ. 950 કરોડમાં 89 ટકા હિસ્સો ખરીદ્યો છે.
• સુઝુકી મોટર ગુજરાતમાં ઈલેક્ટ્રીલ વેહીકલ્સના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે 150 અબજ યેન અથવા 1.26 અબજ ડોલરનું રોકાણ કરશે.