Market Opening 21 May 2021

માર્કેટ ઓપનીંગ

યુએસમાં મજબૂતી વચ્ચે એશિયામાં મિશ્ર વલણ

યુએસ માર્કેટમાં ગુરુવારે રાતે મજબૂતી જોવા મળી હતી અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 188 પોઈન્ટ્સના સુધારા સાથે 34084ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારોમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં જાપાન અને તાઈવાન પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે હોંગ કોંગ, કોરિયા અને ચીનના બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે.

SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી સ્થાનિક બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવે તેવો સંકેત આપી રહ્યો છે. તે 75 પોઈન્ટ્સ મજબૂતી સાથે 15013ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જો નિફ્ટી આજે 15000 પર બંધ આપવામાં ફરી સફળ રહેશે તો આગામી સપ્તાહે એક્સપાયરી વીકમાં વધુ સુધારો સંભવ છે. હાલમાં બજારનો અન્ડરટોન મજબૂત છે અને તેથી ઘટાડે ખરીદી કરવાનો વ્યૂહ અપનાવવો જોઈએ.

ક્રૂડમાં ઊંચા મથાળે નબળાઈ

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ 70 ડોલરને પાર કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં અને ધીમે-ધીમે ઘટાડાતરફી જોવા મળી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 65 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જો તે આ સ્તરની નીચે ટકશે તો 60 ડોલર સુધી ઝડપથી ગગડી શકે છે. યુએસ અર્થતંત્રમાં મજબૂતીના કારણો હાલમાં ક્રૂડના ભાવમાં ડિસ્કાઉન્ટેડ છે. આમ ક્રૂડમાં નવી તેજી માટે કોઈના ટ્રિગર્સનો અભાવ છે. ઈઝરાયેલ-પેલેસ્ટાઈન જંગની પણ ક્રૂડના ભાવ પર પોઝીટીવ અસર નથી જોવા મળી. જે સૂચવે છે કે બજારમાં આગામી દિવસોમાં નરમાઈની શક્યતા ઊંચી છે.

ગોલ્ડ-સિલ્વર કોન્સોલિડેશનમાં

વૈશ્વિક ગોલ્ડ-સિલ્વરમાં પણ ભાવ સાંકડી રેંજમાં અથડાઈ રહ્યાં છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 1870-1880 ડોલરની રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યો છે. આજે સવારે તે 9 ડોલર નરમાઈ સાથે 1873 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી એક ટકા ઘટાડે 27.78 ડોલર પર ટ્રેડ દર્શાવે છે. ચાંદી માટે 28 ડોલર એક મજબૂત અવરોધ બન્યો છે. જે પાર થતાં ચાંદી 30 ડોલર અને ત્યારબાદ 34 ડોલર સુધીની તેજી દર્શાવી શકે છે. એમસીએક્સ ખાતે ચાંદીના ભાવ હાલમાં રૂ. 72000ની સપાટી પર ટકેલાં છે. જ્યારે સોનુ રૂ. 48000 પર ટકેલું છે.



મહત્વની હેડલાઈન્સ

· સરકારે સુગર પરની નિકાસ સબસિડીને ઘટાડી પ્રતિ ટન રૂ. 4000 કરી.

· ઈન્ડિયન ઓઈલે જણાવ્યું છે કે ઈરાન પરના પ્રતિબંધો દૂર થશે એટલે તેની પાસેથી ક્રૂડ ખરીદી ચાલુ કરશે.

· ક્રિસિલના મતે 2022-23 સુધીમાં ભારતમાંથી 10 ગીગા વોટ રિન્યૂએબલ એસેટ્સનું હસ્તાંતરણ થશે.

· આરબીઆઈએ આયોજન મુજબ જ રૂ. 35000 કરોડના બોન્ડ્સની ખરીદી કરી હતી.

· વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં ગુરુવારે રૂ. 1020 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

· સ્થાનિક ફંડ્સે ગુરુવારે બજારમાં રૂ. 876 કરોડની ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી.

· સિપ્લાએ જણાવ્યું છે કે યુએસએફડીએએ તેની એએનડીએ ડોલુકેગ્રેવિર સોડિયમને મંજૂરી આપી છે.

· હેવેલ્સ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 302 કરોડનો નફો દર્શાવ્યો છે. જે 71 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે તેની આવક 50 ટકા વધી રૂ. 3330 કરોડ રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage