Market Opening 21 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ
બુધવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેન્ચમાર્ક 152 પોઈન્ટસના સુધારે 35609ના સ્તરે બંધ રહ્યો હતો. આજે સવારે એશિયન બજારોમાં જાપાનને બાદ કરતાં અન્ય બજારો પોઝીટીવ ટ્રેડ સૂચવી રહ્યાં છે. જેમાં તાઈવાન 0.8 ટકા સુધારા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવે છે. ચીન, હોંગ કોંગ અને કોરિયા પણ પોઝીટીવ ઝોનમાં જોવા મળી રહ્યાં છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 38 પોઈન્ટ્સના સુધારે 18355ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સ્થાનિક બજાર પણ પોઝીટીવ શરૂઆત દર્શાવે તેમ સૂચવે છે. નિફ્ટીને 18200નો સપોર્ટ છે. જે તૂટતાં તે 18000 સુધી ગગડી શકે છે. જ્યારે ઊપરમાં 18500નો અવરોધ છે. ટ્રેડર્સ 18200ના સ્ટોપલોસથી લોંગ પોઝીશન જાળવી શકે છે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવ સોમવારે દર્શાવેલી તેની ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 85.71 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે 86.09 ડોલરના તેના તાજેતરના ટોચ નજીકનું સ્તર છે. છેલ્લાં કેટલાંક સત્રોથી તે 84-86 ડોલરની રેંજમાં અથડાય રહ્યો છે.
ગોલ્ડમાં આગળ ધપતો સુધારો
વૈશ્વિક ગોલ્ડના ભાવ 3 ડોલરના સુધારા સાથે 1788 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બુધવારે તેમણે 15 ડોલરનો સુધારો દર્શાવ્યો હતો. તહેવારોની માગ અને વૈશ્વિક સ્તરે ઈન્ફ્લેશનની ચિંતા પાછળ તે 1800 ડોલરની સપાટી પાર કરવા તૈયાર જણાય છે. સ્થાનિક બજારમાં પણ તે ટૂંક સમયમાં રૂ. 48 હજારનું સ્તર પાર કરી રૂ. 50 હજારની સપાટી દર્શાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• ગેસના ઊંચા ભાવોએ સરકારને એનર્જી ટ્રાન્ઝિશન પ્લાન અંગે પુનઃ વિચાર કરવાની ફરજ પાડી.
• વૈશ્વિક ફંડ્સે બુધવારે ભારતીય બજારમાં રૂ. 1840 કરોડની વેચવાલી નોંધાવી હતી.
• સ્થાનિક ફંડ્સે પણ બજારમાં રૂ. 1680 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું.
• વિદેશી રોકાણકારોએ ડેરિવેટીવ્સ માર્કેટમાં રૂ. 4090 કરોડનું વેચાણ કર્યું હતું.
• ભારત ગિયર્સના બોર્ડે 10 શેર્સ સામે એક રાઈટ શેર ઓફર કર્યો છે. તેણે ઓફર માટે રૂ. 105 પ્રતિ શેરનો ભાવ નિર્ધારિત કર્યો છે.
• હેવેલ્સ ઈન્ડિયાએ બીજા ક્વાર્ટરમાં રૂ. 302 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે રૂ. 291 કરોડના અંદાજને પાછળ રાખ્યો છે. કંપનીની આવક 31 ટકા ઉછળી રૂ. 3220 કરોડ જોવા મળી હતી.
• જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ હિસ્સારે સ્પેશ્યાલિટી ડિવિઝનના પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કર્યો છે. તેણે પ્રતિ વર્ષ 26 હજાર ટન પ્રિસિસન સ્ટ્રીપની ક્ષમતામાં ઉમેરો કર્યો છે.
• એલએન્ડટી ફાઈનાન્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 224 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 265 કરોડ પર હતો. કંપનીની આવક 11 ટકા ઘટી રૂ. 3050 કરોડ પર જોવા મળી હતી.
• શોપર્સ સ્ટોપે બીજા ક્વાર્ટરમાં રૂ. 3.58 કરોડની ખોટ દર્શાવી છે. જ્યારે તેની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 297 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 642 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage