Market Opening 21 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ સહિત બજારોમાં નરમાઈ
વૈશ્વિક બજારોમાં ચાલુ સપ્તાહની શરૂઆત ભારે વેચવાલી સાથે થઈ હતી. સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 614 પોઈન્ટસ ઘટી 33970 પર બંધ જોવા મળ્યું હતું. ઈન્ટ્રા-ડે ધોરણે તે 900 પોઈન્ટસથી વધુનો ઘટાડો દર્શાવતું હતું. નાસ્ડેક પણ 330 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યું હતું. એશિયન બજારોમાં જાપાન માર્કેટ 2 ટકા ઘટાડો દર્શાવી રહ્યું છે. જોકે સિંગાપુર માર્કેટ પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. કોરિયા, તાઈવાન અને ચીનના માર્કેટ્સમાં રજા છે. હોંગ કોંગ સાધારણ નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 58 પોઈન્ટ્સ સુધારા સાથે 17431 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજારમાં કામકાજની શરૂઆત પોઝીટીવ રહેવાની શક્યતા છે. નિફ્ટી માટે 17500નું સ્તર મહત્વનો અવરોધ છે. જ્યારે 17250નો સ્તર સપોર્ટ છે. શુક્રવારની 17793ની ટોચ પરથી નિફ્ટી બે સત્રોમાં 2.4 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. નજીકના સમયમાં તે કોન્સોલિડેશન દર્શાવે તેવી શક્યતા વધુ છે. લોંગ પોઝીશન માટે 17200નો સ્ટોપલોસ જાળવવો જોઈએ.
ક્રૂડમાં સાધારણ સુધારો
સોમવારે લગભગ 2 ટકા જેટલો ઘટાડો દર્શાવ્યાં બાદ ક્રૂડ ફરી સ્થિરતા દર્શાવી રહ્યું છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ 0.83 ટકા સુધારા સાથે 74.53 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે માગ ઊંચી જળવાવા પાછળ ઉત્પાદન વૃદ્ધિ છતાં ભાવ ટકેલાં રહ્યાં છે.
ગોલ્ડમાં સુધારાતરફી ચાલ
સોમવારે વૈશ્વિક બજારોમાં તમામ એસેટ ક્લાસિસમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે એકમાત્ર ગોલ્ડમાં સુધારો જોવા મળતો હતો. કોમેક્સ ખાતે તે 10 ડોલરથી વધુ સુધારા સાથે બંધ રહ્યું હતું. આજે સવારે એશિયન ટાઈમ મુજબ તે 1764 પર ટ્રેડ કરી રહ્યું છે. જોકે જ્યાં સુધી 1800 ડોલર પર બંધ આપવામાં સફળ ના રહે ત્યાં ગોલ્ડ કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• કંપની તેલંગાણામાં રૂ. 2400 કરોડનું રોકાણ કરશે.
• યસ બેંકે વિઝા સાથે 9 પ્રકારના ક્રેડિટ કાર્ડ લોંચ કરવા માટે કરાર કર્યો છે.
• મુંબઈ સહિતના બજારોમાં અન્ડર-કન્સ્ટ્રક્શન હોય તેવી ઈન્વેન્ટરી સાત વર્ષમાં સૌથી નીચા સ્તરે જોવા મળી રહી છે.
• ઝાયડસ કેડિલાએ તેની બે બ્રાન્ડ્સ મિફજેસ્ટ અને સાયટોલોગના વેચાણ માટે ઈન્ટિગ્રેસ પ્રા. લિ. સાથે જોડાણ કર્યું છે.
• પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે તે મજબૂત પેન્ટ-અપ ડિમાન્ડ અનુભવી રહી છે. જે અર્થતંત્રમાં રિકવરી સૂચવે છે.
• સીસીઆઈએ ગંગાવરમ પોર્ટમાં અદાણી પોર્ટ્સના 10.40 ટકા હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
• એચસીએલ ટેક્નોલોજિસ એમકેએસ ઈન્સ્ટ્રુમેન્ટ્સ માટે ડિજિટલ સ્પીડ અને ટ્રામ્સફોર્મેશનની કામગીરી કરશે.
• એચએએલે હજુ સુધી સરકાર તરફથી ઓફર-ફોર-સેલ હેઠળ શેર્સના વેચાણને લઈને કોઈ માહિતી મેળવી નહિ હોવાનું જણાવ્યું છે.
• પીજીઆઈએલ ઈન્ડિયા મ્યુચ્યુલ ફંડે કોલ્ટે પાટિલમાં રૂ. 314.36 પ્રતિ શેરના ભાવે 5 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
• ડીએચએફએલના લેન્ડર્સને ચાલુ સપ્તાહે રિપેમેન્ટ કરવામાં આવે તેવી શક્યતાં છે.
• કોલ ઈન્ડિયાની પાંખ ભારત કૂકિંગ કોલે પ્રથમ પ્રકારના એક ડિલમાં પ્રભા એનર્જિ સાથે રૂ. 1880 કરોડનું રેવન્યૂ-શેરિંગ કોન્ટ્રેક્ટ કર્યો છે.
• કાર્લાઈલ એશિયાની સહયોગી સંસ્થા સીએ રોવર હોલ્ડિંગ્સ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ્સમાં 3.2 કરોડ શેર્સ અથવા 3.4 ટકા હિસ્સાનું વેચાણ કરશે.
• કૂબેર ઈન્ડિયા ફંડે વિન્ડલાસ લેબના 1,13,468 શેર્સનું રૂ. 379.73 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું છે.
• જીએમવીડી ફાઈનાન્સિયલ એડવાઈઝર્સે અનંજ રાજ ગ્લોબલમાં 25,55,783 ઈક્વિટી શેર્સનું રૂ. 44.8 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું છે.
• મંધાના રિટેલઃ રાકેશ ઝૂનઝૂનવાલાએ 98094 ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage