માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં બાઉન્સ પાછળ એશિયામાં સુધારો
બુધવારે યુએસ બજારમાં બાઉન્સ પાછળ એશિયન બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 316 પોઈન્ટ્સ ઉછળી 34137 પર બંધ રહ્યો હતો. નાસ્ડેકમાં પણ 164 પોઈન્ટ્સનો સુધારો નોંધાયો હતો. એશિયન બજારોમાં જાપાનનો નિક્કાઈ 2.07 ટકા મજબૂતી દર્શાવે છે. જ્યારે એ સિવાય અન્ય બજારોમાં સિંગાપુ 0.7 ટકા, કોસ્પી 0.5 ટકા, હોંગ કોંગ 0.42 ટકા, તાઈવાન 0.8 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે. ચીનનું બજાર સાધારણ નેગેટિવ ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીમાં મજબૂતી
સિંગાપુર નિફ્ટીમાં 109 પોઈન્ટ્સની મજબૂતી જોવા મળી રહી છે. આમ બુધવારે સવારે જોવા મળતો ઘટાડો ઘણો ખરો રિકવર થઈ ગયો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ મહ્દઅંશે મંગળવારના બંધ ભાવની આસપાસ ફ્લેટીશ ખૂલશે. જોકે એશિયન બજારોમાં મજબૂતી જોતાં તે પોઝીટીવ ઝોનમાં ટકી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં ઉછાળો
વૈશ્વિક બજારોમાં ગોલ્ડ અને સિલ્વરમાં તીવ્ર સુધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ ખાતે ગોલ્ડ 1798 ડોલર સુધી ઉછળ્યાં બાદ 1795 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે સિલ્વર 26.50 ડોલરને પાર કરી ગઈ છે. એમસીએક્સ ખાતે પણ સોનુ રૂ. 48300 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદીએ રૂ. 70000ની સપાટી પાર કરી છે. આમ બંને ધાતુઓ તેજીના દોરમાં પરત ફરી છે.
મહત્વની હેડલાઈન્સ
રિલાયન્સ ઈન્ડઃ કંપનીએ ગુજરાત સ્થિત જામનગર રિફાઈનરી ખાતે દૈનિક ધોરણે મેડિકલ-ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન 700 ટનથી વધારી દીધું છે. કંપની શરૂઆતમાં 100 ટન ઓક્સિજન બનાવી રહી હતી.
નેસ્લેઃ કંપનીએ ચોથા ક્વાર્ટરમાં તેના પ્રોફિટમાં 14.62 ટકા વૃદ્ધિ દર્શાવી છે અને તે રૂ. 602.25 કરોડ રહ્યો છે. કંપનીની કુલ આવક માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3640.47 કરોડ રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3368.12 કરોડ પર હતી.
પીએમ ટર્મિનલ્સ પિપાવાવ પોર્ટ : એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે પોર્ટ પિપાવાવથી જેબેલ અલી સુધી નવી વીકલી સર્વિસ પીઆઈસી 2 સીક્યોર કરી છે, જે જેબલ અલી સુધી સાતત્યપૂર્ણ સાપ્તાહિક જોડાણ ઊભું કરશે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા : મહિન્દ્રા ટ્રિઓ ઝોર ઇલેક્ટ્રિક લાસ્ટ માઇલ ડિલિવિરી વ્હિકલ્સે 1,000 યુનિટ્સના વેચાણનું સીમાચિહ્ન સર કર્યું.
હોન્ડા ટુવ્હીલર્સ ઇન્ડિયા : હોન્ડા ટુવ્હીલર્સ ઇન્ડિયાએ એના નવા ઓવરસીઝ બિઝનેસ વર્ટિકલની જાહેરાત કરી છે.
પિરામલ : પિરામલ રિટેલ ફાઇનાન્સે એના પ્રોડક્ટમાં વધારો કર્યો; કન્ઝ્યુમર અને યુઝ્ડ-કાર ફાઇનાન્સિંગ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો.
Market Opening 22 April 2021
April 22, 2021