Market Opening 22 Dec 2020

માર્કટ ઓપનીંગ

યુએસ બજારે રાહત આપી, એશિયા સાધારણ નરમ

યુએસ બજાર સોમવારે પોઝીટીવ બંધ આવતાં એશિયન બજારોને રાહત મળી હતી. વાસ્તવમાં સોમવારે બપોરે યુરોપ બજારો બાદ વેચવાલી જોવા મળી હતી અને તે વખતે મોટાભાગના એશિયન બજારો બંધ થઈ ચૂક્યા હતાં. માત્ર ભારતીય બજાર પર તેની અસર પડી હતી. અન્ય બજારો સાધારણ વધ-ઘટ વચ્ચે બંધ રહ્યાં હતાં. ડાઉ ફ્યચર્સ એક તબક્કે 600 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો દર્શાવતો હતો. જોકે આમ છતાં સાંજે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 37 પોઈન્ટ્સ સુધરી 30216 પર બંધ રહ્યો હતો. જેને કારણે મંગળવારે એશિયન બજારોમાં 0.5 ટકાનો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.

 SGX નિફ્ટી 184 પોઈન્ટ્સ મજબૂત

સિંગાપુર નિફ્ટી 184 પોઈન્ટ્સની મજબૂતી સાથે 13447 પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ નોંધપાત્ર ગેપ-અપ ઓનપીંગ દર્શાવશે તે નક્કી છે. જો તે 13500ની સપાટી પર બંધ આપવામાં સફળ રહેશે તો આગામી દિવસોમાં તેજીનો દોર આગળ વધતો જોવા મળી શકે છે.

ક્રૂડમાં પણ તળિયેથી બાઉન્સ

યુકે ખાતે નવા પ્રકારના વાઈરસના અહેવાલ પાછળ એક દિવસ માટે 50 ડોલરની સપાટી નીચે ઉતરી ગયેલો બ્રેન્ટ વાયદો ફરી 50 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે રાતે જ તે બાઉન્સ થયો હતો. આમ સુધારાતરફી ટ્રેન્ડ અકબંધ છે.

ગોલ્ડ-સિલ્વર મજબૂત

સોમવારે બે બાજુની વધ-ઘટ દર્શાવનારા ગોલ્ડ-સિલ્વરમાં પણ મજબૂત બંધ જોવા મળ્યું હતું. એમસીએક્સ ખાતે માર્ચ સિલ્વર વાયદો 1.53 ટકા અથવા રૂ. 1040ના સુધારે રૂ. 68947 પર બંધ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો 0.17 ટકાના સુધારે રૂ. 50389 પર બંધ રહ્યો હતો.

મહત્વની હેડલાઈન્સ

·         વીજ વપરાશકારોના હિતોની રક્ષા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યાં છે.

·         કોર્ટે સોમવારે ફ્યુચર-રિલાયન્સ સોદામાં સેબીને નિર્ણય લેવાનું જણાવ્યા બાદ સોદાને લઈને વાંધો રજૂ કરવા માટે છૂટ આપી છે.

·         મહિન્દ્રાના સાઉથ કોરિયન યુનિટ સેંગ યોંગ મોટરે નાદારી માટે ફાઈલીંગ કર્યું છે.

·         રોકાણકારોએ ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં 2.9 અબજ ડોલરનું રોકાણ કર્યું.

·         સોમવારે વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ. 324 કરોડની વેચવાલી નોંધાવી. શુક્રવારે તેમણે રૂ. 3840 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

·         સ્થાનિક ફંડ્સે સોમવારે રૂ. 486 કરોડની ખરીદી કરી હતી.

·         સીઆઈઆઈએ સોલાર ઈક્પિપમેન્ટ પર બેઝીક કસ્ટમ ડ્યુટી લાગુ પાડવા માટેની માગણી કરી છે.

·         કોલ ઈન્ડિયાના સ્પોટ ઈ-ઓક્શન હેઠળ ફ્યુઅલ એલોકેશનમાં એપ્રિલથી નવેમ્બર દરમિયાન 59 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.

·         બિરલા સોફ્ટમાં આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલે 20 લાખ શેર્સ ખરીદ્યાં છે. ઈન્વેસ્કો એમએફે 20 લાખ શેર્સ ખરીદ્યાં છે. આદિત્ય બિરલા સન લાઈફે 20 લાખ શેર્સ ખરીદ્યાં છે. જ્યારે એકેસિયા 2 પાર્ટનર્સે 67 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.

·         સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીઅલે ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટને રૂ. 14.55 પ્રતિ શેરના ભાવે 6.87 કરોડ શેર્સ ફાળવ્યાં છે. જ્યારબાદ કંપનીમાં ટ્યુબનો હિસ્સો વધી 58.8 ટકા થયો છે.

·         ફ્યુચર એન્ટરરપ્રાઈસિસ બોન્ડ પર ઈન્ટરેસ્ટ પેમેન્ટમાં ફરી નાદાર બની છે.

·         હૂડકો 2024 ડિબેન્ચર્સ મારફતે રૂ. 1000 કરોડ ઊભા કરવા માગે છે.

·         લ્યુપિને બેનઝરના જનરિક વર્ઝન રુફીનામાઈડ ઓરલ સસ્પેન્સન માટે યુએસએફડીએની મંજૂરી મેળવી છે.

·         ટાટા મોટર્સે જાન્યુઆરીથી કમર્સિયસ વેહીકલના ભાવમાં વૃદ્ધિ કરવાની જાહેરાત કરી છે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage