Market Opening 22 Feb 2022

માર્કેટ  ઓપનીંગ

 

યુક્રેન તંગદિલી ઘેરી બનતાં શેરબજારો પાણી-પાણી

રશિયાએ યુક્રેનના બે પ્રાંતોને માન્યતા આપતાં અને ત્યાં સૈન્ય સપોર્ટ મોકલવાનું જણાવતાં શેરબજારોમાં વેચવાલી ફરી વળી છે. યુએસે રશિયાના પગલાના જવાબમાં આર્થિક પ્રતિબંધો લાગુ પાડ્યાં છે. આમ સ્થિતિ વણસી છે. જેને પગલે એશિયન બજારો 2.7 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ માર્કેટ ટોચ પર છે. જાપાન માર્કેટ પણ 2.2 ટકા ઘટાડો સૂચવી રહ્યું છે. જ્યારે કોરિયા, તાઈવાન, ચીન એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં છે. યુએસ બજારો સોમવારે બંધ રહ્યાં હતાં. યુરોપ બજારોમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

SGX  નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 214 પોઈન્ટ્સના ઘટાડે 16992.50ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી માટે 16800નો સપોર્ટ છે. જે તૂટશે તો માર્કેટમાં ફ્રી ફોલ જોવા મળી શકે છે. સોમવારની માફક માર્કેટમાં બાઉન્સ જોવા મળે તેવી શક્યતાં ઓછી જણાય રહી છે.

ક્રૂડમાં બાઉન્સ

વૈશ્વિક ક્રૂડના ભાવ સોમવારે સાંજ સુધી નરમ રહ્યાં બાદ યુક્રેન સંકટ પાછળ બાઉન્સ થયા હતા. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.42 ટકા મજબૂતી સાથે 94.31 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. જે 96 ડોલરની સર્વોચ્ચ સપાટી નજીક છે. રશિયા-યૂક્રેન વચ્ચે યુધ્ધ થશે તો તે 100 ડોલરની સપાટી કૂદાવી જશે.

ગોલ્ડે 1900 ડોલર પાર કર્યું

વૈશ્વિક ગોલ્ડના ભાવ સોમવાર રાતથી 1900 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. કોમેક્સ ગોલ્ડ વાયદો આજે સવારે 12 ડોલરથી વધુના સુધારે 1912 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. ઉપરમાં તેણે 1918 ડોલરની સપાટી પર ટ્રેડ આપ્યું છે. જો તે 1922 ડોલરને પાર કરશે તો વાર્ષિક ટોચ દર્શાવશે. ગોલ્ડમાં 1880 ડોલરના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન લઈ શકાય છે. છેલ્લાં દોઢ વર્ષમાં ગોલ્ડમાં સૌથી ઝડપી તેજી જોવા મળી છે.

મહત્વની હેડલાઈન્સ

  • રિલાયન્સ, એમેઝોન, ડિઝની ગ્રીડ વચ્ચે 5 અબજ ડોલરના ક્રિકેટ પ્રાઈઝ માટે જંગ.
  • આરબીઆઈ ફોરવર્ડ બુકને મજબૂત કરવા માટે યુએસ ડોલર-રૂપી સ્વેપમાં સેલ-બાય હાથ ધરશે.
  • અદાણીએ કેનેડાની બાલાર્ડ પાવર સાથે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ્સ માટે કરેલું જોડાણ.
  • નાણાપ્રધાને નાણાકિય અને મૂડી બજારના આગેવાનો સાથે કરેલી ચર્ચા-વિચારણા.
  • સ્કાયમેટની આગાહી મુજબ દેશમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય બની રહેશે.
  • વિદેશી રોકાણકારોએ શુક્રવારે રૂ. 3060 કરોડની ચોખ્ખી વેચવાલી દર્શાવી હતી.
  • જોકે સોમવારે વિદેશી રોકાણકારોએ રૂ. 2140 કરોડની ખરીદી નોંધાવી હતી.
  • મુંબઈ હાઈકોર્ટે સીજી પાવર અંગે ટેક્સ ક્લેઈમને ફગાવ્યો છે.
  • આઈસીઆઈસીઆઈ બેંક રૂ. 20 કરોડમાં વર્વે ફાઈનાન્સિયલમાં 9.55 ટકા હિસ્સાની ખરીદી કરશે.
  • સીટીગ્રૂપે એલએન્ડટી ફાઈનાન્સના 5.787 કરોડ શેર્સનું વેચાણ કર્યું. જ્યારે બીએનપી પારિબાએ આ શેર્સને ખરીદી લીધાં છે.
  • વેદાંતાએ રાજસ્થાનમાં બાડમેર બ્લોક ખાતે ઓઈલની શોધ કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage