Market Opening 22 Jan 2021

Daily-Market-Update-22-Jan-2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

યુએસ ખાતે કોન્સોલિડેશન, એશિયન બજારો નરમ

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ ગુરુવારે કોન્સોલિડેશનમાં જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક 12 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 31176ની સપાટી પર બંધ રહ્યો હતો. જોકે ટેક્નોહેવી નાસ્ડેક વધુ 74 પોઈન્ટ્સ ઉછળી 13531 પર બંધ રહ્યો હતો. શુક્રવારે એશિયન બજારો જોકે નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ, તાઈવાન, ચીન અને સિંગાપુર સહિતના બજારો 0.7 ટકા સુધી નરમ ટ્રેડ થઈ રહ્યાં છે. એકમાત્ર કોરિયા 0.5 ટકાનો સુધારો દર્શાવે છે.  

SGX નિફ્ટી નરમ

સિંગાપુર નિફ્ટી 43 પોઈન્ટ્સના ઘટાડે 14601ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ખૂલી શકે છે. ગુરુવારે બજારમાં ટોચના સ્તરેથી જોવા મળેલી વેચવાલી પાછળ ટ્રેડર્સ સાવધાન બની ચૂક્યાં છે. અન્ડરટોન થોડો બેરિશ જણાય રહ્યો છે. નિફ્ટીને 14500નો સપોર્ટ છે. જે તૂટતાં તે 14100 સુધી ગગડી શકે છે.

ક્રૂડ કોન્સોલિડેશનમાં

ક્રૂડના ભાવમાં મોટી તેજીની જગા ઓછી છે. જોકે તે તરત તૂટી જાય તેવી શક્યતા નથી. બ્રેન્ટ ક્રૂડ 55 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે અને આ સ્તરે લાંબો સમય સુધી ટ્રેડ થઈ શકે છે.

ગોલ્ડ નરમ, સિલ્વર મક્કમ

બુલિયનમાં સિલ્વર વધુ મજબૂત જણાય રહી છે. જોકે શુક્રવારે સવારે વૈશ્વિક બજારમાં સોનું-ચાંદી નરમાઈ દર્શાવે છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 3 ડોલર ઘટાડે 1862 ડોલર પર જ્યારે ચાંદી 0.67 ટકા ઘટાડે 25.68 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. એમસીએક્સ ખાતે ગુરુવારે રાતે ચાંદી માર્ચ વાયદો 0.5 ટકા અથવા રૂ. 330ના સુધારે રૂ. 67320 પર બંધ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ રૂ. 85ની નરમાઈ સાથે બંધ જોવા મળ્યું હતું.

મહત્વની હેડલાઈન્સ

·         આગામી બજેટમાં ઘરેથી કામ કરતાં કર્મચારીઓને ટેક્સ ડિડક્શનનો લાભ આપવામાં આવી શકે છે એમ પ્રાઈસવોટરકૂપરહાઉસ જણાવે છે.

·         એસબીઆઈ કાર્ડ્સને પેરન્ટ કંપની તરફથી રૂ. 450 કરોડનું ફંડ મળ્યું. જોકે કંપનીની ગ્રોસ એનપીએ બમણી થઈ.

·         જિંદાલ સ્ટીલ એન્ડ પાવરે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 2432 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની આવક 40 ટકા વધી રૂ. 10534 કરોડ જોવા મળી છે.

·         ઈન્ડિગોએ નોંધાવેલી મજબૂત રિકવરી. કંપનીની ઓક્યૂપન્સી કોવિડ અગાઉના 80 ટકા સ્તર પર પહોંચી.

·         જેકે ટાયરે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 231નો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 309 કરોડ હતો. કંપનીની આવક રૂ. 2769 કરોડ રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2275 કરોડ હતી.

·         બજાજ હોલ્ડિંગ્સે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1149 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 932 કરોડ હતો. કંપનીની આવક 64 કરોડ રહી હતી. જે અગાઉના વર્ષે રૂ. 60 કરોડ હતી.

·         આઈઆઈએફએલ સિક્યૂરીટીઝે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 50.7 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 46.5 કરોડ હતો. કંપનીની આવક રૂ. 201 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 190 કરોડ પર હતી.

·         ઈન્ડિયન એનર્જિ એક્સચેન્જે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 58.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 41.9 કરોડ હતો. કંપનીની આવક રૂ. 59.8 કરોડ પરથી ઉછળી રૂ. 85.2 કરોડ રહી હતી.

·         આરપાવરે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 52.3 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 49.4 કરોડ હતો. કંપનીની આવક રૂ. 1669 કરોડ પરથી ઉછળી રૂ. 1897 કરોડ રહી હતી. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage