બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસમાં બાઉન્સ પાછળ એશિયામાં ઉછાળો
નોંધપાત્ર સમયગાળા બાદ એશિયન બજારોમાં ઊંચો સુધારો જોવા મળી રહ્યો છે. બુધવારે સતત બીજા દિવસે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 286 પોઈન્ટ્સના સુધારા સાથે બંધ આવતાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું. જેની પાછળ એશિયન બજારોમાં 1.7 ટકા જેટલો સુધારો જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સે મંગળવાર 550 પોઈન્ટ્સ અને બુધવારે રૂ. 286 પોઈન્ટ્સના સુધારા સાથે સપ્તાહની શરૂમાં સોમવારે દર્શાવેલા 750 પોઈન્ટ્સના ઘટાડાને રિકવર કરી લીધો હતો. એશિયન બજારોમાં હોંગ કોંગ 1.6 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યું છે. જ્યારે કોરિયા એક ટકો, જાપાન 0.6 ટકા, સિંગાપુર 1.2 ટકા અને તાઈવાન 0.66 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
ક્રૂડ ફરી 70 ડોલર ઉપર
બ્રેન્ટ ક્રૂડ વાયદો બુધવારે ફરી 72 ડોલર પર ટ્રેડ થયો હતો. જોકે આજે સવારે તે 0.6 ટકાના ઘટાડા સાથે 71.85 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડમાં હજુ પણ સુધારાતરફી ટ્રેન્ડ અકબંધ છે. જો તે તાજેતરના 67 ડોલરની સપાટી નીચે ટ્રેડ કરશે તો જ તેમાં વધુ ઘટાડો જોવા મળશે.
મહત્વની હેડલાઈન્સ
હેવેલ્સ ઈન્ડિયાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 236 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 64 કરોડ પર હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 304 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની જૂન ક્વાર્ટરની આવક રૂ. 2600 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1483 કરોડ હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેણએ રૂ. 3339 કરોડની આવક નોંધાવી હતી.
વંડરલાઃ એમ્યૂઝમેન્ટ પાર્ક કંપની 5 ઓગસ્ટથી વન્ડરલા હૈદરાબાદને ઓપન કરશે.
આઈસજેકઃ કંપનીએ રશિયા ખાતે સોડા એશ પ્રોજેક્ટ માટે નોંધપાત્ર ઓર્ડર મેળવ્યો છે.
પ્રિમીયમ એક્સપ્લોઝિવ્સઃ કંપનીએ ટેક્નોલોજી ટ્રાન્સફર માટે વિદેશી કંપની થોરિમ્બા ગ્લોબલ સાથે કરાર કર્યાં છે.
રોસારી બાયોટેકઃ સ્પેશ્યાલિટી કેમિકલ્સ કંપનીએ ટ્રાઈસ્ટાર ઈન્ટરમિડિએટ્સ પ્રાઈવેટ લિમિટેડના એક્વિઝીશનને મંજૂરી આપી છે.
આઈઆઈએફએલઃ સિક્યોરિટીઝ કંપનીએ લગભગ 22 લાખ યુઝર્સ માટે સ્મોલકેસ મેનેજર્સે તૈયાર કરેલા ભિન્ન પ્રાઈમ પોર્ટફોલિયો રજૂ કર્યાં છે.
બોસ બર્ગરઃ અગ્રણી ક્લાઉડ કિચન બ્રાન્ડે અમદાવાદમાં પ્રવેશ કર્યો છે. તે અગાઉ મોચા, સોશ્યલ અને સ્મોક હાઉસ ડેલીની રજૂઆત કરી ચૂકી છે. હાલમાં બોસ બર્ગર માટે ઓનલાઈન ઓર્ડર કરી શકાશે.
ઈરકોનઃ રેલ્વેની કંપનીએ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સોંપેલા 372 કિમીના સ્ટ્રેચમાંથી 100 કિમીના ટ્રેકને જોડવાની કામગીરી પૂર્ણ કરી છે.
કેન ફીન હોમ્સઃ હોમ ફાઈનાન્સ કંપની ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ પ્લેસમેન્ટ મારફતે ઈક્વિટી શેર્સ ઈસ્યુ કરી ફંડ્સ ઊભું કરવા માટે વિચારી રહી છે.
ડીસીએમ શ્રીરામઃ કંપનીએ રૂ. 145 કરોડના ખર્ચે વિસ્તરણની જાહેરાત કરી છે.
જ્યુબિલિઅન્ટ ફુડવર્કઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 69.5 કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 73.9 કરોડની ખોટ દર્શાવી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપને રૂ. 105 કરોડનો નફો નોંધાવ્યો હતો. જૂન ક્વાર્ટરમાં આવક રૂ. 893 કરોડ રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 388 કરોડ હતી. જ્યારે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1039 કરોડ પર હતી.
પોલીકેબ ઈન્ડિયાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 74 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 118 કરોડ હતો. એનાલિસ્ટ્સ રૂ. 130 કરોડ નફાનો અંદાજ રાખી રહ્યાં હતાં. કંપનીની આવક રૂ. 1880 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 977 કરોડ હતી.
લક્ષ્મી મશીન વર્ક્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 9.6 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 21.6 કરોડની ખોટ દર્શાવી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 26 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક રૂ. 450 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 187 કરોડ હતી. .
વીઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરએ વી હીરો અનલિમિટેડ પ્લાન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં પ્રિપેઈડ યુઝર્સને અનલિમિટેડ પ્લાન્સ તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Market Opening 22 July 2021
July 22, 2021