બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસમાં બાઉન્સ પાછળ એશિયા મજબૂત
યુએસ ખાતે નવા સપ્તાહની શરૂઆત સારી રહી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 587 પોઈન્ટ્સ ઉછળી 33877ની સપાટી પર બંધ આવ્યો હતો. લગભગ ત્રણેક સપ્તાહ બાદ તેણે સારો દેખાવ દર્શાવ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં જીવ આવ્યો છે અને તેઓ પણ નોંધપાત્ર સમય બાદ સારો સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાનનું બજાર 2.9 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. સોમવારે તે 3 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતું હતું. ચીન, હોંગકોંગ, કોરિયા અને તાઈવાન પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર સિંગાપુર સાધારણ નરમાઈ દર્શાવે છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી આજે સ્થાનિક બજારમાં ગેપ-અપ ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. તે 74 પોઈન્ટ્સના સુધારે 15803 પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. આમ સ્થાનિક બજારમાં ટ્રેડની શરૂઆત પોઝીટીવ રહેશે તે નક્કી છે. નિફ્ટીને 15450નો મહત્વનો સપોર્ટ છે અને તે જળવાય ત્યાં સુધી લોંગ પોઝીશન પકડી રાખવી જોઈએ. 15450ની નીચે માર્કેટમાં ઝડપી ઘટાડો સંભવ છે. ઉપરમાં નિફ્ટી માટે 15800નું સ્તર પાર કરવું અઘરું બની શકે છે.
માર્કેટમાં એકાંતરે દિવસે વધ-ઘટ જળવાય શકે
ટ્રેડર્સના સેન્ટિમેન્ટને જોતાં આગામી કેટલાક દિવસોમાં બજાર એકાંતરે દિવસે વધ-ઘટ દર્શાવી શકે છે. તે તીવ્ર ઘટાડો કે સુધારો દર્શાવવાના બદલે નાની રેંજમાં વધ-ઘટ સાથે ટ્રેડ થતું રહે અને પસંદગીના કાઉન્ટર્સમાં તેજી જોવા મળે તેવું બને. મીડ અને સ્મોલ-કેપ્સમાં હજુ પણ વેલ્યૂ છે અને આવા કાઉન્ટર્સ ચોક્કસ સુધારો જાળવી રાખશે. જ્યારે બજાર દિશાહિન જળવાશે. માર્કેટમાં ટ્રેડર્સ ખૂબ ડરી રહ્યો છે અને તેને જોતાં બજાર પેનિક સેલીંગમાં જાય તેવી શક્યતા ઓછી છે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં નવી ટોચ જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 75 ડોલરની સપાટી વટાવી ગયો છે. હાલમાં તે 0.36 ટકા સુધારા સાથે 75.17 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 75.22 ડોલરની જાન્યુઆરી 2020 પછીની ટોચ નોંધાવી છે.
મહત્વની હેડલાઈન્સ
• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2035 સુધીમાં સંપૂર્ણપણે કાર્બન-ન્યૂટ્રલ કંપની બનશે.
• એનટીપીસીએ રિન્યૂએબલ એનર્જિનો ટાર્ગેટ બમણો કર્યો. 2032 સુધીમાં તે 60 ગીગાવોટ ક્લિન પાવર પેદા કરશે.
• સેટે પીએનબી હાઉસિંગને પ્રેફરન્શિયલ ઈસ્યુ માટે ઈ-વોટિંગ યોજવા મંજૂરી આપી.
• ઈસીએમ વોચના મતે ભારતીય કંપનીઓ 2008થી સૌથી ઝડપી ગતિએ લિસ્ટ થઈ રહી છે.
• આરબીઆઈએ 67 અબજ ડોલરના બોન્ડ્સને લોંગ ડેટમાં રૂપાંતરિત કર્યાં. જે ટાર્ગેટ કરતાં ઓછાં છે.
• ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં ઓક્ટોબર બાદનો સૌથી નીચો ઈનફ્લો જોવા મળ્યો. તે 33મા સપ્તાહે વધીને 47.8 અબજ ડોલર રહ્યો.
• 21 જૂન સુધીમાં દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્યની સરખામણીમાં 37 ટકા વધુ.
• વૈશ્વિક ફંડ્સે સોમવારે રૂ. 1240 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી.
• સ્થાનિક ફંડ્સે રૂ. 138 કરોડની ચોખ્ખી ખરીદી કરી.
• નિસાન ઈન્ડિયાએ ઈન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા અને નેપાલને એસયુવી મેગ્નિટની નિકાસ શરૂ કરી.
• ભારતી જૂથે સ્વદેશી 5જી ટેક્નોલોજી માટે ટીસીએસ સાથે કરેલી વ્યૂહાત્મક ભાગીદારી..
• બ્રિગેડ એન્ટરપ્રાઈઝે ક્વિપ ઈસ્યુ માટે રૂ. 276.5 પ્રતિ શેરનો ભાવ નિર્ધારિત કર્યો.
• ડિશ ટીવીની રૂ. 1000 કરોડના રાઈટ્સ ઈસ્યુને મંજૂરી
• ઓઈલ ઈન્ડિયાનો માર્ચ ક્વાર્ટરનો નફો રૂ. 848 કરોડ રહ્યો. તેણે રૂ. 632 કરોડના અંદાજ સામે સારો દેખાવ કર્યો. આવક રૂ. 2580 કરોડ રહી.
Market Opening 22 June 2021
June 22, 2021