Market Opening 22 March 2021

માર્કેટ ઓપનીંગ

ઉઘડતાં સપ્તાહે એશિયન બજારોમાં નરમાઈ

એશિયન બજારોમાં શુક્રવારે જોવા મળેલો ઘટાડો લંબાય ગયો છે. સપ્તાહાંતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પણ નરમ બંધ જોવા મળ્યો હતો. બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતી પાછળ ઈક્વિટીઝમાં નરમાઈનો ટ્રેન્ડ યથાવત રહ્યો હતો. આજે સવારે એશિયન બજારોમાં ચીન, હોંગ કોંગ અને સિંગાપુર સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બાકીના બજારો રેડિશ જણાય છે. જેમાં જાપાનનો નિક્કાઈ 2 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો છે. તાઈવાન 0.43 ટકા અને કોરિયા 0.24 ટકાનો ઘટાડો સૂચવે છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ ગયા શુક્રવારે 234 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ રહ્યો હતો.

SGX નિફ્ટીમાં નરમાઈ

સિંગાપુર નિફ્ટી 10 પોઈન્ટ્સનો સાધારણ ઘટાડો સૂચવે છે. એટલેકે સ્થાનિક બજાર પણ લગભગ ફ્લેટથી સામાન્ય નરમાઈ સાથે ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 14600નો મહત્વનો સપોર્ટ છે. જ્યારબાદ શુક્રવારે દર્શાવેલું 14350નો સપોર્ટ ખૂબ મહત્વનો છે. જે તૂટતાં બજાર માટે 26 ફેબ્રુઆરીએ જોવા મળેલો 13600નો સપોર્ટ મહત્વનો બની રહેશે. માર્કેટ અતિશય વોલેટાઈલ જોવા મળી રહ્યું છે. આમ બંને બાજુના ટ્રેડર્સે સ્ટોપલોસનું પાલન કરવું અનિવાર્ય રહેશે. જો નિફ્ટી 14900ના સ્તરને પાર કરવામાં સફળ રહેશે તો ફરી એકવાર નવી ટોચ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી શકે છે.

ક્રૂડમાં નરમાઈ

સપ્તાહની શરૂઆતે ક્રૂડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.64 ટકા ઘટાડા સાથે 64 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે 62-65 ડોલર વચ્ચે અથડાઈ રહ્યો છે. ટ્રેન્ડ નરમાઈનો જ છે. જો તે 62 ડોલરનું સ્તર તોડશે તો ચોક્કસ 60 અને 56 ડોલરનું સ્તર દર્શાવે તેવી શક્યતા છે. એમસીએક્સ ખાતે પણ તે રૂ. 4200 સુધીનો ઘટાડો નોંધાવી શકે છે.

ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ

ઊઘડતાં સપ્તાહે કિંમતી ધાતુઓ પણ ઘટાડો નોંધાવી રહી છે. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર 7 ડોલરના ઘટાડે 1734 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર ફ્યુચર 2 ટકા નરમાઈ સાથે 25.795 ડોલર પર ટ્રેડ દર્શાવે છે. આમ સ્થાનિક બજારમા બંને ઘાતુઓ નરમ ટ્રેડ સાથે કામકાજની શરૂઆત કરશે. એમસીએક્સ ખાતે શુક્રવારે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 45000ના સ્તર પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. જોકે તે ફરી આ સ્તર નીચે ઉતરી જાય તેવું જણાય છે. ગોલ્ડને ત્રણેક સપ્તાહથી રૂ. 45 હજારના સ્તર આસપાસ સપોર્ટ મળી રહ્યો છે.

મહત્વની હેડલાઈન્સ

* સાઉદી અરામ્કોના જણાવ્યા મુજબ ભારતની ક્રૂડની માગ કોવિડ અગાઉના સ્તરે પહોંચી ગઈ છે. યુરોપમાં હજુ પણ ક્રૂડ વપરાશ કોવિડ અગાઉના સ્તરેથી ઘણો દૂર છે.

* ફેબ્રુઆરીમાં ભારતમાં રિફાઈનરી આઉટપુટ વાર્ષિક ધોરણે 11.8 ટકા ઘટી 1.86 કરોડ ટન રહ્યો હતો.

* ફ્યુચર રિટેલે રિલાયન્સને એસેટ વેચાણ અંગે કોર્ટના આદેશ સામે કરેલી અપીલ.

* 12 માર્ચે પૂરાં થતાં સપ્તાહ દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ 1.7 અબજ ડોલર વધી 582 ડોલર પર પહોંચ્યું હતું.

* જાન્યુઆરીમાં આરબીઆએ 2.85 અબજ ડોલર વિદેશી હુંડિયામણની ખરીદી કરી હતી.

* વૈશ્વિક ફંડ્સે શુક્રવારે ભારતીય બજારમાં 1420 કરોડની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 560 કરોડની વેચવાવી દર્શાવી હતી.



*રિલાયન્સની સહયોગી સંસ્થાઓએ તેના પોતાના સીબીએમ બ્લોકમાંથી 75 ટકા ગેસ 6 ડોલરના ભાવે ખરીદ્યો.

* વોલ્ટાસે આગામી સિઝનમાં નાના શહેરોમાં એસીની માગમાં દ્વિઅંકી વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.

* શાઓમી ભારતમાં ઈલેક્ટ્રિક સ્કૂટર અને સાઈકલ બજારમાં પ્રવેશ ઈચ્છી રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage