Market Opening 22 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

વૈશ્વિક બજારોમાં દિશાહિન ટ્રેન્ડ
શેરબજારો એકાંતરે દિવસે વિરોધી ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. એક દિવસ સુધારો દર્શાવતાં બજાર બીજા દિવસે ઘટાડામાં સરી પડે છે. ગુરુવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 6 પોઈન્ટ્સના સાધારણ ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં ગુરુવારે 1.9 ટકાનો ઘટાડો દર્શાવનાર જાપાનનો નિક્કાઈ 0.64 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે ગુરુવારે એક ટકાથી વધુ સુધારો દર્શાવનાર તાઈવાનનો ઈન્ડેક્સ 0.3 ટકાની નરમાઈ સૂચવી રહ્યો છે. કોરિયા, હોંગ કોંગ અને સિંગાપુરમાં સાધારણ સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચીનનું બજાર 0.35 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 23 પોઈન્ટસના સુધારે 18269ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છ કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીમાં ગુરુવારે જોવા મળેલું 18050નું તળિયું મહત્વનો સપોર્ટ બની રહેશે. માર્કેટમાં ત્રણ દિવસના ઘટાડા બાદ કોન્સોલિડેશન જોવા મળે તેવી શક્યતાં છે. જ્યારે પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી પણ જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• સાઉદી સરકારની કંપની અરામ્કો ભારતમાં સમગ્ર એનર્જી વેલ્યૂ ચેઈનમાં રોકાણ કરશે.
• સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વૃદ્ધિ.
• ઝી લિ.એ હાઈકોર્ટને શુક્રવારે અસાધારણ વાર્ષિક સભા યોજવા અંગે જણાવ્યું.
• રિલાયન્સના શેરધારકોએ અરામ્કોના રુમાય્યાનની કંપનીના બોર્ડ પર નિમણૂંકની તરફેણમાં વોટિંગ કર્યું.
• ટાટા યુએસ સોડા એશ યુનિટના એક અબજ ડોલરમાં વેચાણ માટેની શોધમાં. પીઈ કંપનીનો સંપર્ક કર્યો હોવાના અહેવાલ.
• ઊંચી માગ પાછળ જેએસડબલ્યુ સ્ટીનો પ્રોફિટ ઉછળ્યો.
• રિલાયન્સ-ફ્યુચર ડિલ પર એમેઝોનની તરફેણમાં ચુકાદો. સિંગાપુર ટ્રિબ્યુનલ નવેમ્બરમાં આખરી સુનાવણી શરૂ કરશે.
• વૈશ્વિક રોકાણકારોએ ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 1670 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક રોકાણકારોએ બજારમાં રૂ. 2530 કરોડની કરેલી ખરીદી.
• કન્ટેનર કોર્પોરેશને બીજા ક્વાર્ટરમાં રૂ. 264 કરોડનો નફો દર્શાવ્યો હતો જ્યારે તેની આવક રૂ. 1824 કરોડ રહી હતી.
• આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે બીજા ક્વાર્ટરમાં રૂ. 447 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 416 કરોડ પર હતો.
• ઈન્ડિયન એનર્જી એક્સચેન્જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 67 ટકા વૃદ્ધિ સાથે રૂ. 78.1 કરોડનો નફો નોંધાવ્યો હતો.
• ઈન્ડિયન હોટેલ્સે બીજા ક્વાર્ટરમાં રૂ. 121 કરોડની ખોટ દર્શાવી હતી. જ્યારે તેની આવક રૂ. 728 કરોડ પર રહી હતી.
• ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશે બીજા ક્વાર્ટર માટે રૂ. 82.2 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે રૂ. 87 કરોડના અંદાજ સામે નીચો રહ્યો હતો.]

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage