Market Opening 23 Dec 2020

Daily-Market-Update-23

માર્કેટ ઓપનીંગ

યુએસ ખાતે નરમાઈ છતાં એશિયન બજારોમાં પોઝીટીવ ટોન

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ મંગળવારે રાતે 201 પોઈન્ટ્સના ઘટાડે 30016 પર બંધ આવ્યો હતો. જોકે એશિયન બજારોમાં ટોન મજબૂત જોવા મળી રહ્યો છે. તેઓ 0.6 ટકા સુધીની મજબૂતી દર્શાવી રહ્યાં છે. હોંગ કોંગ, જાપાન, ચીન અને કોરિયા સહિત તમામ બજારો ગ્રીન ટ્રેડ દર્શાવી રહ્યાં છે.

SGX નિફ્ટી નરમ

સિંગાપુર નિફ્ટી 43 પોઈન્ટ્સની નરમાઈ સાથે 13441ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ સાધારણ નરમાઈ સાથે જ ખૂલશે. નિફ્ટી 13500 પર બંધ આપશે તો આગામી સત્રોમાં તે ઝડપથી નવી ટોચ દર્શાવી શકે છે. અન્યથા  ડિસેમ્બર મહિનો કોન્સોલિડેશનનો જોવા મળી શકે છે.

ક્રૂડમાં નરમાઈ

બ્રેન્ટ ક્રૂડ વાયદો 50નું સ્તર તોડી 49.36 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. ત્રણ દિવસમાં તે બીજી વાર 50ની નીચે ઉતરી ગયો છે. જે સૂચવે છે કે કોવિડને લઈને ફરી આર્થિક રિકવરીની ચિંતા બજારને થઈ રહી છે.

ગોલ્ડ-સિલ્વર નરમ

મંગળવારે ગોલ્ડ અને સિલ્વરમાં નરમાઈ જોવા મળી હતી. એમસીએક્સ ખાતે ચાંદી 3.16 ટકાના ઘટાડે રૂ. 66840ના ઘટાડે બંધ રહી હતી. રૂ. 66000ના સપોર્ટ પર ચાંદી હજુ સુધારાતરફી છે. જો તે આ સ્તર તોડશે તો ચોક્કસ વધુ ઘટાડો દર્શાવશે. સોનુ રૂ. 50 હજાર પર ટક્યું છે. જે મહત્વનો સાયકોલોજિકલ સપોર્ટ છે.

મહત્વની હેડલાઈન્સ

·         વિશ્વ બેંકે ભારતમાં હાઈવેસના બાંધકામ માટે 50 કરોડ ડોલર મંજૂરી કર્યાં છે.

·         રેલ્વેએ ફ્રેઈટ માટે પ્રિમિયમ ઈન્ડેટ પોલિસી રજૂ કરી છે.

·         દેશની નવેમ્બરની ક્રૂડ આયાતમાં વાર્ષિક ધોરણે 4.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

·         આઈશેર્સ એમએસસીઆઈ ઈન્ડિયા ફંડ દૈનિક 10.2 કરોડ ડોલરનું ફંડ મેળવે છે.

·         મંગળવારે વિદેશી રોકાણકારોએ રૂ. 1150 કરોડની ખરીદી કરી હતી.

·         સ્થાનિક સંસ્થાઓએ મંગળવારે રૂ. 662 કરોડનું વેચાણ કર્યું હતું.

·         બજાજ ઓટો મહારાષ્ટ્રમાં નવી ફેકટરી પાછળ રૂ. 650 કરોડનો ખર્ચ કરશે.

·         ઈન્ફોસિસે ઓટોમોટીવ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેશન્સ ટ્રાન્સફર માટે ડેઈમલર સાથે વ્યૂહાત્મક ભાગીદારી નોઁધાવી છે.

·         જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ 29 ડિસેમ્બરે બિઝનેસ રિઓર્ગેનાઈઝેશન માટે વિચારણા કરશે.

·         મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના કોરિયન યુનિટ સેંગયોંગે જેપી મોર્ગનને 49 બિલિયન વોનની લોન ચૂકવણીમાં નાદારી નોંધાવી છે.

·         વિપ્રોનું શેર બાયબેક 29 ડિસેમ્બરે ખૂલશે અને 11 જાન્યુઆરીએ બંધ થશે.

·         ઝેનસાર ટેક્નોલોજિસે યૂકેની એનએફયૂ મ્યુચ્યુલ પાસેથી કોન્ટ્રેક્ટ મેળવ્યો છે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage