બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
માર્કેટ્સ ત્રીજા દિવસે પોઝીટીવ
વૈશ્વિક શેરબજારો સતત ત્રીજા દિવસે પોઝીટીવ જોવા મળી રહ્યાં છે. બુધવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 261 પોઈન્ટ્સના સુધારે 35754ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. જે તેની સપ્તાહની ટોચ હતી. નાસ્ડેક વધુ 181 પોઈન્ટ્સ ઉછળી 15522 પોઈન્ટ્સના સ્તરે બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં જાપાન, સિંગાપુર, કોરિયા, તાઈવાન, હોંગ કોંગ અને ચીન સુધારા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 101 પોઈન્ટ્સ સુધારા સાથે 17079ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે અને તે 17 હજાર પર જ ખૂલતો જોવા મળી શકે છે. નિફ્ટી માટે 17200નો અવરોધ છે. જ્યાં સુધારો અટકી શકે છે. જો આ સ્તર પણ પાર કરી લેશે તો શોર્ટ કવરિંગ પાછળ બજાર ઉછળી શકે છે અને 17500નું સ્તર જોવા મળી શકે છે.
ક્રૂડમાં તેજીતરફી બ્રેકઆઉટ
વૈશ્વિક ક્રૂડમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 75.70 ડોલરની મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જૂ સૂચવે છે કે ઓમિક્રોન જેવા કારણોથી ક્રૂડના વપરાશ પર કોઈ મોટી અસર પડવાની શક્યતાં નથી. લગભગ ચારેક સપ્તાહોથી કોન્સોલિડેશનમાં રહ્યાં બાદ ક્રૂડે બ્રેકઆઉટ આપ્યો છે. આગામી સત્રોમાં તે ઝડપી સુધારો દર્શાવી શકે છે.
ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત
વૈશ્વિક ગોલ્ડના ભાવ ફરી 1800 ડોલરની સપાટી કૂદાવી 1808 ડોલર પર ટ્રેડ કરી રહ્યાં છે. તેઓ 5 ડોલરનો સુધારો સૂચવે છે. ગોલ્ડને 1815 ડોલરનો એક અવરોધ છે. જે પાર થશે તો તે 1850 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. ગોલ્ડ માટે વર્તમાન ટ્રિગર વૈશ્વિક આર્થિક રિકવરીને લઈને ફરી જોવા મળી રહેલી અનિશ્ચિતતા છે.
મહત્વની હેડલાઈન્સ
• અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે મુંબઈ એરપોર્ટના ડેટના રિફાઈન્સિંગ માટે 1 અબજ ડોલર ઊભા કરશે.
• ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીના બોર્ડે રૂ. 1500 કરોડ ઊભા કરવાને આપેલી મંજૂરી.
• ગ્રેટ ઈસ્ટર્નનું બોર્ડ 27 ડિસેમ્બરે શેર્સ બાયબેકની વિચારણા કરશે.
• કોટક મહિન્દ્રા બેંકની સબસિડિયરીએ ફોર્ડ ક્રેડિટ ઈન્ડિયાનો પેસેન્જર વેહીકલ ફાઈનાન્સ પોર્ટફોલિયો ખરીદ્યો છે.
• ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પીએસપી પ્રોજેક્ટ્સને પ્રિકાસ્ટના મેન્યૂફેક્ચરિંગ માટે ઈન્ડસ્ટ્રીલ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે.
• જ્યુબિલિઅન્ટ ફૂડે તેની પ્રોડક્ટ્સના ભાવામં 5-6 ટકા વૃદ્ધિ દર્શાવી છે.
• આઈનોક્સ વિન્ડનું બોર્ડ 27 ડિસેમ્બરે ફંડ ઊભું કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરશે.
• કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીલ મોબિલિટીના ગઠન અંગે સર્ટિફિકેટ ઈસ્યુ કર્યું છે.
• રિઅલ્ટી કંપની કોલ્ટે-પાટિલના બોર્ડે બે સંપૂર્ણ માલિકીની સબસિડિયરીઝના મર્જરને મંજૂરી આપી છે.
• સરકારે અગ્રણી પોર્ટ્સને માર્કેટના પરિમાણો મુજબ ટેરિફ નિર્ધારિત કરવા માટેની છૂટ આપી છે. જેનો લાભ પોર્ટ કંપનીઓને મળશે.
• ચંબલ ફર્ટિલાઈઝર્સના પ્રમોટર ગ્રૂપે કંપનીના 2 લાખ શેર્સની ઓપન માર્કેટમાંથી ખરીદી કરી છે.
• એક્સિસકેડ્સે શશિધર એસકેની ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકેની નિમણૂંકને મંજૂરી આપી છે.
• વેદાંતઃ કંપનીએ રૂ. 1000 કરોડનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
Market Opening 23 Dec 2021
December 23, 2021