Market Opening 23 Feb 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે એશિયામાં મજબૂતી

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 27 પોઈન્ટ્સના સાધારણ સુધારે 31522ની સર્વોચ્ચ સપાટી પર બંધ આવ્યો હતો. જોકે ટેક હેવી નાસ્ડેક 2.5 ટકા અથવા 341 પોઈન્ટ્સ તૂટ્યો હતો. નાસ્ડેક અંતિમ બે વર્ષમાં વૈશ્વિક બજારોમાં સૌથી મોટો આઉટપર્ફોર્મર રહ્યો હતો અને તે ઓવરબોટ હોવાથી કરેક્શન અપેક્ષિત હતું. મંગળવારે સવારે એશિયન બજારોમાં મહદઅંશે મજબૂત જોવા મળી રહી છે. જાપાનનો નિક્કાઈ 0.5 ટકા સુધારો સૂચવે છે. જ્યારે હોંગ કોંગ બજાર 1 ટકાથી વધુ મજબૂત ટ્રેડ દર્શાવે છે. ચીન અને સિંગાપુર પણ 0.7 ટકા સુધી સુધારો નોંધાવી રહ્યાં છે. એકમાત્ર કોરિયા 0.2 ટકાનો સાધારણ ઘટાડો દર્શાવ  છે.

SGX નિફ્ટી પરથી ગેપ-અપની શક્યતા

સિંગાપુર નિફ્ટીને જોઈએ તો તે 95 પોઈન્ટ્સનો સુધારો દર્શાવે છે અ 14770 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર નોંધપાત્ર ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. જોકે બજારમાં સુધારે વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. સતત પાંચ દિવસથી નરમાઈ બાદ બજારમાં બાઉન્સ અપેક્ષિત છે. નિફ્ટીમાં 14630 અને 14514ના મહત્વના સપોર્ટ છે. જેને સ્ટોપલોસ તરીકે રાખી લોંગ પોઝીશન જાળવી શકાય. જ્યારે શોર્ટ પોઝીશન માટે 15100નો સ્ટોપલોસ રાખવાનો રહેશે. માર્કેટમાં વોલેટિલિટી ઈન્ડેક્સમાં 14 ટકાના ઉછાળાને જોતાં બજારમાં તીવ્ર વધ-ઘટ સંભવ છે.

ક્રૂડમાં મજબૂતી

વૈશ્વિક બજારમાં ક્રૂડ બે દિવસની નરમાઈ બાદ ફરી મજબૂત બન્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 1.74 ટકાની મજબૂતી પાછળ 65.48 ડોલરની તાજેતરની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. અલબત્ત, તેને વર્તમાન ઝોનમાં અવરોધ છે અને તે વેચવાલીનો અનુભવ કરી શકે છે. જ્યાં સુધી તે 60 ડોલર નીચે સેટલ ના થાય ત્યાં સુધી ટ્રેન્ડ મજબૂતીનો જ રહેશે.

ગોલ્ડ-સિલ્વરમાં ઝડપી સુધારો

અંતિમ સપ્તાહના આખરી દિવસે ગોલ્ડ-સિલ્વરમાં જોવા મળેલું બાઉન્સ ટક્યું છે. સોમવારે ગોલ્ડ ફરી 1800 ડોલર પર ટ્રેડ થયું હતું. જ્યારે ચાંદી 28 ડોલરની સપાટી વટાવી ગઈ હતી. આજે સવારે કોમેક્સ ગોલ્ડ 5 ડોલર મજબૂતી સાથે 1813 ડોલર પર જ્યારે ચાંદી 0.6 ટકાની મજબૂતી સાથે 28.23 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. એમસીએક્સ ખાતે સોમવારે રાતે ચાંદી વાયદો 2 ટકાથી વધુ સુધરી રૂ. 70 હજારની સપાટી પાર કરી ગયો હતો. જ્યારે સોનુ પણ એક ટકાથી વધુના સુધારે રૂ. 46900 પર બંધ રહ્યું હતું.

મહત્વની હેડલાઈન્સ

·         પેટ્રોલ, ડિઝલ પરના અપ્રત્યક્ષ વેરામાં ઘટાડા માટે આરબીઆઈ ગવર્નરે સરકારને જણાવ્યું.

·         જીએસટી કાઉન્સિલ કોઈ ટેક્સ સ્લેબ, રેટ પરિવર્તનની ના પાડી.. તે ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર અપનાવે તેવી શક્યતા.

·         ઝોમેટોએ પાંચ વિવિધ રોકાણકારો પાસેથી 25 કરોડ ડોલર મેળવ્યાં

·         કોવિડને લઈને સ્ટ્રેસ ઓછો છતાં ઈન્ડિયા રેટિંગ્સે બેંકિંગ સેક્ટર માટે રેટિંગને અપગ્રેડ કરી સ્ટેબલ બનાવ્યું.

·         એલોન મસ્કે બિટકોઈનમાં સુધારા અંગે ચેતવણી આપ્યા બાદ 15 અબજ ડોલર ગુમાવ્યાં.

·         સુપ્રીમ કોર્ટે ફ્યુચર-રિલાયન્સ ડિલને મંજૂરી આપવામાંથી એનસીએલટી પર પ્રતિબંધ મૂક્યો.

·         એર ઈન્ડિયાએ ત્રણ અગ્રણી ઓએમસીને ફ્યુયલ બિલ પેટે રૂ. 3000 કરોડ ચૂકવવાનાં છે.

·         એરટેલ ફોરિન કરન્સી બોન્ડ્સ ઈસ્યુ અંગે નિર્ણય લેશે.

·         વેદાંતાના જી આર કુમારે ડિરેક્ટર અને સીએફઓ તરીકે રાજીનામું આપ્યું છે.

·         આઈકિયાની પાંખ ભારતમાં રૂ. 5500 કરોડના ખર્ચે પ્રથમ શોપીંગ મોલ સ્થાપશે.

·         ઈન્ડુસ ટાવર સાથે મર્જર બાદ પણ ભારતી ઈન્ફ્રાટેલના ચોથા ક્વાર્ટરના પ્રોફિટમાં કોઈ ફેરફાર નહિ.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage