Market Opening 23 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

 

એશિયન બજારોમાં ઘટાડો અટક્યો

રશિયા-યૂક્રેન વચ્ચે જીઓ-પોલિટીકલ તંગદિલી વચ્ચે એશિયન બજારોમાં ઘટાડો અટક્યો હોવાનું જોવા મળે છે. હોંગ કોંગ, તાઈવાન, કોરિયા અને ચીનના બજારો 0.51 ટકા સુધી પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર સિંગાપુર માર્કેટ 0.7 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. મંગળવારે યુએસ બજારમાં નરમાઈ જોવા મળી હતી. ડાઉ જોન્સ 400 પોઈન્ટ્સથી વધુ અને નાસ્ડેક 167 પોઈન્ટ્સ ઘટાડે બંધ રહ્યાં હતાં.

SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 89 પોઈન્ટ્સના સુધારા સાથે 17192ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. સતત પાંચ સત્રો બાદ ગેપ-ડાઉન ઓપનીંગ તથા નરમ બંધ દર્શાવ્યાં બાદ ભારતીય બજારમાં પોઝીટીવ શરૂઆતની શક્યતા છે. નિફ્ટીમાં 16800નું સ્તર ફરી એકવાર મહત્વના સપોર્ટ તરીકે ઊભર્યું છે. જેના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન રાખી શકાય. જ્યારે ઉપરમાં 17200નો અવરોધ છે. જે પાર થશે તો બજારમાં વધુ સુધારો જોવા મળી શકે છે.

ક્રૂડમાં નવો ઉછાળો અલ્પજીવી નિવડ્યો

વૈશ્વિક ક્રૂડના ભાવ મંગળવારે ઉછળ્યાં બાદ પરત ફર્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 97 ડોલર સુધી ટ્રેડ થયા બાદ ફરી 94 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જો તે 90 ડોલરનું સ્તર તોડશે તો ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. ક્રૂડમાં યુક્રેન તંગદિલીનું કારણ સંપૂર્ણપણે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે અને તેથી તે શોર્ટ ટર્મમાં ઘસારો દર્શાવી શકે છે.

ગોલ્ડમાં અન્ડરટોન મક્કમ

વૈશ્વિક ગોલ્ડના ભાવ 1900 ડોલર આસપાસ અથડાઈ રહ્યાં છે. સોમવારે 1918 ડોલરની ટોચ બનાવ્યાં બાદ કોમેક્સ વાયદો થોડો પરત ફર્યો હતો. જોકે તેમાં કોઈ વેચવાલીના સંકેતો નથી જોવા મળ્યાં. 1920 ડોલરની સપાટી પાર થશે તો ગોલ્ડ 1970-2000 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે તેવી શક્યતાં જોવાઈ રહી છે. સોના સાથે ચાંદી પણ મજબૂતી દર્શાવી રહી છે.

મહત્વની હેડલાઈન્સ

• હીરો મોટોકોર્પે સ્માર્ટ ઈવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બીપીસીએલ સાથે હાથ મિલાવ્યાં છે.

• ડીબીએલ છત્તીસગઢમાં હાઈબ્રીડ એન્યૂઈટી બેસીસ પર કામ કરવા માટે એનએચએઆઈએ ફ્લોટ કરેલા ટેન્ડર્સમાં એલ-1 બીડર તરીકે બહાર આવી છે.

• એસઆઈએસે મહાનદી કોલફિલ્ડ્સ પાસેથી રૂ. 225 કરોડનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે.

• ચંબલ ફર્ટિલાઈઝરમાં પ્રમોટર્સે વધુ 75 હજાર શેર્સ ખરીદ્યાં છે.

• સન ફાર્માની કંપની ટારો અગાઉની ધ પ્રોએક્ટીવ અને હવે આલ્કેમી તરીકે ઓળખાતી કંપનીને ગોલ્ડેર્મા પાસેથી 9 કરોડ ડોલરમાં ખરીદશે.

• એલઆઈસીએ કેપ્રિ ગ્લોબલમાં 1.5 લાખ ઈક્વિટી શેર્સની ઓપન માર્કેટ મારફતે ખરીદી કરી છે.

• ક્રોમ્પ્ટન કન્ઝ્યૂમર બટરફ્લાય ગાંધીમથીમાં બહુમતી હિસ્સો ખરીદશે. ઓપન ઓફરમાં રૂ. 1433.9 પ્રતિ શેર ચૂકવી કંપનીમાં 26 ટકા હિસ્સો ખરીદવાનો કંપનીનો ઈરાદો.

• સોસાયટી જનરાલીએ મંગળવારે એચડીએફસીના રૂ. 1730 કરોડના શેર્સ માર્કેટમાં ઓફલોડ કર્યાં હતાં. તેણે સરેરાશ રૂ. 2436.8 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું હતું.

• મહિન્દ્રા સીઆઈઈનો ડિસેમ્બર મહિનાનો નફો 28 ટકા ગગડી રૂ. 80 કરોડ પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 112 કરોડ પર હતો.

• કાર્બોરન્ડમ યુનિવર્સલમાં એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીએ 1.1 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage