Market Opening 23 June 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં પોઝીટીવ અન્ડરટોન
સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 68 પોઈન્ટ્સ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જોકે તે 34000ના સ્તરને પાર કરી શક્યો નહોતો. એશિયન બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જોકે તેઓ સાધારણ સુધારા સાથે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. તાઈવાન એક ટકા સાથે સૌથી મજબૂત જણાય છે. જ્યારે અન્ય બજારો 0.1 ટકાથી 0.4 ટકા સુધીનો સુધારો જણાવે છે. એશિયન બજારોમાં લગભગ એક મહિના બાદ સ્થિરતા જોવા મળી રહી છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 63 પોઈન્ટ્સના સુધારા સાથે 15833 પર ટ્રેડ કરી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. કેશ નિફ્ટી માટે 15800નું સ્તર એક અવરોધ છે. જે પાર થતાં તે કોન્સોલિડેશનમાંથી બહાર આવી નવી ટોચ તરફ આગળ વધી શકે છે. જોકે આગામી બે સત્રો માસિક એક્સપાયરીના હોવાથી બજારમાં ઈન્ટ્રા-ડે મોટી વધ-ઘટ સંભવ છે.
બ્રેન્ટમાં 75 ડોલર પર ટ્રેડ
વૈશ્વિક ક્રૂડ સ્થિરતા દર્શાવી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.7 ટકા સુધારા સાથએ 75.31 ડોલરની દોઢ વર્ષની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે આગામી સમયગાળમાં વધુ સુધારાની શક્યતા દર્શાવે છે.
મહત્વની હેડલાઈન્સ
• ભારત ઈલેક્ટ્રોનિક્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1352 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1035 કરોડ હતો. કંપનીની આવક રૂ. 6757 કરોડ રહી હતી.
• આઈટીઆઈએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 200 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 32 કરોડની ખોટ હતી. કંપનીની આવક રૂ. 650 કરોડથી વધી રૂ. 1266 કરોડ રહી હતી.
• ગાંધી સ્પેશ્યલ ટ્યુબ્સે રૂ. 550ના મહત્તમ ભાવે રૂ. 42 કરોડના મૂલ્ય સુધીના શેર્સ બાયબેક કરવાની જાહેરાત કરી છે.
• વેદાંતને ઓરિસ્સામાં ઝારસુગુડા જિલ્લામાં કુરાલોઈ(એ) નોર્થ કોલ બ્લોક ફાળવવામાં આવ્યો છે.
• હિરોમોટોકો 1 જુલાઈથી તેના મોટરસાયકલ્સ અને સ્કૂટર્સના ભાવમાં રૂ. 3000 સુધીની વૃદ્ધિ કરશે.
• સેન્ચ્યૂરી પ્લાયબોર્ડ્સ પંજાબ ખાતે વનીર, પ્લાયવુડ બનાવવાનું યુનિટ સ્થાપવાનું વિચારી રહી છે. કંપની રૂ. 75 કરોડનું રોકાણ કરવા ધારે છે.
• એનએમડીસીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2838 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમનગાળામાં રૂ. 351 કરોડ હતો. કંપનીની આવક રૂ. 3187 કરોડ સામે વધી રૂ. 6848 કરોડ રહી હતી.
• મિન્ડા ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ ઉઝબેકિસ્તાનમાં પ્રવેશ કર્યો છે. તેણે ઉઝચેસિસ નામની ઓટોમોટીવ લાઈટિંગ ઉત્પાદક કંપનીમાં રૂ. 58 કરોડમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage