Market Opening 24 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

શેરબજારોમાં વધુ એક બ્લડબાથ

બુધવારે યુએસ શેરબજારો ખાતે વેચવાલી પાછળ એશિયન બજારો 2 ટકા સુધીનો ઘટાડો સૂચવી રહ્યાં છે. કોરિયન બજાર 1.8 ટકા ઘટાડો દર્શાવે છે. જ્યારે સિંગાપુર, હોંગ કોંગ, જાપાન, તાઈવાન અને ચીનના બજારો પણ 1.7 ટકા સુધીનો ઘટાડો સૂચવે છે. યુએસ ખાતે નાસ્ડેક 2.6 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પણ 465 પોઈન્ટ્સના કડાકે છેલ્લાં આંઠ મહિનાના તળિયા પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

SGX નિફ્ટીમાં તીવ્ર ગેપ-ડાઉન ઓપનીંગને શક્યતાં

સિંગાપુર નિફ્ટી 271 પોઈન્ટ્સના ઘટાડે 16792ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. બેન્ચમાર્ક તેના 16800ના સપોર્ટ નીચે જ ખૂલશે તો વધુ ખરાબી દર્શાવશે. કેમકે તે વખતે અનેક લોંગ પોઝીશન ફૂટવાની શક્યતાં છે. ઉપરાંત આજે ફેબ્રુઆરી સિરિઝ એક્સપાયરીનો દિવસ છે અને નવા માર્જિન નિયમો પાછળ કેટલીક પોઝીશન્સ રોલઓવર નહિ થવાની ઊંચી શક્યતાં છે. જેનું પણ બજાર પણ દબાણ જોવા મળી શકે છે.

ક્રૂડમાં મજબૂતી

રશિયા-યૂક્રેન વચ્ચે જંગને જોતાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.1 ટકા મજબૂતી સાથે 95.41 ડોલર પ્રતિ બેરલની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે ફરી 97 ડોલરની સર્વોચ્ચ સપાટી નજીક જોવા મળી રહ્યો છે. રશિયાએ યુક્રેનના બળવાખોર પ્રાંતોને માન્યતા આપી ત્યાં સૈન્ય મોકલ્યું છે. જેને કારણે યુક્રેન અને રશિયાના સૈનિકો આમને-સામને જોવા મળી રહ્યાં છે.

ગોલ્ડ તાજેતરની નવી ટોચે

વૈશ્વિક ગોલ્ડના ભાવ 6 ડોલરથી વધુ મજબૂતી સાથે 1917 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. તે 1922 ડોલરની વાર્ષિક ટોચને પાર કરી જશે તો નવા ઝોનમાં જશે અને ત્યારે ઝડપી ઉછાળો દર્શાવે તેવી પૂરી શક્યતા છે. એનાલિસ્ટ્સ ગોલ્ડમાં 2000 ડોલર સુધીની તેજી જોઈ રહ્યાં છે.

મહત્વની હેડલાઈન્સ

• ડેલ્ટા કોર્પે 24 ફેબ્રારીથી 27 ફેબ્રુઆરી દરમિયાન ગેમીંગ કાર્નિવલનું આયોજન કર્યું છે.

• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ક્લિન એનર્જી પ્રોજેક્ટ્સમાં 76 અબજ ડોલરનું રોકાણ કરશે.

• વિપ્રોએ જણાવ્યું છે કે તે 09 સોલ્યુશન્સના વૈશ્વિક પાર્ટનરશીપ નેટવર્કમાં જોડાયું છે.

• વેદાંતાનું બોર્ડ 2 માર્ચે ત્રીજા ઈન્ટરિમ ડિવિડન્ડ માટે વિચારણા કરશે અને મંજૂરી આપશે.

• પીએફસીનું બોર્ડ 28 ફેબ્રુઆરીએ 2022-23 માટે બોરોઈંગ પ્રોગ્રામને મંજૂરી આપવા માટે મળશે.

• શ્રીરામ સિટિ યૂનિયન ફાઈનાન્સનું બોર્ડ 28 ફેબ્રુઆરીએ ડેટ ઊભું કરવા અંગે વિચારણા માટે મળશે.

• સારેગામાનું બોર્ડ ઈક્વિટી શેર્સના સબ-ડિવિઝન અંગે વિચારણા માટે મળશે.

• પિરામલ એન્ટરપ્રાઈસિસનું બોર્ડ 28 ફેબ્રુઆરીએ ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.

• એસકેએફ ઈન્ડિયામાંથી અનુરાગ ભગાનીયાએ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર પદેથી રાજીનામું આપ્યું છે.

• વોડાફોન ઈન્ડુસ ટાવરમાંથી 2.4 ટકા હિસ્સાનું બ્લોક ડિલ મારફતે વેચાણ કરશે. જ્યારે બાકીના 4.7 ટકાનું સૌથી મોટા રોકાણકાર એરટેલને વેચાણ કરવાની ચર્ચા-વિચારણા કરી રહ્યું છે.

• એલએન્ડટી ફાઈનાન્સમાં સિટિ ગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સે 6.3999 કરોડ શેર્સનું વેચાણ કર્યું છે.

• સનોફીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 687.9 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 720.3 કરોડની સરખામણીમાં 4.5 ટકા ઘટાડો સૂચવે છે.જ્યારે કંપનીનો એબિટા રૂ. 167 કરોડની સરખામણીમાં 23.8 ટકા ગગડી રૂ. 127.2 કરોડ પર જોવા મળ્યો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage