Market Opening 24 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ


શેરમાર્કેટમાં સપ્તાહની શરૂઆત નરમ
યુએસ બજારોમાં સપ્તાહાંતે જળવાયેલી નરમાઈને જોતાં એશિયન બજારઓમાં નવા સપ્તાહની શરૂઆત મંદી સાથે જોવા મળી છે. જેમાં કોરિયન માર્કેટ 1.7 ટકા સાથે તીવ્ર ઘટાડો સૂચવે છે. હોંગ કોંગ બજાર પણ એક ટકાથી વધુ ડાઉન છે. જ્યારે જાપાન, તાઈવાન, ચીન અને સિંગાપુર અડધા ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. યુએસ બજારો શુક્રવારે બે બાજુની વધ-ઘટ બાદ 1-3 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં. જેમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 450 પોઈન્ટ્સ તૂટી 34365.37ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે ટેક્નોલોજી હેવી નાસ્ડેક 2.72 ટકા ગગડી 13768.92ના સ્તરે બંધ રહ્યો હતો. તે 16212.23ની ટોચ પરથી એક મહિનામાં 2200 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યો છે. યુરોપ બજારો પણ 2 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.

SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 126 પોઈન્ટ્સના ઘટાડે 17512ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવે તેવી ઊંચી શક્યતાં છે. માર્કેટ માટે શુક્રવારે દર્શાવેલું 17485નું તળિયું 34-ડીએમએના સ્તર સાથે બંધ બેસે છે. આમ તે નજીકનો મહત્વનો સપોર્ટ છે. જો આ સ્તર તૂટે તો 16410-18350ની તેજીના અનુક્રમે 50 ટકા અને 67 ટકા રિટ્રેસમેન્ટના સ્તરો 17380 અને 17050 જોવા મળી શકે છે. બેન્ચમાર્કને અવરલીચાર્ટ પર 17980નો અવરોધ છે. જે પાર થતાં સપ્તાહ દરમિયાન જોવા મળેલી 18350નો મહત્વનો અવરોધ બની રહેશે.
ક્રૂડમાં બાઉન્સ
ગયા સપ્તાહાંતે ઘટાડો દર્શાવનાર ક્રૂડમાં બાઉન્સ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.77 ટકા સુધારા સાથે 87.75 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે અન્ડરટોન મજબૂત છે. તેણે ગયા સપ્તાહની શરૂમાં 89 ડોલરની ટોચ દર્શાવી હતી. જે પાર થશે તો 92-95 ડોલર સુધીનો ઝડપી સુધારો દર્શાવી શકે છે.
ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક ગોલ્ડ 1800 ડોલર પર ટકવામાં સફળ જોવા મળી રહ્યું છે. લાંબા સમયબાદ તે એક સપ્તાહથી વધુ સમયથી મહત્વના અવરોધ પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. આજે સવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 5 ડોલર સુધારા સાથે 1837 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. 1845 ડોલરની સપાટી પાર કરશે તો ઝડપી સુધારો દર્શાવી શકે છે. જે વખતે તેના ટાર્ગેટ્સ 1870-1880 ડોલરના રહેશે.
મહત્વની હેડલાઈન્સ
• આઈસીઆઈસીઆઈ બેંકે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 12236 કરોડના અંદાજ સામે રૂ. 12114 કરોડની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ દર્શાવી હતી. બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.96 ટકા પર જોવા મળ્યું હતું.
• બંધન બેંકે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 859 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 632.6 કરોડ પર હતો. બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે રૂ. 2071.7 કરોડ પરથી સુધરી રૂ. 2124.7 કરોડ પર રહી હતી.
• તાન્લા પ્લેટફોર્મ્સે રૂ. 158 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે અગાઉના વર્ષે રૂ. 93.52 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 654.11 કરોડ પરથી ઉછળી રૂ. 884.92 કરોડ રહી હતી.
• કંપનીએ ઈટાલીના લેઝીઓ રિજિઅનમાં મેટ્રો માટે 38 ટ્રેઈનસેટ્સના ડિઝાઈન, મેન્યૂફેક્ચર, સપ્લાય અને દસ વર્ષ માટેનો મેઈન્ટેનન્સ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
• ઓએનજીસીએ તેના બ્રાઝિલ ઓફશોર પ્રોજેક્ટ માટે ડેવલપમેન્ટ સ્ટેજમાં પ્રવેશ કર્યો છે.
• એફડીસીએ ઓફ્લોક્સેસિન ઓટીક સોલ્યુશન માટે એએનડીએની મંજૂરી મેળવી છે.
• વોડાફોન આઈડિયાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 7230.90 કરોડની ખોટ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7132.3 કરોડ પર હતી. કંપનીની આવક ત્રિમાસિક ધોરણે રૂ. 9406.4 કરોડ પરથી ઊછળી રૂ. 9717.3 કરોડ પર જોવા મળી હતી.
• એલએન્ડટી ફાઈનાન્સે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 326 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે વાર્ષિક સ્તરે આવક 12 ટકા ઘટી રૂ. 2970 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage