Market Opening 24 March 2021

યુએસમાં નરમાઈ પાછળ એશિયન બજારો નરમ

યુએસ ખાતે ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 308 પોઈન્ટ્સ ઘટી 32423 પર બંધ આવ્યો હતો. નાસ્ડેક પણ 149 પોઈન્ટ્સ નરમ બંધ રહ્યો હતો. જેની પાછળ સમગ્ર એશિયા નરમાઈ દર્શાવે છે. જાપાનનો નિક્કાઈ 1.83 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે હેંગ સેંગ 1.66 ટકા, તાઈવાન 0.8 ટકા, કોસ્પી 0.35 ટકા અને ચીનનું બજાર એક ટકાનો ઘટાડો દર્શાવે છે. બોન્ડ યિલ્ડ્સ ઘટીને 1.6 ટકાની સપાટી પર આવ્યાં હોવા છતાં ઈક્વિટીઝમાં નરમાઈ ચાલુ રહી હતી.

SGX નિફ્ટીમાં અડધો ટકાની નરમાઈ

સિંગાપુર નિફ્ટી 0.53 ટકા ઘટાડે 14746 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ કામકાજની શરૂઆત દર્શાવશે. નિફ્ટીમાં ગેપ-ડાઉન ઓપનીંગનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ત્રણ સત્રોમાં તે ઈન્ટ્રા-ડે તળિયાથી બાઉન્સ થતો જોવા મળે છે. બેન્ચમાર્કને 14350નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં ફ્રી ફોલ જોવા મળી શકે છે. જ્યારે 14900નો અવરોધ છે. જે પાર થતાં બેન્ચમાર્ક ઝડપથી 15400ને કૂદાવવાનો પ્રયાસ કરી શકે છે.

ક્રૂડમાં મંગળવારે બીજા તબક્કાનું કરેક્શન જોવાયું

વૈશ્વિક ક્રૂડના ભાવમાં મંગળવાર નોંધપાત્ર કરેક્શન જોવા મળ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ વાયદો 64 ડોલરની સપાટી પરથી ગગડી 60 ડોલર પર બોલાયો હતો. તેણે 62 ડોલરના મહત્વના સપોર્ટને તોડ્યો હતો. આમ તે વધુ ઘટી 56 ડોલરની સપાટી દર્શાવી શકે છે. ભારતીય બજારમા પણ ક્રૂડ રૂ. 4900ની ટોચ પરથી રૂ. 4300 નીચે ઉતરી ગયું છે. આમ 85 ટકા ઓઈલ જરૂરિયાત આયાતથી પૂરા કરતાં ભારતીય અર્થતંત્ર માટે રાહતની વાત છે.

ગોલ્ડ-સિલ્વરમાં પોઝીટીવ ઓપનીંગની શક્યતા

વૈશ્વિક બજારમાં સપ્તાહના શરૂઆતી બે દિવસ દરમિયાન નરમ જળવાયેલું સોનું આજે સવારે 6 ડોલરના સુધારે 1731 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ સ્થાનિક કોમેક્સ ખાતે પણ સોનુ પોઝીટીવ ટ્રેડ દર્શાવતું જોવા મળે તેવી શક્યતા છે. ચાંદી ખૂબ સાધારણ સુધારે 25.233 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. આમ તે ગ્રીન ઝોનમાં જોવા મળશે.

મહત્વની હેડલાઈન્સ

· સુપ્રીમ કોર્ટે બેંકોને નવા બેડ ડેટ ક્લાસિફેકેશન શરૂ કરવાની આપેલી છૂટ.

· લોકસભાએ ફાઈનાન્સ બીલેને આપેલી મંજૂરી.

· સુપ્રીમે લોન મોરેટોરિયમને લંબાવવાનો ઈન્કાર કરતાં બેંકિંગ શેર્સમાં મજબૂતી જોવા મળી.

· વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં રૂ. 108 કરોડની વેચવાલી દર્શાવી.

· ભારતે કેઈર્નને લઈને આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના નિર્ણય સામે અપીલ કરી.

· સરકારે શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈડ્સના સસ્પેન્શનને 30 એપ્રિલ સુધી લંબાવ્યું.

· હીરોમોટોકો એપ્રિલ મહિનાથી ટુ-વ્હીલર્સના ભાવમાં વૃદ્ધિ કરશે.

· આઈએફસીઆઈએ ભારત સરકારને રૂ. 200 કરોડના શેર્સ ઈસ્યુ કરવાને મંજૂરી આપી છે.

· ઈન્ડિયા ગ્રીડ ટ્રસ્ટે રૂ. 1284 કરોડના રાઈટ્સ ઈસ્યુ માટે મંજૂરી આપી છે.

· રેલ વિકાસ નિગમ 24-25 માર્ચના રોજ 15 ટકા સુધી હિસ્સાનું વેચાણ કરશે.

· રોસારી બાયોટેક એસબીઆઈ ફંડ સહિતના રોકાણકારો પાસેથી રૂ. 300 કરોડ એકત્ર કરશે.

· સરકારે એફપીઆઈ માટે 5 ટકા વીથહોલ્ડિંગ ટેક્સ ક્લોઝ રજૂ કર્યો.

· એનસીએલટીએ ફાઈનાન્સિયલ ક્રેડિટર્સ સાથે સેટલમેન્ટ બાદ જ્યોતિ લિ. માટે ઈન્સોલ્વન્સીની પ્રક્રિયા બંધ કરી.

· સાઉદી અરામ્કો સાથે રિલાયન્સ યુનિટમાં હિસ્સો ખરીદવા માટે મંત્રણા ચાલુ.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage