Market Opening 24 Nov 2020

માર્કેટ ઓપનીંગ

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં મજબૂતી પાછળ એશિયન બજારો મહદઅંશે પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે ડાઉ જોન્સ 328 પોઈન્ટ્સના સુધારે 29591ના સ્તરે બંધ રહ્યો હતો. જાપાનનો નિક્કાઈ ઈન્ડેક્સ 679 પોઈન્ટ્સ અથવા 2.62 ટકા મજબૂતી દર્શાવે છે. જ્યારે કોરિયન કોસ્પી 0.8 ટકાનો સુધારો દર્શાવે છે. ચીન અને તાઈવાનના બજારો થોડી નરમાઈ સૂચવે છે.

SGX  નિફ્ટી

સિંગાપુર નિફ્ટી 7 પોઈન્ટ્સના સાધારણ સુધારા સાથે 12960 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્તર નિફ્ટી માટે મુખ્ય અવરોધ છે. બે વાર નિફ્ટી 12970ના સ્તરેથી પરત ફર્યો છે. જો આ સ્તર પાર થશે તો બેન્ચમાર્ક 13000ને પાર કરીને 13200 સુધીની ગતિ દર્શાવે તેવું માનવામાં આવે છે.

ક્રૂડમાં મજબૂતી

વૈશ્વિક બજારમાં ક્રૂડમાં મજબૂતી જળવાય છે. બ્રેન્ટ ક્રૂડ 1.53 ટકાના સુધારે 46.47 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે અંતિમ 9 મહિનાની ટોચ છે. તેણે 45 ડોલરનો મહત્વનો અવરોધ પાર કર્યો છે. તેનું હવેનું ટાર્ગેટ 50 ડોલર અને 53 ડોલરનું છે. જાન્યુઆરીમાં તે 72 ડોલર પર જોવા મળ્યો હતો.

સોનું-ચાંદી નરમ

કોરોના વેક્સિનને લઈને એકથી વધુ પોઝીટીવ અહેવાલ પાછળ સોનું-ચાંદીમાં વેચવાલી જોવા મળી છે. એમસીએક્સ ખાતે ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 50000ના સાયકોલોજિકલ સપોર્ટને તોડીને છેલ્લા ચાર મહિનાના તળિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે તે 1.46 ટકા અથવા રૂ. 732ના ઘટાડે રૂ. 49480 પર બંધ રહ્યો હતો. ચાંદી પણ 2.62 ટકા અથવા રૂ. 1628 તૂટી રૂ. 60530 પર બંધ રહી હતી.

મહત્વની હેડલાઈન્સ

·         ભારતનું ખાનગીકરણ વધુ ઝડપથી આગળ વધશેઃ નાણાપ્રધાન

·         આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચેતવણી આપતાં જણાવ્યું છે કે કોર્પોરેટ્સને બેંક બનાવવા ના દેશો.

·         આરબીઆઈના નવા બેંકિંગ પ્રસ્તાવો પાછળ આઈડીએફસી અને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં જોવા મળેલો સુધારો

·         ગોલ્ડમેન સાચના મતે 2021માં ઈમર્જિંગ માર્કેટ્સમાં તેજી જળવાશે.

·         ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સે સતત ત્રીજા સપ્તાહે 5.69 બિલિયન ડોલર ઊભા કર્યાં.

·         સોમવારે વૈશ્વિક રોકાણકારોએ ભારતીય બજારમાં 4740 કરોડની ખરીદી કરી

·         સ્થાનિક ફંડ્સે સોમવારે 2940 કરોડની વેચવાલી નોંધાવી

·         એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકે આવાસ ફાઈનાન્સિયઅર્સમાં 4.46 ટકા હિસ્સો વેચ્યો.

·         કોલ ઈન્ડિયાનું 3 ગીગાવોટનો સોલાર પ્રોજેક્ટ્સ બનાવવાનું આયોજન

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage