બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ માર્કેટમાં સુધારો, એશિયામાં સુસ્તી
વૈશ્વિક બજારોમાં ચોક્કસ દિશાનો અભાવ જોવા મળી રહ્યો છે. યુએસ ખાતે મંગળવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 195 પોઈન્ટસના સુધારે 35814ના સ્તરે બંધ રહ્યો હતો. નાસ્ડેકમાં જોકે 80 પોઈન્ટસની નરમાઈ જોવા મળી હતી. એશિયન બજારો આજે સવારે સુસ્ત જોવા મળે છે. મંગળવારે રજાને કારણે જાપાનનું બજાર આજે 1.13 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. હોંગ કોંગ, કોરિયા, તાઈવાન અને ચીનના બજારો પણ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર સિંગાપુર બજાર સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 64 પોઈન્ટ્સના ગેપ-અપ ઓપનીંગ સાથે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજારમાં કામકાજની શરૂઆત પોઝીટીવ જોવા મળી શકે છે. નિફ્ટીને 17600-17700ની રેંજમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. જ્યારે 17216નો મંગળવારનો લો મહત્વનો સપોર્ટ બની શકે છે. માર્કેટમાં એક્સપાયરી વીક જોતાં ઊંચી વોલેટિલિટી જોવા મળી શકે છે.
ક્રૂડમાં બે દિવસની નરમાઈ બાદ બાઉન્સ
વૈશ્વિક ક્રૂડના ભાવ બે સત્રો દરમિયાન નરમાઈ દર્શાવ્યાં બાદ બાઉન્સ થયા હતાં. મંગળવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 79 ડોલર પરથી ઉછળી 82 ડોલરની સપાટીને પાર કરી ગયો હતો. આજે સવારે તે 82.25 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જે ક્રૂડમાં અન્ડરટોન ખૂબ મજબૂત હોવાનું સૂચવે છે.
ગોલ્ડે 1800 ડોલરનો સપોર્ટ તોડ્યો
વૈશ્વિક ગોલ્ડમાં બે ટ્રેડિંગ સત્રોમાં 70 ડોલરનો ઘટાડો નોંધાયો છે. સપ્તાહ અગાઉ બ્રેકઆઉટ દર્શાવ્યાં બાદ ગોલ્ડ ફરી મંદીમાં સરી પડ્યું છે. કોમેક્સ ડિસેમ્બર વાયદો મંગળવારે 1800 ડોલર નીચે 1780 ડોલર સુધી ગગડ્યાં બાદ આજે સવારે 10 ડોલરના સુધારા સાથે 1794 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. તેના માટે 1780 ડોલરની સપાટી મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો 1750 ડોલરનું સ્તર પણ જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• આઈસીઆઈસીઆઈસી બેંક તેના ગ્રાહકો નથી તેવા લોકો માટે ટ્રેડ પ્લેટફોર્મ શરૂ કરવાનું આયોજન કરી રહી છે. જેથી રિટેલ ગ્રાહકોમાં વૃદ્ધિ કરી શકાય.
• રિલાયન્સ અને અરામ્કોએ ઓ-ટુ-સી બિઝનેસ માટે ડીલને મુલત્વી રાખ્યું છે પરંતુ તેઓ રિન્યૂએબલ એનર્જિ ક્ષેત્રે જોડાણ માટે વિચારણા કરી રહ્યાં હોવાના અહેવાલ છે.
• મારુતિ અને ટોયોટાએ નોઈડા ખાતે તેમના સ્ક્રેપિંગ અને રિસાઈકલીંગ યુનિટ્સની શરૂઆત કરી છે.
• એરટેલની પાંખ એનક્શ્ટ્રાએ ચેન્નાઈ ખાતે નવુ ડેટા સેન્ટર શરૂ કર્યું છે. 2025 સુધીમાં ક્ષમતા વૃદ્ધિ માટે તે રૂ. 5 હજાર કરોડનું રોકાણ કરશે.
• એનસીએલટીએ શ્રીકાલાહસ્તી પાઈપ્સની ઈલેક્ટ્રોસ્ટીલ કાસ્ટીંગ્સ સાથે એમાલ્ગમેશનની સ્કીમને મંજૂરી આપી છે.
• શેફલર ઈન્ડિયાએ તમિલનાડુમાં હોસુર ખાતે નવા પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ કર્યાં છે.
• મૂડીઝે ભારતી એરટેલના રેટિંગ્સ આઉટલૂકને સ્ટેબલમાંથી પોઝીટીવ બનાવ્યું છે.
• હિંદુજા જૂથમાં આંતરિક ખેંચતાણને કારણે 100 વર્ષોથી જૂના બિઝનેસ જૂથ સામે જોવા મળતો પડકાર.