Market Opening 24 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ સહિત માર્કેટ્સમાં પોઝીટીવ અન્ડરટોન
ગુરુવારે યુએસ બજારમાં સુધારો આગળ વધ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 504 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. નાસ્ડેક ફરી 15 હજારને પાર કરી ગયો હતો. એસએન્ડપી 500 પણ ટોચ પર બંધ રહ્યો હતો. એશિયન બજારો સવારે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન 1.9 ટકા સાથે સૌથી મજબૂત જણાય છે. જ્યારે તાઈવાન 0.9 ટકા સાથે નોંધપાત્ર સુધારો દર્શાવે છે. હોંગ કોંગ, કોરિયા અને ચીન સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 29 પોઈન્ટ્સના સુધારા સાથે 17858 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી નવા ઝોનમાં જોવા મળી રહ્યો છે. તેના નવા ટાર્ગેટ્સ 18 હજાર અને 18500ના છે. જ્યારે સપોર્ટ 17500નો છે. જે તૂટતાં તે વધુ ઘટાડો દર્શાવી શકે છે. માર્કેટને પીએસઈ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઈટનો સપોર્ટ મળી રહેવાની શક્યતાં છે. બેંકિંગ પણ પોઝીટીવ જણાય છે.
ક્રૂડના ભાવમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડ બજારમાં ધીમી ગતિએ ભાવ જુલાઈ મહિનાની ટોચ નજીક આવી પહોંચ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 77.20 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 77.71 ડોલરની ટોચ દર્શાવી છે. જે 6 જુલાઈના 77.82 ડોલરની દોઢ વર્ષની ટોચ નજીકનું સ્તર છે. તે આ સ્તર પાર કરશે તો 80 ડોલરની સપાટી જોવા મળશે. જાન્યુઆરી 2020 પછીની તે ઊંચી ભાવ સપાટી હશે.
ગોલ્ડમાં સુધારા ઊભરા જેવા
વૈશ્વિક ગોલ્ડમાં સુધારા ટકતાં નથી. કોમેક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ 1780 ડોલરની ચાલુ સપ્તાહની ટોચ પરથી ગગડી 1750 પર પરત ફર્યું છે. આજે સવારે તે 2 ડોલરના સુધારે 1752 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. જો હવે તે 1780 ડોલરનું સ્તર કૂદાવશે તો નવી તેજી જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• આદિત્યા બિરલા કેપિટલના બોર્ડે આદિત્ય બિરલા સન લાઈફ એએમસી માટે ઓફર ફોર સેલ મારફતે આઈપીઓને મંજૂરી આપી છે.
• એસબીઆઈ મ્ચુચ્યુલ ફંડે આહલૂવાલિયા કોન્ટ્રેક્ટમાં 2.5 લાખ શેર્સની ખરીદી કરી છે. બિરલા સન લાઈફ મ્યુચ્યુલ ફંડે પણ કંપનીના 8.15 લાખ શેર્સ ખરીદ્યાં છે.
• ઓગસ્ટ 2021માં ઈલેક્ટ્રિસિટીની માગ વાર્ષિક ધોરણે 22 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી.
• આઈટી કંપની એક્સેન્ચરે ચોથા ક્વાર્ટરમાં 13.42 અબજ ડોલરની અર્નિંગ્સ દર્શાવી છે. જે અંદાજની સમકક્ષ છે.
• એનસીએલટીએ યુનાઈટેડ બ્રૂઅરિઝ અને ગ્લોબસ સ્પિરિટ્સ વચ્ચે અરેન્જમેન્ટની સ્કીમને મંજૂરી આપી છે.
• ક્રૂડના ભાવમાં સતત પાંચમા સપ્તાહે વૃદ્ધિ જોવા મળી રહી છે. જેનો લાભ ઓઈલ અપસ્ટ્રીમ કંપનીઓને જોવા મળશે.
• ચીનના એવરગ્રાન્ડ રિઅલએસ્ટેટ જૂથના ડેટને લઈને ભારતીય સ્ટીલ કંપનીઓ પર કોઈ અસર નહિ પડે. કેમકે તેઓ ચીનના માર્કેટમાં સપ્લાય કરતાં નથી.
• વેદાંતાએ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ અમેરિકન ડિપોઝિટરી શેર એડીએસને ડિલિસ્ટ કરાવવાનો ઈરાદો જાહેર કર્યો છે.
• ઈન્ડિયન બેંકે રૂ. 316 કરોડની રકમ ધરાવતાં બે એકાઉન્ટ્સને નોન-પર્ફોર્મિંગ જાહેર કરવા સાથે ફ્રોડ ગણાવ્યાં છે.
• ક્રિસિલે પીવીઆરના લોંગ ટર્મ ક્રેડિટ રેટિંગને ડાઉનગ્રેડ કર્યું છે. અગાઉના એએ- નેગેટિવ પરથી તેને એપ્લસ નેગેટિવ કર્યું છે.
• બીએનપી પારિબા આર્બિટ્રેજે હોમ ફર્સ્ટ ફાઈનાન્સના 4.75 લાખ શેર્સનું રૂ. 575.15ના ભાવે વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage