Market Opening 25 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

યુએસ બજારોમાં દિવસના તળિયાથી તીવ્ર બાઉન્સ જોવાયો
સોમવારે યુએસ શેરબજારોમાં દિવસના તળિયાના સ્તરેથી તીવ્ર બાઉન્સ જોવા મળ્યો હતો અને તેમણે ગ્રીન બંધ દર્શાવ્યું હતું. જેમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ તેના તળિયાથી 1200થી વધુ પોઈન્ટ્સના સુધારે 34365 પર બંધ રહ્યો હતો. તેણે અગાઉના બંધ સામે 99 પોઈન્ટ્સનો સુધારો દર્શાવ્યો હતો. નાસ્ડેક પણ તેના તળિયાના ભાવથી 875 પોઈન્ટસના સુધારા સાથે પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જોકે એશિયન બજારોમાં 3 ટકા સુધીનો તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયન બજાર 2.6 ટકા સાથે સૌથી ખરાબ ટ્રેડ દર્શાવે છે. જાપાનનું બજાર પણ 2 ટકાથી વઘુ નરમાઈ સૂચવે છે. જ્યારે હોંગ કોંગ 1.5 ટકા અને તાઈવાન 1.4 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. ચીન પણ 0.8 ટકા નરમાઈ દર્શાવે છે.
SGX નિફ્ટીનો ગેપડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 116 પોઈન્ટ્સના ઘટાડે 16941.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર વધુ એક ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. માર્કેટને 17050નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં તે 16600 સુધી ગગડી શકે છે. જે 200-ડીએમએનું સ્તર છે. માર્કેટને ઉપરની બાજુએ 17400નો અવરોધ નડી શકે છે.
ક્રૂડમાં સ્થિરતા
વૈશ્વિક ક્રૂડના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. તે 85-89 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યાં છે. સોમવારે અન્ય એસેટ ક્લાસિસમાં ઘટાડા પાછળ ક્રૂડમાં પણ નરમાઈ જોવા મળી હતી. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો ફરી 86 ડોલર પર પોઝીટીવ ટ્રેડ સૂચવી રહ્યો છે. જો કે 80 ડોલરની નીચે જશે તો ઘટાડાનો ટ્રેન્ડ નક્કી થશે. જયારે 89 ડોલરની સપાટી પાર કરશે તો 95-97 ડોલર સુધીનો ઝડપી સુધારો સંભવ છે.
મહત્વના પરિણામો
• દિપક નાઈટ્રેડે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 242 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 217 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 1722 કરોડ રહી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1235 કરોડ પર હતી. બીજા ક્વાર્ટરમાં તે રૂ. 1681 કરોડ જોવા મળી હતી.
• એસબીઆઈ ક્રેડિટ કાર્ડ્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 386 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 210 કરોડ હતો. બીજા ક્વાર્ટરમાં તે રૂ. 345 કરોડ પર હતો. કંપની આવક રૂ. 2889 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 241 કરોડ પર હતી.
• ઓરિએન્ટ હોટેલ્સે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 7.4 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 7.6 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક રૂ. 76.3 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 43 કરોડ પર હતી.
• ચેન્નાઈ પેટ્રોઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 229 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 556 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 11470 કરોડ સામે વધીને રૂ. 13592 કરોડ રહી હતી.
• આઈઈએક્સઃ એનર્જી એક્સચેન્જે રૂ. 79.91 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 60.1 કરોડ પર હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેણે રૂ. 78.1 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 85 કરોડ સામે ચાલુ વર્ષે ડિસમ્બર ક્વાર્ટરમાં રૂ. 114 કરોડની આવક દર્શાવી હતી.
• શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 681 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 728 કરોડ પર હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાંતે રૂ. 770 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4380 કરોડ પરથી વધી રૂ. 4660 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage