Market Opening 25 June 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

એશિયન બજારો ગ્રીન ઝોનમાં
સપ્તાહના આખરી દિવસે શેરબજારો મજબૂતી સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. હાલમાં તમામ એશિયન બજારો તેમના અગાઉના બંધની સરખામણીમાં નોંધપાત્ર સુધારા સાથે ટ્રેડ નોંધાવી રહ્યાં છે. જેમાં જાપાનનું બજાર પોણા ટકાની મજબૂતી દર્શાવે છે. જ્યારે તાઈવાન એક ટકો અને કોરિયા 0.6 ટકા સુધારો સૂચવે છે. ચીન અને હોંગ કોંગ પણ 0.8 ટકા સુધી મજબૂતી દર્શાવી રહ્યાં છે. લગભગ દોઢ મહિના બાદ એશિયન બજારોએ ચાલુ સપ્તાહે સોમવારને બાદ કરતાં સુધારાતરફી ચાલ જાળવી હતી. જોકે તેઓ કોઈ તીવ્ર સુધારો દર્શાવી શક્યાં નહોતો.

SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 3 પોઈન્ટસના સાધારણ ઘટાડે 15835 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજારનું ઓપનીંગ ફ્લેટ જોવા મળી શકે છે. આજે જુલાઈ સિરિઝનો પ્રથમ દિવસ છે. જૂન સિરિઝમાં ઊંચી વધ-ઘટ વચ્ચે બજારમાં પોઝીટીવ ટ્રેન્ડ જળવાયો હતો અને નિફ્ટી 3 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. બજાર માટે હવેનું ટ્રિગર જુલાઈના બીજા સપ્તાહથી શરૂ થનારા જૂન ક્વાર્ટરના પરિણામો બની રહેશે. જો તે અપેક્ષાથી સારા જોવા મળશે તો બજારમાં કોન્સોલિડેશન સાથે સુધારો જળવાશે.

ક્રૂડમાં મક્કમ અન્ડરટોન
ક્રૂડના ભાવમાં ઝડપી વૃદ્ધિ જોવા નથી મળી રહી તેમ છતાં તે મક્કમ ટકી રહ્યાં છે. મંગળવારે 75 ડોલરની સપાટી પાર કર્યાં બાદ તેઓએ આ સ્તર જાળવી રાખ્યું છે. જે સૂચવે છે કે ઊંચા ભાવે મોટી લેવાલી નથી તો સામે વેચવાલ પણ નથી. જો ક્રૂડ 70 ડોલર નીચે જાય તો જ ઘટાડાની અપેક્ષા રાખી શકાય.

મહત્વની હેડલાઈન્સ
• ગ્રીન એનર્જિ ક્ષેત્રે રિલાયન્સ 10 અબજ ડોલરનું રોકાણ કરશે.
• રિલાયન્સ સાઉદી અરામ્કો સાથે ચાલુ વર્ષે જોડાણને આખરી ઓપ આપશે.
• રિલાયન્સ જીઓ અને ગૂગલે ભારતીય બજાર માટે બજેટ ફોન રજૂ કર્યો.
• ભારતે ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકને ફરી એકવાર પોસણક્ષણ ભાવે ઓઈલ ઓફર કરવા માટે અપીલ કરી.
• સીબીઆઈએ સીજી પાવર અને ગૌતમ થાપર સામે કેસ ફાઈલ કર્યો.
• 24 જૂનના રોજ દેશમાં ચોમાસાના વરસાદ સામાન્ય કરતાં 26 ટકા વધુ નોંધાયો.
• ગુરુવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 2890 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં ગુરુવારે રૂ. 114 કરોડનું વેચાણ કર્યું.
• એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ પેરન્ટ કંપની એલઆઈસીને 4.54 કરોડ શેર્સ ઈસ્યુ કરશે. તે રૂ. 514.25ના ભાવે શેર ઓફર કરશે. ઈસ્યુ બાદ કંપનીમાં એલઆઈસીનો હિસ્સો 40.313 ટકાથી વધુ 45.24 ટકા બનશે.
• અશોક લેલેન્ડે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 241.17 કરોડનો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે તેણે રૂ. 57.32 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3838.46 કરોડ સામે વધી રૂ. 7000.49 કરોડ રહી હતી.
• ઓએનજીસીએ માર્ચ ક્વાર્ટર માચે રૂ. 6733.97 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1258.12 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 17023.8 કરોડ પરથી વધી રૂ. 21189 કરોડ રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage