બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વિશ્વભરના બજારોમાં ‘ડલ’ માહોલ
કોવિડ બાદ સતત સુધરતાં રહેલા બજારો થાક ખાઈ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે મોટાભાગના બજારો ડલ અને સુસ્ત જણાય રહ્યાં છે. તેઓ દિશાહિન જોવા મળે છે. જેને કારણે રોકાણકારોમાં પણ દ્વિધા જોવા મળી રહી છે. ઈમર્જિંગ માર્કેટ્સમાં વૈશ્વિક ફંડ્સનો નેટ આઉટફ્લો જોવા મળી રહ્યો છે. આજે સવારે એશિયન બજારોમાં જાપાન, તાઈવાન પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. જ્યારે સિંગાપુર, હોંગ કોંગ, કોરિયા અને ચીન નેગેટિવ ઝોનમાં જોવા મળી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 25 પોઈન્ટ્સ ઘટાડા સાથે 17385ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સ્થાનિક બજાર માટે ફ્લેટ અથવા સાધારણ નેગેટિવ ઓપનીંગની શક્યતા દર્શાવે છે. નિફ્ટી માટે 17600નું સ્તર મહત્વનો અવરોધ છે. જ્યારે 17200 મહત્વનો સપોર્ટ છે. 17200 તૂટશે તો નિફ્ટી 17000નું સ્તર તોડી 16600-16800 સુધીનો ઘટાડો દર્શાવી શકે છે. જ્યારે 17600 પાર થશે તો તે 18000-18200ની રેંજ દર્શાવી શકે છે. માર્કેટમાં ઈન્ટ્રા-ડે વોલેટિલિટી ખૂબ ઊંચી જોવા મળે તેવી શક્યતા છે.
ક્રૂડમાં મજબૂતી
અગ્રણી ક્રૂડ વપરાશકારોએ ક્રૂડના ભાવને ઠંડા પાડવા માટે તેમના સ્ટ્રેટેજિક રિઝર્વ્સનો ઉપયોગ કરવાનું નક્કી કર્યાં બાદ પણ ક્રૂડના ભાવમાં મજબૂતી યથાવત છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 82.41 ડોલરના સ્તરે પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે અન્ડરટોન ખૂબ મક્કમ છે. જો તે 85 ડોલરને પાર કરશે તો 90-92 ડોલર સુધીનો સુધારો ઝડપથી જોવા મળી શકે છે.
ગોલ્ડ ફરી રેંજમાં અટવાયું
વૈશ્વિક બજારમાં ગોલ્ડ બે દિવસથી 1780-1795 ડોલરમાં ટ્રેડ થઈ રહ્યું છે. 1875 ડોલર થઈને તૂટ્યું હોવાથી તેમાં એક બાઉન્સ શક્ય છે. જે વખતે તે 1820 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. જોકે જ્યાં સુધી તે 1850 ડોલર પર ટકે નહિ ત્યાં સુધી નવી ખરીદી કરવી જોઈએ નહિ. એનાલિસ્ટ્સ ડોલરમાં લાંબો સમય કોન્સોલિડેશન જોવા મળે તેવી શક્યતાં જોઈ રહ્યાં છે. ઈન્ફ્લેશનનું ફેક્ટર આ ભાવમાં ડિસ્કાઉન્ટેડ છે. કોઈ આકસ્મિક જીઓપોલિટીકલ ઘટના તેને મોટો સપોર્ટ કરી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• ઈપ્કા લેબે સતત ત્રીજા દિવસે લાયકા લેબ્સના શેર્સમાં ખરીદી કરી હતી. વધુ 17.74 લાખ શેર્સ સાથે ઈપ્કાએ રૂ. 130.4 પ્રતિ શેરના બાવે લાયકા લેબ્સના કુલ 48 લાખ શેર્સ ખરીદ્યાં હતાં.
• ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ માટે લોંગ-ટર્મ આઉટલૂકને વોચ પરથી દૂર કરીને સ્ટેબલ કરવામાં આવ્યું છે.
• પિડિલાઈટની સબસિડિયરી મધુમાલા વેન્ચર્સ કોન્સ્ટ્રોબોટ રોબોટીક્સમાં રૂ. 1.56 કરોડનું રોકાણ કરશે.
• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેની ગેસિફિકેશન એસેટ્સનું રિસ્ટ્રક્ચરિંગ અને રિપરપર્ઝિંગ કરશે.
• યૂપીએલની પ્રમોટર કંપની યુનિફોસ્ફ એન્ટરપ્રાઈસિઝે ઓપન માર્કેટ મારફતે કંપનીના 1.37 લાખ શેર્સની ખરીદી કરી છે.
• કન્સ્ટ્રક્શન કંપની એનસીસીએ જણાવ્યું છે કે નાણાકિય વર્ષ 2021-22માં તે 11 ટકા માર્જિન્સની શક્યતા જોઈ રહી છે.
• 63 મુન્સ ટેક્નોલોજીની પેટાકંપની ટિકરપ્લાન્ટે ઈક્વિટી શેર્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે ફંડ ઊભું કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે.
કોલ ઈન્ડિયાના ચેરમેને જણાવ્યું છે કે કોલ પ્રાઈસમાં વૃદ્ધિ કરવું હવે અનિવાર્ય બન્યું છે.
રામ્કો સિમેન્ટ્સે તેના જયંતિપુરમ પ્લાન્ટ ખાતે નવી શરૂ થયેલી ત્રીજી ઉત્પાદન લાઈનમાં વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમને કાર્યાન્વિત કર્યો છે.
ટાટા સ્ટીલે બાંગ્લોદેશના ખરીદારને બ્લોકચેઈન-ચલિત વેચાણ કર્યું છે.
કેપિટલ ગુડ્ઝ કંપની સિમેન્સના બોર્ડે સપ્ટેમ્બર 2021માં પૂરા થયેલા નાણાકિય વર્ષ માટે રૂ. 8 પ્રતિ શેરના ડિવિડન્ડની ભાલમણ કરી છે.
Market Opening 25 Nov 2021
November 25, 2021