Market Opening 26 May 2021

માર્કેટ ઓપનીંગ

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ

યુએસ ખાતે મંગળવારે રાતે સાધારણ નરમાઈ સાથે બજાર બંધ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 82 પોઈન્ટ્સ ઘટી 34312 પર બંધ રહ્યો હતો. આમ એશિયન બજારો માટે કોઈ ચોક્કસ સંકેતો નહોતો. જેને કારણે એશિયન બજારો પણ મિશ્ર વલણ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન, સિંગાપુર, હોંગ કોંગ પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યાં છે. ચીન અને કોરિયા પણ મજબૂતી દર્શાવે છે. જોકે તાઈવાનમાં નરમાઈ જોવા મળી રહી છે.

SGX નિફ્ટીના ફ્લેટ ઓપનીંગના સંકેત

સિંગાપુર નિફ્ટી ફ્લેટ ઓપનીંગ સૂચવી રહી છે. આમ સ્થાનિક બજાર મજબૂતી જાળવી રાખે તેવી પૂરી શક્યતા છે. સરકાર તરફથી સ્ટીમ્યુલસના અહેવાલે બજારમાં કેટલોક સમય અન્ડરટોન મજબૂત જળવાય શકે છે. નિફ્ટીને 15300 અને 15400ના સ્તરે અવરોધો છે અને તેને કારણે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ સંભવ છે.

ક્રૂડમાં મજબૂતી

વૈશ્વિક ક્રૂડમાં મજબૂતી પરત ફરી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 68 ડોલર પર ગ્રીન ટ્રેડ દર્શાવી રહ્યો છે. તે 68.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 70 ડોલરનું સ્તર પાર કરશે તો ચોક્કસ નવી ટોચ દર્શાવશે. હાલમાં તે કોન્સોલિડેશનમાં છે.

વૈશ્વિક ગોલ્ડમાં બ્રેકઆઉટ

વૈશ્વિક ગોલ્ડના ભાવ 1900 ડોલરનો મહત્વનો અવરોધ પાર કરી ગયા છે. જેની પાછળ સ્થાનિક બજારમાં પણ ભાવ ત્રણ મહિનાથી વધુની ટોચ પર પહોંચ્યાં છે. કોમેક્સ ગોલ્ડ જૂન વાયદો 10 ડોલર મજબૂતી સાથે 1908 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે સોનુ રૂ. 48852ના સ્તરે બંધ રહ્યું હતું. આમ તે બુધવારે રૂ. 49000ના સ્તરને પાર કરે તેવી શક્યતા છે. જ્યારબાદ રૂ. 50000નું મહત્વનું સ્તર જોવા મળી શકે છે. ચાંદીમાં પણ મજબૂતી જોવા મળે છે. જેમાં સિલ્વર જુલાઈ વાયદો રૂ. 72000 પર બંધ આપવામાં સફળ રહ્યો છે. વૈશ્વિક બજારમાં તે 28 ડોલરનો અવરોધ પાર કરી ગયાં છે અને તેથી તેમનું નવુ ટાર્ગેટ 30 ડોલરનું છે.

મહત્વની હેડલાઈન્સ

· સરકારે આર્થિક વૃદ્ધિને સપોર્ટ કરવા માટે સ્ટીમ્યુલસની શક્યતા દર્શાવી છે.

· અર્થશાસ્ત્રીઓનો મતે આ સ્ટીમ્યુલસ ટેક્સ રાહતોના રૂપમાં હોય શકે છે.

· વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં રૂ. 960 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

· સ્થાનિક ફંડ્સે મંગળવારે રૂ. 564 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું.

· મોડર્ના ભારતમાં સીંગલ ડોઝ વેક્સિન લોંચ કરવા વિચારી રહી છે.

· મધરસન સુમી સિસ્ટમ્સને એમએસએસ હેઠળ સીસીઆઈએ નોટિસ આપી છે.

· સન ફાર્મા એડવાન્સ્ડના એમડી પદેથી દિલીપ સંઘવીએ રાજીનામુ આપ્યું છે. હવે તેઓ નોન-એક્ઝીક્યૂટીવ ડિરેક્ટર અને ચેરમેન રહેશે.

· થર્મેક્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 107 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે રૂ. 1570 કરોડની આવક નોંધાવી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage