Market Opening 26 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ફેડની ઈન્ફ્લેશન સામે પગલાં માટે તૈયારી પાછળ એશિયન માર્કેટ્સ પાણી-પાણી
યુએસ ફેડ રિઝર્વે પ્રથમવાર ઈન્ફ્લેશનની ચિંતાને સ્વીકારતાં તથા તેને અંકુશમાં રાખવા માટે પગલાં ભરવા માટેની તૈયારી દર્શાવતાં ઈમર્જિંગ માર્કેટ્સમાંથી ફંડ્સ એક્ઝિટ લે તેવા ગભરાટમાં આજે એશિયન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. તેઓ 2.5 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાનનો નિક્કાઈ 2.44 ટકા સાથે સૌથી વધુ ડાઉન છે. હોંગ કોંગ 1.8 ટકા, સિંગાપુર 1.25 ટકા, કોસ્પી 1.2 ટકા, તાઈવાન 1.52 ટકા અને ચીન 0.4 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીમાં મોટા ગેપ-ડાઉનની શક્યતાં
સિંગાપુર નિફ્ટી 211 પોઈન્ટ્સના ઘટાડે 17366.50 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ મોટુ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીમાં 17200નો સપોર્ટ છે. જે તૂટતાં તે વધુ ઘટાડો દર્શાવી શકે છે. છેલ્લાં કેટલાંક દિવસોથી માર્કેટમાં ઈન્ટ્રા-ડે વોલેટિલિટીને જોતાં માર્કેટમાં સાવચેતી રાખવી જરૂરી છે.
મહત્વની હેડલાઈન્સ
• મઝગાંવ ડોકે બનાવેલા ચોથા સ્કોર્પિઅન ક્લાસ સબમરીન આઈએનએસ વેલાને નેવીએ કાર્યાન્વિત કરી છે.



થોમસ કુકઃ કંપનીએ ભારતમાં મિટિંગ્સ, ઈન્સેન્ટીવ્સ, કોન્ફરન્સિસ અને એક્ઝિબિશન્સની કામગીરીમાં મજબૂત રિકવરી નોંધાવી છે.
નઝારા ટેક્નોલોજીઃ કંપનીએ એગ્રીમેન્ટ મુજબ ઓપન પ્લેના ઈક્વિટી શેર્સની ખરીદ પ્રક્રિયા પૂર્ણ કરી છે.
ઈઆઈએલઃ કંપની અને કેમપોલીસે ગ્રીન ટેક્નોલોજી માટે સ્ટ્રેટેજીક જોડાણ કર્યું છે.
ઓરોબિંદો ફાર્માઃ એલઆઈસીએ ઓપન માર્કેટ મારફતે કંપનીના 79000 શેર્સ ખરીદ્યાં છે.
કિર્લોસ્કર ફેરસે આઈએસએમટીમાં ઈક્વિટી શેર્સ ખરીદીને બહુમતી હિસ્સો ખરીદવા માટે સહમત થઈ છે.
એસઆઈએસ લિમિટેડમાં યુએસ ફંડ્સ ફંડામેન્ટલ ઈન્વેસ્ટર્સે 26,27,271 શેર્સની રૂ. 535 પ્રતિ શેરના ભાવે ખરીદી કરી છે.
જ્યોતિ સ્ટ્રક્ચરઃ ફોલિસ એડવાઈઝરી એલએલપીએ કંપનીમાં પ્રેફરન્શિયલ એલોટમેન્ટ મારફતે 10.65 ટકા(7.5 કરોડ શેર્સ) હિસ્સો મેળવ્યો છે.
એનએફએલઃ કંપનીએ 24 નવેમ્બરથી તેના પ્લાન્ટ-1 ખાતે હંગામી સમયગાળા માટે યુનિરાય પ્રોડક્શન બંધ કર્યું છે.
એનએસઈએ આદિત્ય બિરલા કેપિટલ અને હનીવેલ ઓટોમેશનને 31 ડિસેમ્બરથી અમલી બને તે રીતે એફએન્ડઓ સેગમેન્ટમાં સમાવેશ કર્યો છે.
જેએસડબલ્યુ સ્ટીલઃ મુંબઈ જીએસટી ઝોને કંપની દ્વારા રૂ. 265 કરોડની કરચોરી પકડી છે.
કિર્લોસ્કર ન્યૂમેટીકઃ એચડીએફસી એએમસીએ કંપનીમાં 23 નવેમ્બરે 16.58 લાખ શેર્સનું ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન મારફતે વેચાણ કર્યું હતું.
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગઃ બીએનપી પારિબા આર્બિટ્રેડે કંપનીમાં 23,59,500 ઈક્વિટી શેર્સનું રૂ. 221.75 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage