બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં સમાન ટ્રેન્ડનો અભાવ
છેલ્લાં કેટલાંક સપ્તાહોથી શેરબજારો આગવી ચાલ દર્શાવી રહ્યાં છે. તેમના દેખાવમાં મોટુ અંતર જોવા મળી રહ્યું છે. મંગળવારે જાપાનનું માર્કેટ 1.75 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યું છે. જ્યારે હોંગ કોંગ, સિંગાપુરના બજારો નરમ ટ્રેડ દર્શાવે છે. જ્યારે તાઈવાન, કોરિયા અને ચીનના બજારો સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. યુએસ બજારે સોમવારે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી અને પોઝીટીવ બંધ આપ્યું હતું.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 40 પોઈન્ટ્સ સુધારા સાથે 18180.50ના સ્તર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પોઝીટીવ ઓપનીંગ નોંધાવી શકે છે. જોકે માર્કેટમાં ઈન્ટ્રા-ડે વધ-ઘટ ઊંચી જોવા મળી શકે છે. નિફ્ટીને 18300-18400ની રેંજમાં અવરોધ નડી શકે છે. જયારે તેના માટે 17964નું સોમવારનું તળિયું નજીકનો સપોર્ટ છે. જે તૂટશે તો બેન્ચમાર્ક વધુ ઘટાડો દર્શાવી શકે છે.
ક્રૂડમાં મજબૂતી અકબંધ
ક્રૂડના ભાવ પર તેજીવાળાઓનો સંપૂર્ણ અંકુશ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.41 ટકા સુધારા સાથે 85.52 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 86.10 ડોલરની નવી ટોચ દર્શાવી છે. જે ગયા સપ્તાહે દર્શાવેલી 86.09 ડોલરની ટોચથી એક સેન્ટ ઊપર હતી. છેલ્લાં કેટલાંક સત્રોથી તે ચોપી ચાલ દર્શાવે છે. મોટાભાગના એનાલિસ્ટ્સ ક્રૂડને લઈને તેજીનો મત ધરાવે છે. જોકે ચીન જેવા સૌથી મોટા વપરાશકાર દેશમાં કોવિડના કેસિસ વધતાં ક્રૂડમાં નરમાઈ જોવા મળી શકે છે.
ગોલ્ડ 1800 ડોલરને પાર કરવામાં સફળ
વૈશ્વિક બજારમાં સોનુ 1800 ડોલરની સપાટીને પાર કરવામાં સફળ રહ્યું છે. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 1806 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેની સાત સપ્તાહની ટોચ છે. જો તે 1835 ડોલરની સપાટી પાર કરશે તો ઝડપી સુધારો નોંધાવી શકે છે. યુએસ ફેડ ચેરમેનના ગયા સપ્તાહના ટેપરિંગ મુદ્દે નિવેદન બાદ સોનામાં 30 ડોલરથી વધુનો સુધારો જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ટેપરિંગ અગાઉ જણાવ્યા મુજબ સમયસર ચાલુ થશે.
મહત્વની હેડલાઈન્સ
• ઈન્ડુસ ટાવરે બીજા ક્વાર્ટરમાં રૂ. 1558 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1130 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 6359 કરોડ સામે વધી રૂ. 6876 કરોડ રહી હતી.
• ઓરિએન્ટ સિમેન્ટે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 57 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 35 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 477 કરોડ સામે ઉછળી રૂ. 613 કરોડ રહી હતી.
• હોમ ફાઈનાન્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 45 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 108 કરોડ સામે વધી રૂ. 146 કરોડ રહી હતી.
• ટેલિકોમ કંપનીઓઃ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ(એજીઆર) માટે યુનિફાઈડ લાયસન્સ એગ્રીમેન્ટમાં સુધારો કર્યો છે.
• ભારતી એરટેલઃ કંપની સ્પેક્ટ્રમ અને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ ડ્યૂસના ચૂકવણામાં ચાર વર્ષોનું મોરેટોરિયમ અપનાવશે.
• ટેક મહિન્દ્રાએ બીજા ક્વાર્ટરમાં રૂ. 1339 કરોડનો નફો દર્શાવ્યો છે. જે રૂ. 1358 કરોડના અંદાજ સામે સાધારણ નીચો હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 10197 કરોડ સામે રૂ. 10881 કરોડ પર રહી હતી.
• એચડીએફસી એએમસીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 344.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 338 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 456 કરોડ સામે ચાલુ વર્ષે વધી રૂ. 542 કરોડ રહી હતી.
• સિએટે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 42 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 181.9 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1978.5 કરોડના સ્તરેથી વધી રૂ. 2451.8 કરોડ પર રહી હતી.
Market Opening 26 October 2021
October 26, 2021