બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસમાં નરમાઈ વચ્ચે એશિયામાં પોઝીટીવ ટ્રેડ
લાંબા સમય પછી માર્કેટ્સમાં ઊલટો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગુરુવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 192 પોઈન્ટ્સના ઘટાડે 35213ની સપાટી પર બંધ રહ્યું હતું. જોકે એશિયન બજારો પર તેની કોઈ અસર વર્તાતી નથી. એક માત્ર જાપાનને બાદ કરતાં અન્ય તમામ બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં તાઈવાન 0.9 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળી રહ્યું છે. જ્યારે હોંગ કોંગ પણ 0.82 ટકાનો સુધારો સૂચવે છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 23 પોઈન્ટ્સના સુધારે 16691ની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઝોનમાં ખૂલી શકે છે. નિફ્ટી 16700ના સ્તરને પાર કરશે તો તેની આગેકૂચ જળવાયેલી રહેશે. 16500ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવી જોઈએ.
ક્રૂડમાં ફ્લેટ ટ્રેડ
વૈશ્વિક ક્રૂડના ભાવ ફરી એકવાર સાંકડી રેંજમાં જોવા મળી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.6 ટકાના સુધારે 70.60 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તે છેલ્લા ત્રણેક દિવસથી 70 ડોલર પર ટક્યો છે. આમ હાલમાં તે કોન્સોલિડેશન દર્શાવી રહ્યો છે. તે 75 ડોલરને પાર કરશે તો નવી ટોચ દર્શાવી શકે છે. જ્યારે 65 ડોલર નીચે ક્રૂડમાં મંદીનો તબક્કો પૂરો થયો ગણાશે.
ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક ગોલ્ડના ભાવ બે દિવસ માટે નરમાઈ દર્શાવી પરત ફર્યાં છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 6 ડોલરના સુધારે 1801 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે પીળી ધાતુમાં ખરીદીનું આકર્ષણ જળવાયું છે. જો તે તાજેતરની ટોચને પાર કરશે તો ઝડપી સુધારો દર્શાવી શકે છે. જોકે માર્કેટની નજર શુક્રવારે યોજાનારી જેકસન હોલ ઈવેન્ટ પર છે. જેમાં ફેડ ચેરમેન શું કોમેન્ટ્સ કરે છે તે ઈક્વિટીઝ સહિતના બજારો માટે મહત્વનું બની રહેશે.
મહત્વની હેડલાઈન્સ
• ભારતે બોઈંગ 737 પરનો પ્રતિબંધ હઠાવી લીધો છે. તેઓ ટૂંકમાં જ ઉડાન શરૂ કરશે.
• ભારતે ઓટો ઉત્પાદકોને ચીનની આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે જણાવ્યું છે.
• દેશની જેટ ફ્યૂઅલની માગમાં જોવા મળેલી વૃદ્ધિ.
• 26 ઓગસ્ટે દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 10 ટકા નીચો રહ્યો.
• વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં ગુરુવારે રૂ. 1970 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1055 કરોડની ખરીદી દર્શાવી.
• વિદેશી ફંડ્સે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 4610 કરોડની ખરીદી નોંધાવી.
• ઈન્ડિગો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી આંઠ નવી ડોમેસ્ટીક ફ્લાઈટ્સ શરુ કરશે.
• અદાણી ગ્રીન એનર્જી બોન્ડ વેચાણ મારફતે 75 કરોડ ડોલર ઊભા કરશે.
• ઈન્ફોસિસ પબ્લિક સર્વિસને મનીટોબા પબ્લિક ઈન્શ્યોરન્સ કોન્ટ્રેક્ટ મળ્યો છે.
• વિપ્રોએ સ્કેલેબલ એન્ટરપ્રાઈઝ સોલ્યુશન્સ માટે ડેટારોબોટ સાથે ભાગીદારી કરી છે.
• બ્રિગેડ એન્ટરપ્રાઈઝે 12 નવા પ્રોજેક્ટ્સ લોંચ કર્યાં.
• એનએલસી ઈન્ડિયાએ કમર્સિયલ પેપર લોંચ કરીને રૂ. 500 કરોડ ઊભા કર્યાં.
Market Opening 27 August 2021
August 27, 2021