Market Opening 27 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ફેડે માર્ચમાં રેટ વૃદ્ધિની શક્યતાં દર્શાવી, શેરબજારોમાં સુધારો ભૂંસાયો
યુએસ ફેડ રિઝર્વે તેની 2022ની પ્રથમ એફઓએમસી બેઠક સમાપ્ત થયા બાદ જણાવ્યું હતું કે માર્ચમાં રેટ વૃદ્ધિની શક્યતાં છે. આ ટિપ્પણી પાછળ યુએસ શેરબજારોમાં સુધારો ભૂંસાયો હતો. એક તબક્કે 300 પોઈન્ટ્સથી વધુ સુધારો દર્શાવી રહેલો ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 130 પોઈન્ટ્સના ઘટાડે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 3 ટકાના સુધારા પરથી ગગડી ફ્લેટ બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં કોરિયન માર્કેટ 2.93 ટકા સાથે સૌથી ખરાબ ટ્રેડ દર્શાવી રહ્યું છે. જાપાનનો નિક્કાઈ 2.55 ટકા, ચીન એક ટકો, હોંગ કોંગ 2 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો મોટા ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 298 પોઈન્ટ્સના ઘટાડે 16923ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ મોટા ગેપ ડાઉન સાથે કામકાજની શરૂઆત દર્શાવી શકે છે. નિફ્ટી માટે મંગળવારે બનેલી 16837નું સ્તર નજીકમાં મહત્વનો સ્તર બની રહેશે. જેની નીચે 16600 આજુબાજુનું 200-ડીએમએનું સ્તર પણ મહત્વનો સપોર્ટ બની શકે છે. હવે બજારની નજર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર રહેશે.
ક્રૂડે નવી ટોચ બનાવી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી જળવાય છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો બુધવારે 89.50 ડોલરની છ વર્ષોની ટોચ પર ટ્રેડ દર્શાવ્યા બાદ આજે લગભગ એક ટકા ઘટાડે 88.03ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેમાં અન્ડરટોન મજબૂત છે અને તે 90 ડોલરના સ્તરને પાર કરી શકે છે.
ગોલ્ડમાં નરમાઈ
યુએસ ફેડની માર્ચમાં રેટ વૃદ્ધિની વાત પાછળ વૈશ્વિક ગોલ્ડના ભાવ ઘસાયા હતાં. કોમેક્સ ગોલ્ડ વાયદો આજે 14 ડોલર ઘટાડે 1816 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે બુધવારે 1642 ડોલરની ટોચ પર ટ્રેડ દર્શાવ્યું હતું. હજુ પણ ગોલ્ડ 1800 ડોલરનું સાયકોલોજિકલ લેવલ જાળવી રાખ્યું છે. જે સૂચવે છે કે વધ-ઘટે તે સુધારાની ચાલ જાળવી શકે છે. કોમેક્સ ખાતે 1785 ડોલરનો મહત્વનો સપોર્ટ છે.
મહત્વના પરિણામો
• રેમન્ડે ડિસમ્બર ક્વાર્ટરમાં રૂ. 101નો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં રૂ. 22.1 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 1243.4 કરોડથી ઉછળી રૂ. 1843.3 કરોડ રહી હતી.
• રિલાયન્સ બ્રોડકાસ્ટીંગ પાછળ રૂ. 12000 કરોડ ખર્ચ કરનારી અગ્રણી કંપની બનશે.
• ફેડરલ બેંકે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 522 કરોડનો નફો નોંધાવ્યો છે. જે 23 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બેંકના પ્રોવિઝન્સમાં ત્રિમાસિક ધોરણે 27 ટકા ઘટાડો નોંધાયો હતો. જ્યારે ગ્રોસ એનપીએ 3.24 ટકાથી ઘટી 3.06 ટકા પર રહી હતી.
• એસઆરએફ 21000 ટન પ્રતિ વર્ષની એલ્યુમિનિયમ ફોઈલ સુવિધાની સ્થાપના માટે રૂ. 425 કરોડનું રોકાણ કરશે. કંપની ફાર્મા ઈન્ટરમિડિયરીઝ પ્લાન્ટની સ્થાપના માટે રૂ. 198 કરોડનું રોકાણ કરશે.
• ટીમલીઝે સપ્ટેબર ક્વાર્ટરમાં રૂ. 29.97 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 31 ટકા વધુ હતો. કંપનીની આવક પણ 38 ટકા વધી રૂ. 1760 કરોડ રહી હતી.
• મેક્રોટેક ડેવલપર્સે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 286.3 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 231.7 કરોડ પર હતો. તેની આવક ઉછળીને રૂ. 2059.4 કરોડ રહી હતી. જે ગયા વર્ષે રૂ. 1514.1 કરોડ પર હતી.
• સિપ્લાએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 756.88 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 751.6 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 5169 કરોડ પરથી ઉછળી રૂ. 5478.86 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage