Market Opening 27 July 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે નવી ટોચ વચ્ચે એશિયન બજારમાં મિશ્ર વલણ
સપ્તાહના બીજા દિવસે એશિયન બજારો મિશ્ર વલણ દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ, તાઈવાન અને ચીનના બજારો નેગેટિવ ટ્રેડ સૂચવે છે. જ્યારે કોરિયા અને સિંગાપુર પોઝીટીવ ઝોનમાં જોવા મળી રહ્યાં છે. હોંગ કોંગ માર્કેટ સોમવારે 4 ટકાથી વધુના ઘટાડા બાદ આજે પણ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતું હતું. જોકે હાલમાં તે નીચે સ્તરેથી બાઉન્સ થયું છે અને 0.5 ટકાની નરમાઈ સૂચવે છે. ચીનનું બજાર પણ નેગેટીવમાંથી પોઝીટીવ બન્યું છે. તાઈવાન 0.35 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જાપાન અને સિંગાપુર માર્કેટ્સ અનુક્રમે 0.35 ટકા અને 0.62 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ દર્શાવે તેમ સૂચવી રહ્યો છે. જોકે માર્કેટ પોઝીટીવ ટેરિટરીમાં ટકશે કે કેમ તે કહેવું કઠિન છે. છેલ્લાં કેટલાંક સત્રોથી તે ફરી અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહ્યું છે અને તેને કારણે ટ્રેડર્સમાં નવી પોઝીશન ઊભી કરવા માટે ખચકાટ જોવા મળી રહ્યો છે. માર્કેટના વોલ્યુમમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળે છે. ભારતીય બજારને 15700નો સપોર્ટ છે. જે તૂટતાં બજાર વધુ ઘટાડો નોંધાવી શકે છે. જ્યારે 15962નું સ્તર પાર કરશે તો 16200 સુધીનો સુધારો સંભવ છે.
ક્રૂડ મક્કમ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 0.50 ટકાના સુધારા સાથે 74.06 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે ક્રૂડમાં બુલ્સનો હાથ હજુ પણ ઉપર છે.
મહત્વની હેડલાઈન્સ
• ભારતનો કોલ વપરાશ મહામારી અગાઉના સમયને પાર કરી ગયો.
• જૂના કોલ પ્લાન્ટ્સને બંધ કરી ભારત વર્ષે 1.3 અબજ ડોલરની બચત કરી શકે.
• કોમોડિટીઝના ભાવમાં તેજી પાછળ વેદાંતાનો નફો ચાર ગણો ઉછળ્યો.
• ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં બીજા સપ્તાહે 1.91 અબજ ડોલરની વૃદ્ધિ.
• સોમવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 2380 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે સોમવારે ભારતીય બજારમાં રૂ. 1550 કરોડની ખરીદી નોંધાવી.
• વિદેશી સંસ્થાઓએ સોમવારે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 2820 કરોડનું કરેલું વેચાણ.
• સરકાર હૂડકોમાં 5.5 ટકા હિસ્સો ઓફર-ફોર-સેલ મારફતે વેચાણ કરશે. જેમાં કુલ 11 કરોડ શેર્સનું વેચાણ કરવામાં આવશે. જેમાં 2.5 ટકા અધિક હિસ્સા વેચાણનો ઓપ્શન પણ છે. તે રૂ. 45ના બેઝ પ્રાઈસે ઓફર કરશે. રિટેલ માટે ઓફર બુધવારે ખૂલશે.
• એક્સિસ બેંકે રૂ. 2160 કરોડનો નફો દર્શાવ્યો છે. જોકે તે રૂ. 2440 કરોડના અંદાજને ચૂકી ગઈ છે. પ્રોવિઝન્સ વધીને રૂ. 3530 કરોડ પર જોવા મળ્યાં છે. જ્યારે ક્વાર્ટરલી ધોરણે ગ્રોસ એનપીએ 3.70 ટકાથી વધુ 3.85 ટકા પર જોવા મળે છે.
• ડીએલએફે રૂ. 337 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 70.60 કરોડની ખોટ દર્શાવી હતી. તેની આવક રૂ. 549 કરોડ સામે વધી રૂ. 1140 કરોડ રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage