Market Opening 27 May 2021

માર્કેટ ઓપનીંગ

વૈશ્વિક બજારોમાં કોન્સોલિડેશન

અંતિમ બે દિવસથી યુએસ ખાતે સાધારણ ફેરફાર વચ્ચે એશિયન બજારો મિશ્ર ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ, તાઈવાન અને કોરિયા સહિતના બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર ચીનનું બજાર સારો દેખાવ કરી રહ્યું છે. છેલ્લાં કેટલાક દિવસોમાં તેણે તીવ્ર સુધારો દર્શાવ્યો છે અને 52-સપ્તાહની ટોચથી તે થોડુ છેટે જોવા મળી રહ્યું છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પણ 34 હજાર પર ટકેલો છે.

SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 13 પોઈન્ટ્સના સુધારે 15314 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક માર્કેટ પણ ફ્લેટ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 15350 અને 15431ના અવરોધો છે. જોકે હાલમાં અન્ડરટોન બુલીશ છે. આજે મે એક્સપાયરીનો દિવસ હોવાથી બજારમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી શકે છે. ફેબ્રુઆરી એક્સપાયરી બાદ મે એક્સપાયરી બજાર માટે ઘણી સારી પુરવાર થઈ છે.

મહત્વની હેડલાઈન્સ

· સરકારે જણાવ્યું છે કે રાજ્યો માટે વધુ બોરોઈંગ્સ માટે 22 અબજ ડોલરની જરૂર છે.

· બુધવારે વૈશ્વિક ફંડ્સે સ્થાનિક બજારમાં રૂ. 242 કરોડની ખરીદી કરી હતી.

· સ્થાનિક ફંડ્સે બુધવારે શેરબજારમાં રૂ. 439 કરોડનું વેચાણ કર્યું હતું.

· સરકાર એકવાર અનલોકિંગ અમલમાં આવે ત્યારબાદ સ્ટીમ્યુલસની જાહેરાત કરી શકે છે.

· અદાણી એન્ટરપ્રાઈઝિસે મહાનદી માઈન્સ એન્ડ મિનરલ્સ નામની કંપનીની સ્થાપના કરી છે.

· ઓઈલ માર્કેટિંગ કંપની બીપીસીએસે શેરદીઠ રૂ. 58નું ડિવિડન્ડ આપ્યું છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 11940 કરોડનો નફો નોંધાવ્યો છે. વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 1360 કરોડની ખોટ દર્શાવી હતી.

· બર્ગર પેઈન્ટ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 210 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 104 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક 50 ટકા વધી રૂ. 2030 કરોડ જોવા મળી છે.

· બર્ગર કિંગે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 25.94 કરોડની ખોટ દર્શાવી છે. તેની આવક રૂ. 196 કરોડ રહી હતી.

· ક્યુમિન્સ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 186 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 58 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક 19 ટકા વધી રૂ. 1230 કરોડ રહી હતી.

· કર્ણાટક બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 31.36 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણએ રૂ. 27.31 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે 3.16 ટકાથી વધી 4.91 ટકા થઈ છે. બેંકે રૂ. 342 કરોડનું પ્રોવિઝનીંગ કર્યું છે.

· કોટક બેંક 29 મેના રોજ બોન્ડ્સ, ડેટ સિક્યૂરિટીઝ માટે વિચારણા કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage