બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ
યુએસ બજારમાં ફ્લેટ બંધ બાદ એશિયન બજારોમાં સિંગાપુર બજારને બાદ કરતાં સાર્વત્રિક નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં હોંગ કોંગ બજાર 1.78 ટકાનો નોંધપાત્ર ઘટાડો સૂચવી રહ્યો છે. જ્યારે ચીનનું બજાર 1.06 ટકા ઘટાડો દર્શાવે છે. કોરિયા, તાઈવાન અને જાપાનના બજારો પણ અડધા ટકાથી ઊંચો ઘટાડો સૂચવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 50 પોઈન્ટ્સ ઘટાડા સાથે 18284ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગઈકાલના બંધ કરતાં નીચે કામકાજની શરૂઆત દર્શાવી શકે છે. નિફ્ટી મંગળવારે 18300ની સપાટી પર ટકવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને માટે 18300-18400નું ઝોન અવરોધનું છે. જ્યારે નીચે 17960નો સપોર્ટ છે. જે તૂટતાં વધુ ઘટાડો સંભવ છે. ઓક્ટોબર એક્સપાયરીના બે સત્રો દરમિયાન માર્કેટમાં વોલેટિલિટી ઊંચી જોવા મળી શકે છે.
ક્રૂડમાં સાંકડી મૂવમેન્ટ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં સાંકડી રેંજમાં ટ્રેડ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 0.4 ટકાના ઘટાડે 85.32 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લાં ત્રણેક સત્રોથી તે 84-86 ડોલરની રેંજમાં કોન્સોલિડેશન દર્શાવી રહ્યો છે. તેણે 86.70 ડોલરની ટોચ દર્શાવી છે.
ગોલ્ડ 1800 ડોલર પર ટકવામાં નિષ્ફળ
વૈશ્વિક ગોલ્ડના ભાવ એક દિવસ માટે 1800 ડોલર પર ટક્યાં બાદ ફરી તેની નીચે ઉતરી ગયા હતા. આજે સવારે કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ 5 ડોલર નરમાઈ સાતે 1788 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય બજારમાં જોકે ગોલ્ડ બે દિવસથી રૂ. 48 હજારની સપાટી પર ટ્રેડ દર્શાવવામાં સફળ રહ્યું હતું.
મહત્વની હેડલાઈન્સ
• વૈશ્વિક બજારમાં સુગરના ભાવ ઊંચા હોવાના કારણે ભારત સુગર એક્સપોર્ટ સબસિડી નહિ આપે.
• ઝી એન્ટરટેઈનમેન્ટની ઈન્વેસ્કો સામેના કેસમાં જીત. કંપની 28 ઓક્ટોબરની ઈજીએમ નહિ બોલાવે.
• એક્સિસ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 3130 કરોડનો નફો દર્શાવ્યો. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 86 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીના પ્રોવિઝન્સમાં નોંધપાત્ર ઘટાડો થતાં નફો ઉછળ્યો. કંપનીએ રૂ. 1740 કરોડનું પ્રોવિઝન્સ કર્યું. જે ત્રિમાસિક ધોરણે 47 ટકા ઘટાડો સૂચવે છે. ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે 3.85 ટકા સામે સુધરી 3.53 ટકા થઈ.
• બજાજ ફાઈનાન્સનો નફો 53 ટકા ઉછળ્યો.
• વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં કુલ રૂ. 2370 કરોડની વેચવાલી દર્શાવી. ભારતીય ફંડ્સે રૂ. 1390 કરોડની ખરીદી કરી.
• વિદેશી રોકાણકારોએ ડેરિવેટિવ્સ માર્કેટમાં મંગળવારે રૂ. 509 કરોડનું વેચાણ કર્યું.
• ચીને એવરગ્રાન્ડના માલિકને તેની પોતાની સંપત્તિમાંથી ડેટનું ચૂકવણું કરવા જણાવ્યું.
• ભારત ટેસ્લા, સેમસંગ અને એલજીને ભારતમાં સ્થાનિક સ્તરે બેટરીઝનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપશે.
• પોલીસીબઝાર 1 નવમ્બરે 79.4 ડોલર કરોડના આઈપીઓ સાથે બજારમાં પ્રવેશ કરશે. કંપની રૂ. 940-980ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે.
• અંબુજા સિમેન્ટે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 441 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે રૂ. 479 કરોડના અંદાજ કરતાં નીચો હતો. કંપનીની આવક 14 ટકા વધી રૂ. 3240 કરોડ રહી હતી.
• બજાર ફાઈનાન્સનો બીજા ક્વાર્ટરનો નફો 53 ટકા ઉછળી રૂ. 1480 કરોડ રહ્યો હતો. જોકે રૂ. 1628 કરોડના અંદાજ સામે તે નીચો જોવા મળ્યો હતો. કંપનીની આવક 19 ટકા વધી રૂ. 7730 કરોડ રહી હતી.
• બિરલા સોફ્ટે રૂ. 103 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 69 કરોડ પર હતો. કંપનીની આવક 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1010 કરોડ પર રહી હતી.
• સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાઃ પીએસયૂ બેંકે બીજા ક્વાર્ટરમાં 55 ટકા વૃદ્ધિ સાથે રૂ. 250 કરોડનો નફો દર્શાવ્યો છે. કંપનીની ગ્રોસ એનપીએ 15.5 ટકા જોવા મળી હતી.
Market Opening 27 October 2021
October 27, 2021