બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં સપ્તાહની પોઝીટીવ શરૂઆત
વૈશ્વિક બજારોમાં કામકાજની શરૂઆત સુધારા સાથે જોવા મળી છે. યુએસ બજાર શુક્રવારે સતત ત્રીજા દિવસે સુધારા સાથે બંધ આવ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 33 પોઈન્ટ્સના સુધારે 34798ના સ્તરે બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ 15 હજારની સપાટી જાળવી શક્યો હતો. એસએન્ડપી 500 તેની સર્વોચ્ચ સપાટી પર જોવા મળી રહ્યો હતો. એશિયન બજારો આજે સવારે એક ટકાથી વધુનો મજબૂત સુધારો દર્શાવી રહ્યાં છે. જેમાં સિંગાપુર નિફ્ટી 1.34 ટકા સાથે સૌથી સારો જણાય છે. એકમાત્ર ચીન બજાર નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 103 પોઈન્ટ્સના સુધારે 17961ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. તાજેતરની ટોપ્સને જોડતી સ્લોપીંગ ટ્રેન્ડલાઈન 18050-18100ના ઝોનમાં જોવા મળે છે. જે હવેનો ટાર્ગેટ રહેશે. તે પાર થતાં 18250નું સ્તર જોવા મળી શકે. બુધવારે ગેપ-અપ ઓપનીંગ વખતે 17646-17610ની રેંજમાં બનેલી ગેપ નજીકનો સપોર્ટ રહેશે. જે તૂટતાં 17326ની ગયા સપ્તાહની બોટમ સપોર્ટ બનશે. 17610ના સ્ટોપલોસથી લોંગ જાળવવું જોઈએ.
બેંકનિફ્ટી(CMP: 37830): અગાઉના સપ્તાહે બનેલી 38113ની ટોપને ગયા સપ્તાહે પણ સ્પર્શ કરવામાં આવ્યો હતો. જે હવે ડબલ ટોપ રેસિસ્ટન્સ છે. નવા સુધારા માટે આ સ્તર પાર થવું જરૂરી છે. જો તેમ થશે તો 39000 અને 39700ના સ્તરો જોવા મળી શકે છે. અવરલી ચાર્ટ પર 37350 નજીકનો સપોર્ટ છે. જેની નીચે સપ્તાહ દરમિયાન બનેલી બોટમ 36525નું સ્તર જોવા મળી શકે છે. 37350ના સ્ટોપલોસથી લોંગ પોઝીશન જાળવવી.
કેલિફોર્નિયા પેન્શન ફંડને RILમાં અરામ્કો ચેરમેનની નિમણૂંક સામે વિરોધ
યૂએસ સ્થિત પેન્શન ફંડ કેલિફોર્નિયા સ્ટેટ ટીચર્સ રિટાયર્મેન્ટ સિસ્ટમ(કાલસ્ટર્સ)એ સાઉદી અરામ્કોના ચેરમેન યાસિર અલ-રિમૈયાનના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકેની નિમણૂંકનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. આમ કરવાનું કારણ અલ-રમૈયાનની સાઉદી અરેબિયાના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફં(પીઆઈએફ)ડમાં ગવર્નર તરીકેની પોઝીશન તથા અરામ્કોમાં પણ તેમનું ચેરમેન હોવું છે. પીઆઈએફે કેલેન્ડર 2020માં રિલાયન્સ રિટેલમાં રૂ. 9555 કરોડ અને રિલાયન્સ જિઓમાં રૂ. 11367 કરોડનું રોકાણ કર્યું હતું.
Market Opening 27 September 2021
September 27, 2021
