માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે સ્થિરતા વચ્ચે એશિયામાં મિશ્ર વલણ
મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 3 પોઈન્ટ્સના સાધારણ સુધારા સાથે બંધ આવ્યો હતો. આમ સવારે એશિયન બજારો મિશ્ર વલણ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન, સિંગાપુર, હોંગ કોંગ અને ચીન પોઝીટીવ ટ્રેડ પામી રહ્યાં છે. જ્યારે તાઈવાન અને કોરિયા નરમાઈ સૂચવે છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી સૂચવે છે કે ભારતીય બજાર કામકાજની શરૂઆત ગેપ-અપ ઓપનીંગ સાથે દર્શાવશે. હાલમાં તે 51 પોઈન્ટ્સ સુધારા સાથે 14710 પર ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય બજારને માટે 14700નો અવરોધ છે. જે પાર થતાં તે 15040 સુધીનો સુધારો દર્શાવી શકે એમ ટેકનિકલ એનાલિસ્ટ્સ માને છે.
ક્રૂડમાં હજુ પણ મક્કમ ટોન
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ મજબૂતી દર્શાવી રહ્યાં છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 65.84 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે નરમાઈ બાદ અંતિમ બે દિવસોથી તે મજબૂતી દર્શાવી રહ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ ક્રૂડમાં ઘટાડે ખરીદીનો વ્યૂહ ધરાવે છે.
ગોલ્ડ-સિલ્વર નરમ
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળી રહી છે. કોમેક્સ ગોલ્ડ 8 ડોલર નરમાઈ સાથે 1771 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે સિલ્વર 1.26 ટકા ઘટાડે 26.078 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. સ્થાનિક કોમેક્સ ખાતે સિલ્વર મે વાયદો મંગળવારે રૂ. 201ના સુધારે રૂ. 68881 પર જ્યારે ગોલ્ડ જૂન વાયદો રૂ. 168ના ઘટાડે રૂ. 47294 પર બંધ રહ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
· ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ સપ્લાય ચેઈન એલાયન્સની સ્થાપના કરી છે.
· એક્સિસ બેંકે અંદાજો કરતાં સારા પરિણામ દર્શાવ્યાં છે. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે ગયા માર્ચ ક્વાર્ટર માટે રૂ. 2677 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. બેંકે માર્ચ 2020 ક્વાર્ટરમાં રૂ. 1388 કરોડની ખોટ નોંધી હતી. કંપનીએ સ્ટ્રીટની અપેક્ષા કરતાં ઊંચો નફો દર્શાવ્યો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 11 ટકા વધી રૂ. 7555 કરોડ રહી હતી. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 6808 કરોડ હતી. કંપનીના પ્રોવિઝનીંગમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તે અગાઉના વર્ષે સમાનગાળાની સરખામણીમાં 57.4 ટકા ઘટી રૂ. 3295 પર જોવા મળ્યો હતો. કંપનીની ડિપોઝિટ્સમાં 10 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
· મંગળવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1455 કરોડની વેચવાલી નોંધાવી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 1460 કરોડની ખરીદી કરી હતી.
· એડીબી બેંક ભારતને કોવિડ-19 સામે લડવા માટે 1.5 અબજ ડોલરની લોન પૂરી પાડશે.
· સિન્જેન ઈન્ટરનેશનલે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 161 કરોડનો નફો નોંધાવ્યો હતો. જ વાર્ષિક ધોરણે 34 ટકા વૃદ્ધિ સૂચવે છે.
Market Opening 28 April 2021
April 28, 2021