માર્કેટ ઓપનીંગ
યુએસ ખાતે પોઝીટીવ બંધ પાછળ એશિયા મજબૂત
સપ્તાહાંતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજમાં પોઝીટીવ બંધ પાછળ ઉઘડતાં સપ્તાહે એશિયાઈ બજારોમાં મજબૂતી જોવા મળી રહી છે. કોરિયન બજાર 0.7 ટકા મજબૂતી દર્શાવે છે. જ્યારે અન્ય બજારો 0.5 ટકા સુધી સુધારો નોંધાવી રહ્યાં છે.
SGX નિફ્ટી 55 પોઈન્ટ્સ મજબૂત
સિંગાપુર નિફ્ટી 55 પોઈન્ટ્સ મજબૂતી સાથે 13809 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર 13800 આસપાસ ઓપનીંગ દર્શાવશે. જો 13750 પાર થશે તો માર્કેટ નવી ટોચ પર બંધ આપવા સાથે 14000 માટેનો માર્ગ મોકળો થશે.
ક્રૂડમાં કોન્સોલિડેશન
બ્રેન્ટ ક્રૂડ વાયદો 51 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને તે અપટ્રેન્ડમાં જ છે. તેના નવા ટાર્ગેટ્સ 53-55 ડોલર છે.
સોનું-ચાંદી બ્રેકઆઉટ આપી શકે
ગયા સપ્તાહે કોન્સોલિડેશન બાદ સોનું-ચાંદી પોઝીટીવ બ્રેક આઉટ દર્શાવે તેવી શક્યતા છે. એમસીએક્સ ખાતે સોનું રૂ. 51000 પર બંધ આપે તો લોંગ કરી શકાય. જ્યારે ચાંદી રૂ. 69000 પર બંધ આપવામાં સફળ રહે તો લોંગ કરી શકાય.
મહત્વની હેડલાઈન્સ
· લ્યુપિને જુબિલિયા સોલ્યુશન માટે યુએએફડીએની સંભવિત મંજૂરી મેળવી છે.
· એસબીઆ લાઈફ પૈસાલો ડિજિટલ લિ.માં હિસ્સો ખરીદશે.
બાયોકોનઃ યુએસએફડીએએ બાયોકોનની યુએસ પાંખ બાયોકોન બાયોલોજિસ અને મિલાનને એવાસ્ટીન ડ્રગ જેવા જ બાયોસિમિલરના બોયોલિજીક્સ લાયસન્સ એપ્લિકએશનને લઈને મંજૂરી મૂલત્વી રાખવા અંગે જણાવ્યું છે. એવાસ્ટીનનો ઉપયોગ વિવિધ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. એફડીએએ જણાવ્યું હતું કે એપ્લિકેશનને મંજૂરી માટે મેન્યૂફેક્ચરિંગ સુવિધાનું ઈન્સ્પેકશન જરૂરી છે.
હિંદુસ્તાન યુનીલિવરઃ કંપનીએ ડોમેસ્ટીક એબ્યુઝનો ભોગ બનતાં એમ્પ્લોયીઝ માટે તેની એચઆર પોલિસીને કડક બનાવી છે. દેશમાં દર ત્રણમાંથી એક મહિલા અને દર સાતમાંથી એક પુરુષ ઘરગથ્થુ હિંસાનો ભોગ બને છે.
અલીબાબાઃ કંપનીનો યુરોપ લિસ્ટેડ શેરમાં એક દિવસમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં તે 30 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ગુરુવારે ચીને કંપની સામે મોનોપોલીસ્ટીક પ્રેકટિસીસ માટે તપાસ શરૂ કરી હતી.
વોડાફોનઃ ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના ભારત સરકારે વોડાફોન પર લાગુ પાડેલા ટેક્સ અંગેના ચૂકાદાને ભારત સરકારે સિંગાપુરની કોર્ટમાં પડકાર્યો છે.
ડીએચએફએલઃ ઓકટ્રીએ નાદાર બનેલી હાઉસિંગ ફાઈનાન્સ કંપની માટે તેની ઓફરને વધુ આકર્ષક બનાવતાં તેમાં રૂ. 1700 કરોડનો ઉમેરો કર્યો છે. હાલમાં તે પિરામલ એન્ટરપ્રાઈઝ સાથે તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહી છે.
ધ યોગા ઈન્સ્ટીટ્યુટઃ આયુષ પ્રધાને 102 વર્ષ જૂની ધ યોગા ઈન્સ્ટીટ્યુટની મેડિટેશન એપ નિસ્પંદ લોંચ કરી હતી. તેમણે સંસ્થાએ કોવિડ દરમિયાન હાથ ધરેલા પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી.
બીપીસીએલઃ ઓઈલ માર્કેટિંગ કંપનીનું ખાનગીકરણ નાણાકિય વર્ષ 2020-21 પહેલા પૂરું થાય તેવી શક્યતા નથી. હજુ સુધી ત્રણ બીડ માટે ટેકનિકલ ઈવેલ્યુશન પૂરું થયું છે. સરકાર કંપનીમાંનો તેનો 52.98 ટકા હિસ્સો વેચી રૂ. 45 હજાર કરોડ મેળવવાની અપેક્ષા રાખે છે.
રિલાયન્સ ઈન્ડઃ કંપની આઈએમજી-આરમાં 50 ટકા હિસ્સો ખરીદશે. જ્યારબાદ કંપની રિલા. ઈન્ડ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બનશે. જેનું રિબ્રાન્ડિંગ કરવામાં આવશે.
એર ઈન્ડિયાઃ પીએસયૂ ઉડ્ડયન કંપનીના પાયલોટ્સે 5 ટકા સેલરી કટને પાછો ખેંચવાના નિર્ણયને ફગાવ્યો છે. તેમનું કહેવું છે કે કંપનીએ કુલ 58 ટકા જેટલો સેલરી કટ કર્યો હતો.
સેન્ટ્રલ બેંકઃ પીએસયૂ બેંક હાઉસિંગ ફાઈનાન્સ બિઝનેસમાંથી બહાર આવશે. કંપની સેન્ટ્રમ ફાઈનાન્સ સાથેના સંયુક્ત સાહસમાંનો તેનો 64 ટકા હિસ્સો રૂ. 164 કરોડમાં ભાગીદાર કંપનીને વેચશે.
એસબીઆઈ લાઈફઃ કંપનીએ પૈસાલો ડિજીટલમાં 38 લાખ શેર્સ અથવા 9 ટકા હિસ્સો રૂ. 186.20 કરોડમાં ખરીદ્યો છે. કંપનીએ પ્રતિ શેર રૂ. 489.99 ચૂકવ્યાં છે.
બજાજ ઓટોઃ ટુ-વ્હીલર ઉત્પાદક કંપની પ્રિમીયમ મોટરસાઈકલ્સને લઈને બુલીશ મત ધરાવે છે. જેને ધ્યાનમાં રાખીને તે પૂણે નજીક ચાકનમાં બીજું ઉત્પાદન યુનિટ સ્થાપી રહી છે.
ઈકરાઃ રેટિંગ એજન્સીના જણાવ્યા મુજબ નાણા વર્ષ 2021-22માં ફાર્મા કંપનીઓની આવક અને માર્જિન્સ મજબૂત જળવાઈ રહેશે.
સ્પાઈસ જેટઃ પ્રાઈવેટ ઉડ્ડયન કંપનીએ હૈદરાબાદ ખાતેથી કોવિડ વેક્સિનની દેશમાં ડિલિવરી માટે હૈદરાબાદ એરપોર્ટના ઓપરેટર જીએમઆરની કંપની જીએમઆર હૈદરાબાદ એર કાર્ગો સાથે એમઓયુ કર્યાં છે.
ઈવાય ઈન્ડિયાઃ વૈશ્વિક પ્રોફેશ્નલ સર્વિસ ઓર્ગેનાઈઝેશન કેલેન્ડર 2021માં ભારતમાં 9000 નવા ટેક્નોલોજિકલ વ્યાવસાયિકોની નિમણૂંક કરશે.