Market Opening 28 Dec 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

ઓમિક્રોનના ડરમાંથી બહાર આવી રહેલા શેરબજારો
વૈશ્વિક શેરબજારો ઓમિક્રોનના ડરમાંથી બહાર આવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સોમવારે તેની સર્વોચ્ચ સપાટી નજીક બંધ આપવામાં સફળ રહ્યો હતો. ઈન્ડેક્સ 352 પોઈન્ટ્સ ઉછળી 36302ની સપાટીએ બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ 218 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ રહ્યો હતો. આજે સવારે એશિયન બજારોમાં હોંગ કોંગ અને ચીન સાધારણ નેગેટિવ જોવા મળી રહ્યાં છે. જાપાનનું બજાર એક ટકા, તાઈવાન 0.6 ટકા અને સિંગાપુર પણ 0.6 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 103 પોઈન્ટસ મજબૂતી સાથે 17209ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ મજબૂત ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી 17200ના સ્તર પર બંધ આપશે તો 17600 અને 18000 સુધીનો સુધારો દર્શાવી શકે છે. લોંગ ટ્રેડર્સે 17800ના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી રાખવી જોઈએ. સોમવારે બજાર આ સ્તરેથી જ પરત ફર્યું હતું.

મહત્વની હેડલાઈન્સ
• શ્યામ મેટાલિક્સ નાણાકિય વર્ષ 2021-22 માટે અગાઉ દર્શાવેલા મૂડી ખર્ચ બદલ અન્ય વ્યૂહાત્મક ક્ષમતા વિસ્તરણ હાથ ધરશે.
• સસ્તાસુંદરમાં આશિષ કચોલિયાએ વધુ 2.25 ટકા હિસ્સો ખરીદી તેમના હિસ્સામાં વૃદ્ધિ કરી છે.
• ગોકલદાસ એક્સપોર્ટ્સ માટે ઈકરાએ લોંગ-ટર્મ રેટિંગને બીબીબી પરથી અપગ્રેડ કરી એ- બનાવ્યું છે. આઉટલૂકને પણ સ્ટેબલમાંથી પોઝીટીવ બનાવ્યું છે.
• મહારાષ્ટ્ર સીમલેસે ઈઆરડબલ્યુ અને સીમલેસ પાઈપ્સના સપ્લાય માટે પીએસયૂ કંપનીઓ પાસેથી રૂ. 151 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
• જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સે ઉત્તર પ્રદેશમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે ડેવલપમેન્ટનું કામ પૂર્ણ કર્યાંનું પ્રોવિઝ્નલ કમ્પિશન સર્ટિફિકેટ મેળવ્યું છે.
• અજંતા ફાર્માનું બોર્ડ આજે કંપનીના શેર્સ બાયબેકના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.
• બીએસઈ જાન્યુઆરીમાં બોનસ ઈસ્યુ માટેના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.
• ગ્રીનલામ ઈન્ડસ્ટ્રીઝ ક્વિપ સહિતના વિકલ્પો મારફતે ફંડ એકત્ર કરવા અંગે વિચારણા કરશે.
• મઝગાંવ ડોક વર્ષની વચગાળાના ડિવિડન્ડ માટે વિચારણા કરશે.
• અશોક લેલેન્ડે શ્રીરામ ઓટો મોલ સાથે યુઝ્ડ કમર્સિયલ વ્હીકલ્સ માટે એમઓયુ કર્યાં.
• ઈલેક્ટ્રોસ્ટીલ કાસ્ટીંગ્સે જણાવ્યું છે કે એનસીએલટીએ શ્રીકાલહસ્તી પાઈપ્સના એમાલ્ગમેશનને મંજૂરી આપી છે.
• યુનાઈટેડ સ્પિરિટ્સે જણાવ્યું છે કે બ્રાન્ડનો સ્ટ્રેટેજિક રિવ્યૂ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે.
• કોસ્મો ફિલ્મ્સ 2021-22ની આખર સુધીમાં રૂ.3 હજાર કરોડની ટોપલાઈન હાંસલ કરી શકશે એમ સીઈઓ પંકજ પોદ્દારે જણાવ્યું છે.
• પારસ ડિફેન્સે ડીઆરડીઓ અને ડેવલપમેન્ટ એજન્સી તરફથી ઓર્ડર મેળવ્યો છે.
• આરબીએલ બેંકે બજાજ ફાઈનાન્સ સાથે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ માટેની ભાગીદારીને લંબાવી છે.
• ઈન્ડિયન હોટેલ્સે જણાવ્યું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે હોટેલ બુકિંગ્સમાં ઘટાડો જોવા મળ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage