માર્કેટ ઓપનીંગ
માર્કેટ નવી રેંજમાં પ્રવેશવા તૈયાર
યુએસ બજારમાં મજબૂતી વચ્ચે નવું સપ્તાહ ભારતીય બજાર માટે પણ રસપ્રદ બની રહેશે. વૈશ્વિક બજારોમાં જોકે હજુ પણ ટ્રેન્ડ સ્પષ્ટ નથી. ઊઘડતાં સપ્તાહે જાપાન, કોરિયા અને ચીનના બજારો સાધારણ નરમાઈ દર્શાવી રહ્યાં છે. જ્યારે કોરિયા અને હોંગ કોંગ બજારો રજાના કારણે બંધ છે. યુએસ બજારમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ શુક્રવારે 237 પોઈન્ટ્સના સુધારે 34434ના સ્તરે બંધ રહ્યો હતો
નિફ્ટી 16000ને પાર કરશે ?
નિફ્ટી ગયા સપ્તાહે એક ટકા સુધારા સાથે તેની સર્વોચ્ચ ટોચ પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. તેને 15901નો નજીકનો સપોર્ટ છે. જે પાર થશે તો 16100 તેનો નવો પડાવ હશે. જે પાર થતાં બજાર માટે 16300નું સ્તર જોવા મળી શકે છે. બજારને બેંકિંગ અને આઈટી ક્ષેત્રો સપોર્ટ પૂરો પાડવા માટે તૈયાર થઈ ચૂક્યાં છે.
ક્રૂડમાં સુધારો અટક્યો
વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 76.21 ડોલરની સપાટી દર્શાવ્યાં બાદ સોમવારે નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યો છે. ઈરાન સાથે ન્યુકલિયર ડીલને લઈને સમજૂતી ટૂંક સમયમાં થવાની શક્યતા છે. જેની પાછળ ઈરાનનો સપ્લાય બજારમાં આવશે અને તેને કારણે ભાવ પર દબાણ જોવા મળી શકે છે.
ગોલ્ડ-સિલ્વરમાં બાઉન્સ
વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓમાં નીચા સ્તરેથી મજબૂતી જોવા મળી છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 2 ડોલર સુધારા સાથે 1780 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેના માટે 1800 ડોલરની સપાટી ફરી એકવાર અવરોધ બની રહેશે. જે પાર થશે તો તે ઝડપથી ઉછળી શકે છે. સિલ્વર 26 ડોલરના સ્તર પર ટ્રેડ થઈ રહી છે અને તેના માટે 28 ડોલર મહત્વનો અવરોધ છે
મહત્વની હેડલાઈન્સ
• ઈકરાના મતે 2021-22માં દેશની ફ્યુઅલની માગમાં દ્વિઅંકી વૃદ્ધિ થશે.
• ભારતનું ફોરેક્સ રિઝર્વ્સ 4.15 અબજ ડોલર વૃદ્ધિ સાથે 604.9 અબજ ડોલર પર પહોંચ્યું.
• યિલ્ડ્સને અંકુશમાં રાખવાના ભાગરૂપે આરબીઆઈએ બેન્ચમાર્ક બોન્ડ ઓક્શન રદ કર્યું.
• શુક્રવારે વૈશ્વિક ફંડ્સે ભારતયી બજારમાં રૂ. 679 કરોડની વેચવાલી નોંધાવી.
• સ્થાનિક ફંડ્સે સ્થાનિક બજારમાં શુક્રવારે રૂ. 1830 કરોડની ખરીદી કરી.
• કેબિનેટ સચિવની આગેવાની હેઠળની કેબિનેટ બેંક પ્રાઈવેટાઈઝેશન અંગે મહત્વની બેઠક યોજશે.
• એપ્રિલમાં ભારતની કોલ આયાત 30 ટકા વધી 2.2 કરોડ ટન રહી હતી.
• બાર્બેક્યૂ નેશને શેર ઈસ્યુ મારફતે રૂ. એક અબજ ઊભા કરવાની આવેલી મંજરી.
• બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસે રૂ. 268 પ્રતિ શેરના ભાવે ક્વિપ ઈસ્યુ માટે આપેલી મંજૂરી.
• ફિનોલેક્સે ઈન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 297 કરોડનો નફો દર્શાવ્યો. જે ગયા વર્ષે સમાનગાળામાં 55.7 કરોડ પર હતો. કંપનીની આવક 63 ટરા વધી રૂ. 1250 કરોડ જોવા મળી હતી.
• જેએસડબલ્યુ એનર્જીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 107 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે શેર દીઠ રૂ. 2નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
• લ્યુપિનઃ કંપનીએ ગિલેડની એચઆઈવી-1ની સારવાર માટેની જેનેરિક ડ્રગ લોંચ કરી છે.
• ડીએસપી ટ્રસ્ટીઝે મણ્ણાપુરમ ફાઈનાન્સમાં હિસ્સો વધારી 7.07 ટકા કર્યો છે.