Market Opening 30 October 2020

માર્કેટ ઓપનીંગ

 

યુએસ ખાતે ગુરુવારે ડાઉ જોન્સ ઈન્ડેક્સ 139 પોઈન્ટ્સ સુધરી 26659 પર બંધ રહ્યો હોવા છતાં એશિયન બજારોનું વલણ નરમ રહ્યું છે. કોરિયન કોસ્પી 0.9 ટકા સાથે જ્યારે જાપાનનો નિકાઈ 0.8 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં છે. અન્ય બજારો પણ પાથી અડધા ટકાની નરમાઈ સૂચવે છે. નાસ્ડેકે ગુરુવારે 1.64 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. જેની પાછળ આઈટી શેર્સ શુક્રવારે મજબૂતી દર્શાવી શકે છે.

એસજીએક્સ નિફ્ટી

એસજીએક્સ નિફ્ટી 27 પોઈન્ટ્સની નરમાઈ દર્શાવી રહ્યો છે અને 11638 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીને 11600નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં બજાર વધુ ઘટી શકે છે. 11600 34-ડીએમએ છે અને ટેકનિકલી તે મજબૂત સપોર્ટ ગણાય છે.

 

ક્રૂડ

ક્રૂડના ભાવમાં ગુરુવારે પણ ઘટાડો જોવા મળ્યો હતો અને બ્રેન્ટ ક્રૂડ 38 ડોલર નજીક પહોંચ્યું હતું. શુક્રવારે સવારે તે 1 ટકાના સુધારે 38.66 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. કોવિડના બીજા રાઉન્ડને લઈને ચિંતા પાછળ ક્રૂડમાં વધુ નરમાઈ સંભવ છે.

 

મહત્વની હેડલાઈન્સ

  • સપ્ટેમ્બરમાં કોર સેક્ટરનો ઘટાડો ઘટીને 0.8 ટકા રહ્યો હતો.

 

  • ભારતની એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાનની નાણાકિય ખાધ રૂ. 9.1 લાખ કરોડ રહી હતી.

 

  • ત્રીજા ક્વાર્ટરમાં યુએસ અર્થતંત્રે 33.1 ટકાની સૌથી ઊંચી વૃદ્ધિ નોંધાવી હતી

 

  • સર્વિસનાઉના જણાવ્યા મુજબ ભારત સૌથી ઝડપે વૃદ્ધિ પામતાં બજારોમાંનું એક છે.

 

  • જાપાન બેંકે ભારતીય ઉદ્યોગને સપોર્ટ કરવા માટે રૂ. 11000 કરોડના લોન એગ્રીમેન્ટ પર સહીસિક્કા કર્યાં છે.

 

  • શાપુરજી પાલોનજી જૂથે ટાટા જૂથથી અલગ પડવા માટે સુપ્રીમ કોર્ટમાં પ્લાન રજૂ કર્યો છે.

 

  • યુએસે ભારત સાથે ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ અવરોધો ઓછા કરવાનો સંકેત આપ્યો છે.

 

  • બીપીસીએલે બીજા ક્વાર્ટરમાં 58 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2590 કરોડનો નફો નોંધાવ્યો છે.

 

  • કોગ્નિઝન્ટનો ચોખ્ખો નફો 30 ટકા ઘટી 348 મિલિયન ડોલર રહ્યો છે. જ્યારે આવક 4.2 અબજ ડોલર પર ફ્લેટ રહી છે.

 

  • કેકેઆરે ભારતમાં રિન્યૂએબલ એનર્જી એસેટ્સ ખરીદવા માટે પ્લેટફોર્મ રજૂ કર્યું છે.

 

  • આરબીઆઈએ ડીસીબીને માર્કેટિંગ નિયમોના ભંગ બદલ રૂ. 22 લાખનો દંડ ફટકાર્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage